સંગ્રહ

 

Advertisements

‘અભિગમ ગ્રુપ’ નું  સ્નેહ સમેલન નુ 2017

તારિખ ૧૯-૧૨-૨૦૧૬

IMG-20171217-WA0024

એક બહેન ના ફાર્મ મા દર વરસ ની જેમજ  સજોડે  “અભિગમ ગ્રુપ” નું સમેલન નુ આયોજન

કરવામાં આવ્યું.. બહેનો તો ૩ વાગે ફાર્મ પર પહો ચી ગઈ… યજમાન બહેન તરફથી આપેલ ચા નાસ્તા ને ન્યાય

આપી બહેનો એ રમત ગમત શરુ કરી. રિન્ગ ની રમત , ફુગ્ગા ની રમત ને  ગ્નાન સાથે ગમ્મત રમવાની

ખુબજ મઝ્ઝા પડી ગઈ.. સત તો ક્યાં વાગી ગયાં તેની ખબર જ ના પડી… બધી બહેનોના પતિ દેવો નુ

આગમન થયું..નવી બહેનો ને અભિગમ ગ્રુપ થી માહિતગાર કર્યાં.. નવી બહે નો ની ઓળખાણ કરાવી..

અને તેમનુ વેલકમ કરવામાં આવ્યું…બહેનો ને પણ તેમની અભિગમ પ્રત્યે ની રુચિ જાણવા મલી..

એક બહે ન ના પતિ કે જેમને વાજા પેર ફિલ્મી ગીત પર નેસનલ એવોર્ડ મલ્યો હતો.. તેમને

સાભળ્વાની ખુબજ સુન્દર તક મળી. અભિગમ નો    કાર્ય ને   બિરદાવામાં આવ્યું ..અને તેનો  વ્યાપ વધુ

કેવી રીતે બહોળો કરી શકાય ?   અને આગળ કેવી રીતે વધે? તે અન્ગે વકિલ સાહેબે સુન્દર માહિતિ પુરી પાડી..

કામ કરવા માટે હંમેશા ઉત્સુક બહેનો એ આ માહિતિ નો સ્વિકાર કર્યો..અભિગમ નિ કવિયિત્રિ બહેને  એક કવિતા નીમ તાત્કાલીક

રચના કરી ખુબ સુન્દર કવિતા ગાઈ… ઠંડી કહે મારું કામ .. અજુબાજુ કેમ્પ ફાયર ની મઝા માણતા માણતાં  ..આનંદ કર્યૉ.

સમય તો ક્યા  કોઇ ની રાહ જુવે છે? બધાના ભુખ લાગી હતી .. તેથી સૌ પ્રથમ તો જમવાને ન્યાય આપવામાં

આવ્યો.બધાં એ  જલેબી ,બાસુન્દી, સમોસા , શાક પુરી, દાળ ભાત  ની મિઝબાની માણી..ને એક સુન્દર સંભરણું  લઇ સૌ છુટા પડ્યાં

.IMG-20171217-WA0065IMG-20171217-WA0025IMG-20171218-WA0038

સન્માન પત્ર

sanman patraઅભિગમ ગ્રુપ (દાહોદ)                                                          

C/O ઉમાબેન શેઠ (ફાઊંડર મેમ્બર)                                                               

