સંગ્રહ

બાળ આરોગ્ય સ્પર્થા -2—-૨૦૧૨

           
બાળ આરોગ્ય સ્પર્થા —૨૦૧૨ નો અહેવાલ         નિરાંત વૃધ્ધાઆશ્રમ” (ગોધરા) નાં  દુઃખી  વડીલો ને દાહોદ લાવી, તેમની સાથે આખો દિવસ પસાર કર્યો ને  અમારાથી બનતી હુંફ અને આત્મીયતા આપી હતી. બધા જ આ અવર્ણનીય પ્રસંગને ભૂલ્યા જ નહતા. આમ પણ કહેવાયું  છે ને કે  કોઇનું સહેજ અમથું સારું કર્યાનો આનંદ અવિસ્મરણીય બની રહે છે.આ વર્ષે પણ બે વર્ષ પહેલા કરેલો  ની:શુલ્ક  બાળ આરોગ્ય સ્પર્ધા   ફરી કરવાનુય નક્કી કરાયું.વિવિધ પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરી બાળકોનાં વાલીઓને માહિતગાર કર્યા અને માહિતી ભરવા માટે પ્રવેશપત્રો વહેંચ્યા. બધા જ પોતાનાં વહાલસોયા બાળકોને અનહદ ચાહતા હોય છે પણ આવા સાવ જ મફત યોજાતા કાર્યક્રમનો લાભ પણ માતા-પિતા લઇ શકતા નથી…તે દુઃખની બાબત છે. અભિગમ ગ્રુપ  દવારા આયોજિત અને રેડ ક્રોસ   સોસાયટી ,દાહોદ  જીલ્લા  શાખા નાં સંયુક્ત ઉપક્રમે રવિવાર તારીખ ૩૦-૦૯-૨૦૧૨ નાં રોજ સમગ્ર દાહોદ નાં વિવિધ વય જૂથ  નાં ત્રણ જૂથો ની બાળ આરોગ્ય  સ્પર્ધા નું આયોજન રેડ ક્રોસ ભવન ખાતે રાખવામાં આવ્યું હતું. સ્પર્ધા નું ઉદઘાટન રેડ ક્રોસ સોસાયટી ,દા હોદ જીલ્લા શાખા નાં ચેરમેન શ્રી બી.કે.પટેલ સાહેબ નાં  વરદ હસ્તે  થયું હતું.

