સંગ્રહ

ચર્ચા વિચારણા: –૨૦૧૭

speech b2

speech 1

તા. ૨૫/૦૮/૨૦૧૭ ના શુક્રવાર ના રોજ નક્કી કરેલ મુજબ “વિકટ પરીસ્થિતિ હોય તો પણ તેમાંથી બહાર કેમ આવવું?” એ વિષે અભિગમ ની ૪ બહેનો દ્વારા કે જેમણે જીવનની કપરી ક્ષણો ને પસાર કરી અને ઉચી કક્ષાએ કામ કરી રહી છે. તેથી તેમની વાર્તાલાપ દ્વારા વિકટ સમય નો સામનો કેવીરીતે કરી શકાય? તેનો નીચોડ કહી બહેનો માટે પ્રેરણારૂપ બન્યા. શીવાંગીબેન ભટ્ટ, સંગીતાબેન દેસાઈ, સુમનબેન મદન તથા પિંકલબેન શાહ એ દુઃખદ પરિસ્થિતિનો સામનો પણ કર્યો અને આજે ઉચા શિખરો પ્રાપ્ત કરી શક્યા છે. તેના વિષે ખુબજ સુંદર માહિતી આપી. બધાની આખો આ વાર્તાલાપ થી અશ્રુ ભીની થઇ ગઈ. જીવનનો આ એક અનેરો અને નવોજ અનુભવ પોતાનીજ અભિગમ ની બહેનો પાસેથી મેળવ્યો અને ક્યારે જીવન માં ગમેતે પળે કોઈ પણ વિકટ સંજોગોમાં નાસીપાસ ન થવાય … તેવું એક પ્રેરણાત્મક બળ મેળવ્યું.

આજે શિવાંગીબેન જે ક્લાસ ટુ એજ્યુકેસન ઓફિસર બની ચુક્યા છે. સંગીતાબેન જે શાળામાં bio lab માં કામ કરી રહ્યા છે અને અનેક સંસ્થાઓ માં જોડાઈ સ્વબળે નામના મેળવી છે. સુમનબેન મદન આજે પોતાના પગભર ઉભા રહી એકલાજ bussiness કરી રહ્યા છે. અને પિંકલબેન ગવર્મેન્ટ આરોગ્ય વિભાગ માં ક્લાસ ટુ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે.

Advertisements

ત-11-4-2016 નાં રોજ એડ્સ અને એચ.આઇ.વી.. ગ્રસ્ત બાળકો ને  બિસ્કીટ આપવામાં આવ્યાં…તેમાં  દક્શાબેન જે વિહાન કેર એંન્ડ સપોર્ટ સેંટર નાં કો-ઓર્ડિનેટર છે  તેમને આમંત્રણ આપવામાં આવ્યું… તેમને નીચે પ્રમાણે ખુબજ સુંદર માહિતી આપી….images

એઈડ્સ

એચ.આઈ.વી.એટલે શું?

 • એચ.આઈ.વી. એ હ્યુમન ઈમ્યુનો ડેફીસીયન્સી વાયરસનું ટુંકું નામ છે.
 • એચ.આઈ.વી. ના વાયરસથી એઈડ્સ થાય છે.
 • એચ.આઈ.વી.નો ચેપ લાગેલી વ્યક્તિને એઈડ્સની બીમારી લાગુ પડે તે પહેલાં તે ઘણાં વર્ષો સુધી તંદુરસ્ત જીવન જવી શકે છે.
 • એચ.આઈ.વી. એ માત્ર માનવજાતમાં જોવા થતો જોવા મળે છે. તે અન્ય કોઈ જીવંત પશુ/પક્ષી કે કીટકમાં જોવા મળતો નથી.
 • જે વ્યક્તિને એચ.આઈ.વી. નો ચેપ લાગ્યો હોય તેને “એચ.આઈ.વી.+” અથવા “એચ.આઈ.વી. પોઝીટીવ ” કહેવામાં આવે છે.

એઈડ્સ એટલે શું?

