જીવન પણ રુન્ધાય છે….

સુરજ ને ક્યાંથી ખબર કે અંધારૂ શું છે?

પાણી ને ક્યાંથી ખબર કે મ્રુગ્જળ ક્યાં છે?

એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે..

પાનખર  માં આવી ને ફુલો પણ્ કરમાય  છે..

વર્ષો નાં વર્ષો આમ જ વહી જા ય છે..

જુવાની ની વાટ માં ,બાળપણ પણ વેડફાય છે..

નથી રોકી શક્યું કોઈ સમય નાં વહેણ ને ,

અરે! ઘડપણ માં આવી ને તો જુવો , જુવાની પણ રુંન્ધાય્ છે……………

————————————————————————————————————————————————————–

જીવનની વ્યાખ્યા શું છે?

દરેક ઘર ને એક સરનામું હોય છે.પણ ….ગમતાં સરનામે ઘર બની જાય છે…

IMG_4730IMG_4731

 

 

 

 

જીવન પણ રુન્ધાય છે….

સુરજ ને ક્યાંથી ખબર કે અંધારૂ શું છે?

પાણી ને ક્યાંથી ખબર કે મ્રુગ્જળ ક્યાં છે?

એક ઋતુ આવે છે ને એક ઋતુ જાય છે..

પાનખર  માં આવી ન ફુલો પણ્ કરમાય  છે..

વર્ષો નાં વર્ષો આમ જ વહી જા ય છે..

જુવાની ની વાટ માં ,બાળપણ પણ વેડફાય છે..

નથી રોકી શક્યું કોઈ સમય નાં વહેણ ને ,

અરે! ઘડપણ માં આવી ને તો જુવો , જુવાની પણ રુંન્ધાય્ છ

જીવનની વ્યાખ્યા શું છે?

દરેક ઘર ને એક સરનામું હોય છે.પણ ….ગમતાં સરનામે ઘર બની જાય છે…

જિંદગી જીવી જાણો …

લાંબી આ સફર માં જિંદગી એ ઘણા રુપો જોયા છે,

તમે એકલા સાના રડો છો ???સાથી તો અમેય ખોયા છે …

આપ કહો છો આમને શું દુઃખ છે??આ તો સદાય હસે છે..

અરે!  આપ શું જાણો આ સ્મિત માં કેટ્લા દુઃખ વસે છે…

આપને ફરિયાદ છે કે કોઈને તમારા વિષે સુઝ્યં નથી

અરે! અમને તો કેમ છો ? એટલું કોઈ એ પુછ્યું નથી .

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો?

આ જિંન્દગી માં જિવવા માટે રોજ રોજ શાને મરો છો??

આ દુનિયામાં  સંપુર્ણ કોઈ સુખી કોઈજ  નથી …

એક આંખ તો બતાવો મને જે ક્યારે રડી જ નથી .

બસ, એટલું જ કહેવું છે જિંન્દગી ની દરેક ક્ષંણ દિલથી જ માણો..

નસીબ થી મળી ચે આ જિંન્દગી તો એને જીવી તો જાણો….

આમ ઉમાબેન શેઠે  વ્રુધ્ધાશ્રમ નાં વડિલો નું સ્વાગત કરતાં જિંદગી ની સાચી હકીકતની સમજ આપી ………

IMG_4732IMG_4733IMG_4747

IMG_4739IMG_4746

તા-૧-૩-૨૦૧૪ ના  શનિવાર

નાં રોજ અભિગમ ગ્રુપ ની બહેનોએ ગોધરાનાંનિરાન્ત વ્રુધ્ધાાશ્રમ્  નાં વડિલો તથા દહોદ નાં શાન્તિવન નાં વ્રુધાશ્રમ નાં વડિલો માટે અભિગમ ની બહેનો  વડે

નગરાળામાં આવેલી ગોપલ્ભાઇ ધાનકાની આશ્રમ શાળા માં પ્રવાસ માટે આયોજન કરવામાં આવ્યું..સવારે ૧૦ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી નો સમય રાખવા માં

આવ્યો…આશ્રમ નાં વ્રુધ્ધો નો તો આનંદ નૉ પાર જ નહતો .. તેઓ તો સવારે ૭ વાગે નાહી  ધોઈ આશ્રમ ની બહાર આવી ગયાં.આ વરસે ૩ થી ૪ વડિલો નું અવસાન થયું હતું ..

ને નવા ચહેરાં પણ જોવા મળ્યાં હતાં…સમય થી પણ વહેલાં ગોધરાં નાં તેમજ દાહોદ નાં વલો આશ્રમ શાળા માં પહોંચી ગયાં હતાં..

તેમનાં ચહેરાં  પર આનંદ ની લહેર દોડતી હતી..બધાંએ ભેગા થૈ ચાહ તથા પાપડી મરચાં નો નાસ્તો કર્યો.ને તાજગી અનુભવી .

ત્યાર બાદ તેમને બધાં ને બાવકા મહાદેવ્જી નાં દર્શનાર્થે લઈ ગયાં..વાહ , ખુબ્ જ મઝા પડિ ગઈ …ભજન ,કિર્તન કર્યા…

ગરબા, અને હીંચ થી થનગનવા.. લાગ્યાં… તો ખુબ્જ મઝા માણી…બધાં ની વરસ ગાઠ ઉજવવામાં આવી ને ફુલ્-ગુલાલ થી હોળી પણ ઉજવાઈ ….બધાં નાં

ચહેરાં પર તો આનંદ ની લહેર દોડ્તી હતી…વાહ ..વાહ્

.જમવાનો સમય થઈ ગયો હતો.. તેથી અમારે બંધ કરવ્યું પડ્યું…

જમવાનો સમય થઈ ગયો હતો.. તેથી અમારે બંધ કરવ્યું પડ્યું…સુન્દર મજાની દાલ -બાટી, લાડવાં, રિંગણ -બટટાનું શાક્

કચુંબર્ ભાત ,છાસ ..બધું ખાવાની તો ભારે મઝા આવી.. જમ્યા પ બધાંને આરામ કરવાનૉ કહ્યો તો

બધાં ના મોં માંથી એક જ વાત અમે આહીં આનંદ કરવા આવ્યાં છીએ ..ત્યાં તો રોજ સુઈ જઈ એ છીએ.. અમે તો તમે જમશો

ત્યાં સુધી તો બેસીશું.

..જમ્યા..ત્યાર બાદ આશ્રમ શાળા નાં બાળ્કો એ એક બે નાટકો કર્યાં .. છોકરી ઓ એ ગીતો ગાયાં.. ડાન્સ કરયો..

અને છૅલ્લે બધાં એ ભે ગા થઈ ને અંતાક્ષરી  રમ્યાં ….આશ્રમ શાળા નાં સાહેબ તથા શિક્ષકો પણ ખુબજ સહકાર મળ્યો..

બધું જોઈ ને તેમની પણ આંખો માં આંખ પાણી ભરી આવ્યાં ..તેમને પણ ફુલ નહી તો ફુલ ની પાંખડી અમે પણ તમારાં

આવા કામો માં આપીએ એવી ઇચ્છા દર્શાવી… સમય તો તેનું કામ કરેજ છે.. ક્યાં ૫ વાગી ગયાં તેની ખબરજ  ના પડી..

ભારે હય્યે બધાં ને ચાહ પાણી પિવડાવી ને વિદાય આપી ..તમે બધાં ગોધરા અને દાહોદ નાં આશ્રમમાં જરુર થી આવજો..

એમ કહેતાં કહેતાં વડિલો અભિગમ ની બહેનો થી છુટા પડ્યાં..