વિવિધ પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરી બાળકોનાં વાલીઓને માહિતગાર કર્યા અને માહિતી ભરવા માટે પ્રવેશપત્રો વહેંચ્યા. માહિતી ભરાયેલા  પ્રવેશપત્રો થોડા દિવસ પછી પાછા મેળવ્યા અને અમારી પાસે ભાગ લેનાર સ્પર્ધકોની યાદી તૈયાર થઈ. લગભગ 200 પ્રવેશપત્રો   ભરાયા.કુલ ૩ ગ્રુપ નક્કી કર્યા હતાં. અમારી પાસે આવેલા ભરેલા પ્રવેશપત્રોનાં આધારે ત્રણ જૂથ બનાવ્યા.જેમાં ૬ માસથી ૧ વર્ષનાં બાળકોનું  C જૂથ, ૧ વર્ષથી ૨ વર્ષનાં બાળકોનું B જૂથ અને ૨ વર્ષથી ૩ વર્ષનાં બાળકોનું A જૂથ           
સ્પર્થા     માં   નિર્ણાયક  ગણ તરીકે બાળ નિષ્ણાત તબીબીઓ ની પેનલ માં  ડોં.મોહનભાઈ  અગ્રવાલ ,સલિમભાઇ શેખ ,ડોં ઝેનબ   બેન    ગુન્દરવાલા,  ડોં. યુસુબ ભાઈ વોહરા ,તથા ડોં.કલ્પેશ ભાઈ બારીયા એ તેમની સેવાઓ આપી હતી.ત્રણે ગ્રુપ માં મળી ને આશરે ૧૨૫ બાળ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.સ્પર્ધાના અંતે નિર્ણાયક  તબીબીશ્રીઓએ સ્પર્ધકોને વિજેતા જાહેર કર્યા હતા.    વયજૂથ  -૬ માસ થી ૧ વર્ષ ૧)પ્રથમ ઇનામ –હિઆંશ  પલક કુમાર દેસાઈ   (દેસાઈ વાડા)) ૨) બીજું ઇનામ –ભવિષ્ય  મહેન્દ્ર કુમાર સોલંકી  (ગોવિંદ નગર) ૩) ત્રીજું ઇનામ –ફાતેમા અબ્બાસભાઈ વનાવાલા(સૈઈફી નગર) ૪)આશ્વાસન ઇનામ–(૧) ધન્ય હેતલભાઈ  દેસાઈ (દેસાઈ વાડા) (૨)જીયાંશી પીનાક્કુમાર  દેસાઈ (એમ.જી.રોડ) વયજૂથ -૧ વર્ષ થી ૨ વર્ષ ૧)પ્રથમ ઇનામ –અલીઅઝ્ગર હુસૈઇનાભાઇ     માન્દાલીવાળા–   (ઝાલોદ રોડ ) ૨)બીજું ઇનામ –યાના યાસીન ભાઈ ભૂંગા —-(ઝાલોદ રોડ) ૨)ત્રીજું ઇનામ –નીર જનકરાજ સોની –(શાંતિ સદન સોસાયટી ) ૩) આશ્વાસન ઇનામ—તાહા    હૈદરભાઈ કુતરવદ્લીવાલા–(પડાવ)  વયજૂથ  -૨ વર્ષ થી ૩ વર્ષ ૧)  પ્રથમ ઇનામ  –શિવેન સલીલકુમાર શાહ    –(ગોવિંદ નગર) ૨)બીજું ઇનામ –પ્રાંશી પલક કુમાર દેસાઈ –(જલવિહાર સોસાયટી) ૩) ત્રીજું ઇનામ –યુસુફ  હોઝેફાભાઈ ભાભારાવાલા –(ગોદી રોડ) ૪)આશ્વસન ઇનામ –તસ્યા ચિંતન કુમાર પરીખ. –(ગુજરાતી વાડ) દરેક વિજેતા બાળકો  ને  ઇનામો અને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યું હતું.  

Advertisements

બાળ આરોગ્ય સ્પર્ધા-1

નાનું ૧૮ બહેનો નું ગ્રુપ અને કઇક કરવાની ધગશ અને ઉત્સાહ , નક્કી કરેલ કાર્ય તો કરવું જ એવો મનોનિર્ધાર…..પછી પછવું જ શું???

ગયા  વર્ષે કરેલ “નિરાંત વૃધ્ધાઆશ્રમ” (ગોધરા) નાં  દુઃખી  વડીલો ને દાહોદ લાવી, તેમની સાથે આખો દિવસ પસાર કર્યો ને  અમારાથી બનતી હુંફ અને આત્મીયતા આપી હતી. બધા જ આ અવર્ણનીય પ્રસંગને ભૂલ્યા જ નહતા. આમ પણ કહેવાયું  છે ને કે  કોઇનું સહેજ અમથું સારું કર્યાનો આનંદ અવિસ્મરણીય બની રહે છે.

આ વર્ષે પણ આવો કોઇ મોટો પ્રોજેક્ટ કરવો જ તેવું બધાના મનમાં અને ૧૪ નવેમ્બરે “બાલદિન”ની ઉજવણી નિમિત્તે નક્કી કરેલ  “બાળ આરોગ્ય સ્પર્ધા “નો પ્રોગ્રામ અનિવાર્ય સંજોગો ને કારણે  બાકી જ હતો. એટલે તે કાર્યક્રમ જ પૂરો કરવાનું વિચાર્યું. હવે આ પ્રોગ્રામ છેક ડીસેમ્બર માસમાં યોજી શકાયો.. આ વખતે ૬ માસથી ત્રણ વર્ષના બાળકો માટે નિઃશુલ્ક “બાળ આરોગ્ય   સ્પર્ધા” નું આયોજન કરવાનું નક્કી કર્યું.