એઈડ્સએ એક્વાયર્ડ ઈમ્યુનો ડેફિસીયન્સી સિન્ડ્રોમનું ટુંકુ રૂપ છે.
એઃ એક્વાયર્ડ એટલે કે ચેપથી થતી બીમારી નહીં કે જીનેટીક અથવા વારસાગત.
આઈઃ ઈમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ.
ડીઃ ડેફિસીયન્સી એટલે કે, ઉણપ/કમી.
એસઃ સિન્ડ્રોમ એટલે કે વિશિષ્ટ બિમારી સુચવતી ઘણી તકલીફો અને ચિહ્નો.
બિમારીઓ/રોગો સામે લડનારી રોગ પ્રતિકારક તંત્ર (શક્તિ) ને તોડી નાખીને એચ.આઈ.વી. માનવ શરીર પર હુમલો કરે છે. સમય જતાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેનું શરીર બીમારી /રોગ સામે લડવાની તેની કુદરતી ક્ષમતા પણ ગુમાવી દે છે.

એચ.આઈ.વી.ના પ્રકાર

એચ.આઈ.વી. બે પ્રકારના હોય છે. એચ.આઈ.વી. – ૧ અને એચ.આઈ.વી.- ૨ દુનિયાભરમાં એચ.આઈ.વી.- ૧ ના વાયરસનું વર્ચસ્વ છે અને સામાન્ય રીતે જ્યારે લોકો એચ.આઈ.વી.નો ઉલ્લેખ કરે છે. ત્યારે વાયરસના પ્રકારની સ્પષ્ટતાં કર્યા વગર તેઓ એચ.આઈ.વી.- ૧ ઉલ્લેખ કરે છે.

એચ.આઈ.વી.ના ફેલાવીની રીત

વ્યક્તિને નીચે બતાવેલા માર્ગોથી એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.

  • અસલામત જાતીય સંબંધ:
   જો વ્યક્તિ નિરોધનો ઉપયોગ કર્યા વગર એચ.આઈ.વી.નો ચેપ લાગેલી વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધે/સંભોગ કરે ત્યારે તેને એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.
  • હોસ્પીટલના સાધનો અને સોય-સીરીન્જને યોગ્ય રીતે જંતુમુક્ત કરવામાં આવ્યા ન હોય અને તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યોહોય ત્યારે:
   જો એચ.આઈ.વી.નો ચેર લાગેલ વ્યક્તિ માટે વાપરવામાં આવેલા ઓપરેશનના સાધનો જેવા કેં સીરીન્જસ અને સ્કલપેલ્સ અથવા અમુક ચોક્ક્સ સાધનોને યોગ્ય રીતે પુરતાં જંતુમુક્ત કર્યા વગર અન્ય તંદુરસ્ત વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે તંદુરસ્ત વ્યક્તિઓને આનો ચેપ લાગી શકે છે.
  • અસલામત લોહી ચઢાવવાથી:
   જો વ્યક્તિને એચ.આઈ.વી.નો ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચઢાવવામાં આવે ત્યારે તેને એચ.આઈ.વીનો ચેપ લાગી શકે છે.
  • એચ.આઈ.વી.ના ચેપગ્રસ્ત માતાથી બાળકને લાગતો ચેપ:

એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત માતાથી સગર્ભાવસ્થા અથવા બાળજન્મ સમયે તેના બાળકને આવો ચેપ લાગી શકે છે. સ્તનપાન પણ આના ફેલાવાનું માધ્યમ બની શકે છે. (સ્તનપાન દ્વારા પણ બાળકને એચ.આઈ.વી.નો ચેપ લાગી શકે છે.)