શાંતિ સદન સોસાયટી, સ્ટેશન રોડ, દાહોદ

મો.-૯૪૨૮૭૭૮૮૨૨

Weblog www.abhigamweblog.worldpress.com

_____________________________________________________________________________________

સન્માન પત્રપ્રતિ,

શિવાંગીબેન નરેન્દ્રભાઈ શાસ્ત્રી,

આપની સામાજીક અને શૈક્ષણિક સેવાઓની નોંધ લેતા અમે ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ. અમદાવાદમાં ૧૪ વર્ષ હીરામણી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવી. ત્યાર બાદ ૨૦૧૪ થી ઝાલોદ રોડ કન્યા શાળા ની આચાર્યા તરીકે પદભાર સંભાળ્યો. ફરજ દરમ્યાન સમાજ ના છેવાડાનાં બાળકો પ્રત્યે ઉદ્દાત્ત ભાવના દાખવી તેઓ ના જીવન માં શિક્ષણ ની ભૂખ જગાવી, સાથે સાથે કેળવણી અને કર્મશીલતા વિક્શાવી. એટલુજ નહિ બાલિકાઓ માં વિવિધ ક્ષેત્રોમાં ગુણો નો વિકાસ થાય, તેવાં સંનિષ્ઠ પ્રયત્નો કર્યાં. શાળા ભવન માં અનેક પ્રકાર ની સુવિધાઓ  ઉભી કરાવી, ઉચ્ચકોટી નો સામાજિક દરજ્જો પ્રાપ્ત કરવાની દિશા ચીંધી. સ્વયં દાન આપી, દાન મેળવી સામાજિક સમરસતા કેળવી સેવા, સંગાથ અને સમર્પણ નો મહિમા વધાર્યો છે.

આપની ભાવના, ફરજ પ્રત્યેનો અભિગમ હંમેશા દિશા સૂચક રહેશે. હાલ આપશ્રી, શિક્ષણ ક્ષેત્રે બઢતી મેળવી વડોદરા ખાતે શૈક્ષણિક નિરીક્ષક ક્લાસ ૨ તરીકે ફરજ બજાવી રહ્યા છો, ત્યારે આપની ઉપરોક્ત પદે થી વધુ ને વધુ પ્રગતિ થાય, તેમજ આપના અભિગમ અને ઉદ્દાત્ત ભાવનાઓ વધુ વેગવંતી બને તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ.

આપના દાહોદ ખાતે ના કાર્યકાળ દરમ્યાન અભિગમ ગ્રુપ ના એક સભ્ય તરીકે આપનો સહયોગ મળતો રહ્યો છે. સામાજિક પ્રતિબદ્ધતા અને કર્મશીલતા ની નોંધ લઇ આપને સન્માનિત કરતા અમેં ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ.

અસ્તુ.

તા. ૧૪/૦૭/૨૦૧૭                                                            અભિગમ ગ્રુપ વતી,

(ઉમાબેન શેઠ)

સ્થાપક સભ્ય

 

નવરાત્રી ની ઉજવણી ૨૦૧૭

b.w.8b.w.11

b.w.2b.w.3b.w.13

તા.૨૫/૦૯/૨૦૧૭ ના સોમવાર ના રોજ પાંચમાં નવરાત્રે દર વર્ષ ની જેમજ Blind Welfare જેવી ૧૪૦ બાળકો ની સંસ્થામાં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી. અભિગમ ની બહેનો એ વિકલાંગ બાળકો સાથે ગરબા ગયા ૮૦ છોકરાઓ ને હાથ રૂમાલ તથા મોજાનું વિતરણ કરવામાં આવ્યું. ૬૦ છોકરીઓને માળા, બુટ્ટી, હેરબેન્ડ, રફ્લ, બક્કલ, વિગેરે આપવામાં આવ્યા. બાળકોને નાસ્તો તથા ચોકલેટ આપવામાં આવી. ત્યારબાદ બધાજ બાળકો ને ફુગ્ગા આપવામાં આવ્યા.આનંદવિભોર બાળકો બહેનોને વળગી પડ્યા. આમ ગરબા ગાઈ વિકલાંગ બાળકોને પ્રેમ અને હૂંફ પીરસ્યા….

માહિતી મેળવી.

 

 

20171107_140424.jpgતા. ૨૨/૦૪/૨૦૧૭ ના રોજ “કહાન ક્રિએશન” વાળા અવધીબેન શ્રોફ ને આમંત્રણ આપવામાં આવ્યું. Polish flowers, lamasa, paper mashe, Bottle art, Designer candle, Pot making, Clay Jewelry વિષે ની ઘણી બધી માહિતી મેળવી.