 આખો નવેમ્બર માસ આ  બાળ આરોગ્ય સ્પર્ધાના મોટા પ્રોજેક્ટની વિચારણાં અને તૈયારીમાં પસાર થયો.

 તારીખ ૧૯મી ડીસેમ્બરે 2010, રવિવારના રોજ   આ કાર્યક્રમ યોજાયો. અભિગમ ગ્રુપ દ્વારા અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી આ કાર્યક્રમ શક્ય બન્યો. તેમાં ડો.બી. કે. પટેલસાહેબે (આશીર્વાદ હોસ્પિટલ, ગોવિંદનગર) આ કાર્યક્રમ નાં ઉદઘાટક હતાં.. આ સહિયારા પ્રયાસમાં નગરના  નામાકિત બાળકોનાં તબીબો (પીડીયાટ્રીશીયન્સ)   ડો. અગ્રવાલસાહેબ (ચૈતાલી ચીલ્ડ્રન્સ હોસ્પિટલ, સ્ટેશન્ર રોડ),  ડો.સલીમભાઇ શેખ( સર્વોદય ચીલ્ડ્રન્સ હોસ્પિટલ, તથા આકાંક્ષા હોસ્પિટલ  -ભગિનીસમાજ નીસામે)), ડો.ઝૈનબબેન ગુંદરવાલા ( ઝૈનબ હોસ્પિટલ,ગોધરારોડ),  ડો.પંકજભાઇ જૈન(અર્બન બેંક હોસ્પિટલ,રળિયાતી)  અને ડો.યુસુફભાઇ વોરા ની ઉદાર ને ઉમદા સેવાઓ મળી.

  વિવિધ પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ કરી બાળકોનાં વાલીઓને માહિતગાર કર્યા અને માહિતી ભરવા માટે પ્રવેશપત્રો વહેંચ્યા. બધા જ પોતાનાં વહાલસોયા બાળકોને અનહદ ચાહતા હોય છે પણ આવા સાવ જ મફત યોજાતા કાર્યક્રમનો લાભ પણ માતા-પિતા લઇ શકતા નથી…તે દુઃખની બાબત છે.

માહિતી ભરાયેલા  પ્રવેશપત્રો થોડા દિવસ પછી પાછા મેળવ્યા અને અમારી પાસે ભાગ લેનાર સ્પર્ધકોની યાદી તૈયાર થઈ. લગભગ ૨૮૦ પ્રવેશપત્રો   ભરાયા.કુલ ૩ ગ્રુપ નક્કી કર્યા હતાં. અમારી પાસે આવેલા ભરેલા પ્રવેશપત્રોનાં આધારે ત્રણ જૂથ બનાવ્યા.જેમાં

૬ માસથી ૧ વર્ષનાં બાળકોનું  A જૂથ,

૧ વર્ષથી ૨ વર્ષનાં બાળકોનું B જૂથ અને

૨ વર્ષથી ૩ વર્ષનાં બાળકોનું C જૂથ

       અને બધાને જાણીને નવાઇ લાગશે કે ૩૫૦ પ્રવેશપત્રો ભરાયા હોવા છતાં ૧૯ મી તારીખે  તો  ૧૪૦   બાળકોએ  આ બાળ આરોગ્ય સ્પર્ધામાં ભાગ લીધો. અહીં

આપણી કહેવાતી જાગરૂકતા     ………..કસોટીની એરણે ચઢે છે ને????
તબીબોએ    બાળકોની શારિરીક, માનસિક    તંદુરસ્તીની ચકાસણી      કરી     અને   માતા  – પિતા  પોતાના  બાળકો પ્રત્યે  કેટ્લાં  જાગૃત  છે   .તેની   પણ   પુછપરછ  કરી  અને  યોગ્ય    માર્ગદર્શન      આપ્યું. તબીબોએ જ બાળકોને  તેમના  સ્વાસ્થ્યને  અનુલક્ષીને  માર્ક્સ આપ્યા.  તેમા જેને વધુ માર્ક્સ મળ્યા તેમને  ડોકટરોઍ વિજેતા  જાહેર    કર્યાં.         આમ દરેક જૂથમાંથી ત્રણ નંબર અને એક આશ્વાસનરૂપ  નંબર  અપાયા.