એચ.આઈ.વી.ફેલાતો નથી

 • હાથ મિલાવવાથી.
 • એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જમવાથી.
 • ચેપગ્રસ્ત વ્યક્તિને હળવું ચુંબન આપવાથી.
 • હવા દ્વારા અથવા થુંકવા કે છીંકવાથી.
 • ખોરાક અથવા પાણી દ્વારા.
 • પરસેવો અને આંસુ દ્વારા.
 • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કપ, પ્લેટ્સ અને વાસણોનો સહિયારો ઉપયોગ કરવાથી.
 • ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી કે તેને આલિંગન આપવાથી.
 • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે એક જ સંડાસ અને બાથરૂમનો ઉપયોગ કરવાથી.
 • ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં પહેરવાથી/ તેને પોતાના કપડાં પહેરવા આપવાથી.
 • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી.
 • મચ્છરો, ચાંચડ અથવા અન્ય જંતુઓથી……

વર્ષ –૨૦૧૪ -૨૦૧૫ પહેલી સિનિયર સીટિઝનની મીટીંગ

આ વર્ષની એટલે કે વર્ષ-૨૦૧૪-૨૦૧૫ ની “સીનીયર સીટીઝન્સ ક્લબ”ની પ્રથમ મીટીગ યોજાઇ. સૌ પ્રથમ એક જૂના સભ્ય શ્રી રામભાઇ ચૌધરીનાં દેહવિલય માટે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.
ત્યારબાદ વડીલો અને અભિગમ ગ્રુપની બહેનોની વર્ષગાંઠ ઉજવવામાં આવી.
ધ્વનિબેન આશુતોષભાઇએ સિનિયર “સીટઝન ક્લબ”માં નૃત્યકળા સાથે સંલગ્ન એવા “નૃત્ય શાસ્ત્ર” ને ફરી તાજું કરાવ્યું અને આપણી ભૂલાઇ જતી સંસ્ક્રુતિને ફરી જીવંત કરી દીધી.

IMG_4751

IMG_4758

IMG_4757

IMG_4750

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !

માહિતી

નૃત્યશ્રેણી:

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં ફક્ત નીચેની ઉપશ્રેણી છે.

શ્રેણી “નૃત્ય”માં પાના

આ શ્રેણીમાં કુલ ૮ પૈકીનાં નીચેનાં ૮ પાનાં છે.

ક ચાલુ..

મ ચાલુ..

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. કુચિપુડી (తెలుగు : కూచిపూడి) એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ …ઓડિસી એ ભારતના આઠ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો માંનો એક નૃત્ય છે પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિસા એ આ નૃત્યનું ઉદગમ સ્થાન છે. પુરાતાત્વીક પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જુની નૃત્ય શૈલિ છેનૃત્‍ય પુરુષો કરે છે.ગુજરાત માં  ઉન્‍માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્‍ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે …

મોહિની અનેક વળાંકોવાળું નૃત્ય, કેરલાનું આ વિશિષ્ટ શાસ્ત્રીય નૃત્ય છે. શરીર અને અંગોની મંદ, લાલિત્યપૂર્ણ, ઝુમતી ગતિ અને ભારે ભાવનાત્મક આંખ અને હાથની ચેષ્ટાઓ આ નૃત્ય પ્રકારમાં ખૂબ અદ્વિતિય છે.

વેશભૂષા અને આભૂષણ

ઓડિસી નૃત્યના આભૂષણો છાંદીની તારના કામથી બનેલા નાના ભાગોના બનેલા હોય છે.આને ઓડિસીમાં તારકાશી(અંગ્રેજી, ફ્રેંચ = ફીલીગ્રી Filigree) કહે છે. આ કળા લગભગ ૫૦૦ વર્ષ જેટલી જુની છે અને આને તટવર્તી ઓડિસ્સાના સ્થાનીય કારીગરો દ્વારા કરાય છે.  આભૂષણો ઓડિસી નર્તકની વેશભૂષાનો મહત્ત્વ પૂર્ણ ભાગ હોય છે. તેમના નામ છે ટીકા (ટીકો), અલ્લકા (માથાનું આભુષણ જેના પર ટીકા લટકે છે.ખાસ કર્ણ પટલો જે કનને એક અનોખી રીતે ઢાંકે છે. મોટેભાગે તે મોરપીંછ આકારે હોય છે જેની નીચે જીમકીઓ (ઝુમખા કે ઝુમ્મર) છે. બે જાર , ટૂંકો હાર ગળાની નજીક હોય છે અને લાંબો જાર લોકેટ સાથે લટકે છે. બંગડીના બે જોડા જેમાં એક બાંય પર અને બીજો જા હાથમાં પહેરાય છે. એક ચાંદીના ટુકડાને વિવિધ પ્રકારના આભૂષણોમાં રૂપાંતરીતે કરવા વિવિધ પ્રકારના ઘણા કારીગરોનો હાથ હોય છે.