આ  સ્પર્ધામાં બધા જ  બાળકોની  તપાસ  થાય  ત્યાં સુધી બાળકોને  લઇને  બેસી રહેવું પડે   અને   બાળકો  અને   વાલીઓ   હેરાન  ન  થાય  તે માટે અમે જાહેરાત કરી કે વિજેતા  બાળકોનાં  વાલીઓને  ફોનથી  જાણ કરવામાં આવશે  અને  બીજે દિવસે એટલે કે  તારીખ-૨૦  મી  ડીસેમ્બરને  સોમવારના  રોજ નિશ્ચિત   સ્થાનેથી ઇનામો લઇ જવા. અને  આ ઉપક્રમે દરેક  જૂથમાંથી  ત્રણ  ઇનામો   વિજેતાઓને  આપ્યા. અને દરેક ગૃપમાં  ચોથું  આશ્વાસન  ઇનામ  આપ્યા  અને  સાથે   સાથે   પ્રમાણપત્ર   પણ આપ્યા..  બાળકોને    અપાતા   પ્રમાણપત્રો   પણ   તેમને   ગમી  જાય  તેવા  જ હોવા જોઇએને????  જુઓ. પ્રમાણપત્રનો    નમૂનો  અત્રે પ્રસ્તુત   છે. તમને  પણ ગમી જ જશે તેની   અમને   ખાતરી  છે.

બાળ   આરોગ્ય   સ્પર્ધા નુ પરીણામ   આમંત્રિત  બાળ નિષ્ણાત તબીબીઓ એ   નીચે   મુજબ   જાહેર   કર્યુ.

ગ્રુપ- A- (૬ માસ થી ૧ વર્ષ )

પ્રથમ ઇનામ-મન આશિષકુમાર સોની.(માતા-અદિતીબેન)-સ્ટેશનરોડ.

દ્વિતિય ઇનામ- સ્તુતિ જ્ઞાનદેવસિંહ ચુડાસમા.(માતા-નીતાબેન)-દેસાઇવાડા.

તૃતીય ઇનામ-વેદ રમેશચંદ્ર પટેલ.(માતા-સંગીતાબેન)-ગોદી રોડ.

આશ્વાસન ઇનામ-લક્ષ અમિતકુમાર અગ્રવાલ.(માતા-બરખાબેન)-ગોધરારોડ.

ગ્રુપ-B (૧ વર્ષ થી ૨ વર્ષ)

પ્રથમ  ઇનામ-પર્વ દિનેશકુમાર નંદનવાર(માતા–હેમાંગી  )-ગોવિન્દ નગર.

દ્વિતીય ઇનામ-બંસરી  જિગરભાઇ  ભટ્ટ (માતા– કિંજલ બેન )દેસાઇ વાડા.

તૃતિય  ઇનામ-રિધ્ધિ નિલેશકુમાર પટેલ.( માતા-અર્ચનાબેન)બહાર પુરા.

આશ્વાસન  ઇનામ-જિયા આશિષભાઇ  જૈન( માતા-સિમુલબેન) હરસોલાવાડ.

ગ્રુપ-C (૨ વર્ષ થી ૩ વર્ષ )

પ્રથમ ઇનામ-માસુમ પરિનકુમાર દેસાઇ(માતા-ગૌરવી બેન)દેસાઇ વાડા.

દ્વિતીય ઇનામ-આન્યા અંકુરભાઇ બંદુક્વાલા(માતા-પુજા બેન)-કાર્તિકેય સોસાયટી, ચાકલીયા રોડ

તતિય ઇનામ-પ્રાંજલ દિપેન કુમાર શાહ(માતા–ઝંખનાબેન)-ખડાયતા વાડ.

આશ્વાસન ઇનામ-અતુલ  મનીષભાઇ અગ્રવાલ-(માતા-બરખા બેન)-બહારપુરા.


 

   પા પા પગલી    ભરતું  અમારું  જુથ   પણ   હજી  બાલ અવસ્થા માં જ છે..હજુ   ગ્રુપ ને પણ દોઢ જ   વરસ   થયું  છે..તેથી  આ  કાર્ય અમારા   માટે એક  પડકારરૂપ   જ હતું. અમારે પણ  આ  કાર્યમના   આયોજનમાંથી   ઘણું બધું  શીખવાનું   હતું. તેથી અમે વાલીઓના  પ્રતિભાવો પણ મેળવ્યા. જે બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો પણ વિજેતા ન બની શક્યા તેમના વાલીઓનાં   પણ   પ્રતિભાવો   મેળવ્યા. આ ઉપરાંત પધારેલા મહેમાનો, આમંત્રિત  તબીબો, નગરનાં  સજ્જનો અને સન્નારીઓનાં  પ્રતિભાવો  મેળવ્યા. જેથી આખા ય  કાર્યક્રમમાં  અમારી કઇ  કઇ  ભૂલો થઇ અને   ભવિષ્યમાં આવો કોઇ  કાર્યક્રમ યોજીયે  તો શું  ધ્યાનમાં  રાખવું  તે જાણી શકાય.

આ  કાર્યક્રમમાં   બાળકોનાં નિષ્ણાત  તબીબો,   ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની દાહોદશાખાના   ચેરમેન ડો.બી.કે.પટેલસાહેબ,  મંત્રી શ્રી.એમ.આર .પાટીદાર સાહેબ,  જીલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી પારૂલબા,   ઇન્ટરનેટ પર દાહોદ ડોટ કોમ સાઇટ પ્રકાશિત કરતા   શ્રી.ગોપીભાઇ શેઠ,  દાહોદ    નગરમાં “વોઇસ ઓફ દાહોદ” નામનું મુખપત્ર   ચલાવતા  અને  તેને   ઇન્ટરનેટ પર   પણ પ્રકાશિત કરતા શ્રી.સચિનભાઈ દેસાઇ, દાહોદ  અર્બન બેંક હોસ્પિટલનાં  કાર્યકરો ઉપસ્થિત  રહ્યા હતા.  નર્સિગ સ્કુલ ની બહે નો, એન.એસ. એસ. ના વિદ્યાર્થીઓ,

તેમજ  અમારા  ગ્રુપની  બહેનોના  માર્ગદર્શક  બની   રહેતાં તથા અમારા  કાર્યમાં હમેશા મદદ  કરતા  અમારા   સપ્તપદીનાં સાથીદારની  હાજરી  અને  તેમનો  સક્રિય  સહયોગ કેમ  કરી  બૂલાય????

આ   સમગ્ર  કાર્યક્રમને   અનેક  લોકોએ  સફળ  બનાવી  અમને  પ્રોત્સાહિત  કર્યા તે બદલ  અમે  તેઓ  સર્વેનાં  આભારી   છીએ.
  

અંધશાળામાં-૨૦૧૦

તારીખ-૨૬ ઓગસ્ટના રોજ બધી બહેનો રક્ષાબંધન પર્વનિમિત્તે દાહોદની છાપરી મુકામે આવેલ અંધશાળામાં ગયા.

સૌ પ્રથમ અંધવિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન થયું..


તેમણે ખૂબ જ સરસ પ્રાર્થના ગાઇ..તેમના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું.

આમારા ગ્રૂપની એક બહેને વિદ્યાર્થીઓ સમક્ષ અમારા સર્વેનો પરિચય આપ્યો અને અંધશાળાની મુલાકાતનો હેતુ જણાવ્યો.ત્યારબાદ ત્રણ જૂથમાં-ધોરણ ૧ થી ૪, ધોરણ ૫ થી ૮, ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું. તેમેને વિષયો પહેલેથી જ આપી દેવામાં આવ્યા હતા.

Continue reading