કથક (હીન્દી: कथक, ઉર્દૂ: کتھک) એ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે.

કથકલી

કથકલી કળાકાર શુકનવંતુ પચ્ચા (લીલા) પાત્ર.

કથકલી કળાકારનું નજીકથી દર્શન

કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે. આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો.[૧] અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો..

અંગો

Kathakali performance In front Of big oil Lamp.

કથકલી પાંચ કળાઓનું મિલન મનાય છે

 • ભાવ (નાટ્યમ, અહીં ચહેરાની ભાવ ભંગિમા દ્વારા અભિવ્યતિ પર જોર અપાય છે.)
 • નૃત્ય (નૃત્તમ્ તેમાં નૃત્ય સાથે શરીર , હાથ પગ આદિના હલન ચલન પર જોર અપાય છે)
 • મુદ્રા ( નૃત્યમ આમાં હાથની મુદ્રાઓ દ્વારા ક્રિયા વ્યક્ત કરાય છે )
 • ગાન/ મોઢેથી ગવાતું ગીત
 • સંગીત વાદ્યોનો પ્રયોગ વાદ્યમ

આ સીવાય ગીતના શબ્દો પણ એક અંગ છે જેને સાહિત્યમ્ કહે છે, તે ગીત સંગીતનો એક ભાગ છે કેમકે તેને નૃતમ , નૃત્યમ અને નાટ્યમનો સહાયક માત્ર મનાય છે.

કુચિપુડી નૃત્ય

ઉમા મુરલીકૃષ્ણા, કુચિપુડી ની એક મુદ્રામાં

કુચિપુડી (తెలుగు : కూచిపూడి) એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આકળા કુચિપુડી નૃત્ય કહેવાઈ.
આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધી થી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચના માં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે. આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે. સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે. નર્તકના આભૂષણો એક હલકા વજનના લાકડા બૂરુગુ માંથી બનેલા હોય છે.

ભરતનાટ્યમ

નટરાજની ઓળખ સમી મુદ્રાને પ્રદર્શિત કરતી એક નૃત્યાંગના

ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમ (તમિલ: பரதநாட்டியம்) એ તામિળનાડુ ક્ષેત્રમાં ઉદ્ગ્મ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલિ છે.[૧][૨][૩][૪][૫], . ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદંબરમના મંદિરના શિલ્પો પરથી મળે છે.

આવશ્યક પરિકલ્પના

ભર્તનાટ્યમ ને અગ્નિ નૃત્ય ગણવામાં આવે છેૢ જે માનવ શરીરના ગૂઠ આધ્યાત્મીક તત્વ પ્રદીપ્ત અગ્નિનું રૂપ છે. આ નૃત્યની પાંચ મુખ્ય પ્રકારોમાંની એક છે જેમાં ઓડીસી (પાણીનું તત્વ), મોહીનીઅટ્ટમ (હવા તત્વ), કુચીપુડી (પૃથ્વી તત્વ) અને કથકલી (આકાશ તત્વ). એક પ્રમાણભૂત ભરતનાટ્યમ નર્તકની ચાલ અને ભાવ ભંગિમા ડોલતી જ્વાળા સમાન હોય છે. અમુક રૂઢી ચુસ્ત ઘરાના સિવાય અર્વાચીન ભરતનાટ્યમ એ ભાગ્યેજ નાટ્ય યોગ (‘નૃત્ય યોગ ‘ તરીકે પ્રચલિત), એક પવિત્ર આધ્યાત્મીક પરંપરા,તરીકે અભ્યાસ કરે છે.

મૂળત: ભરતનાટ્યમ એ એક નર્તક નૃત્ય હોય છે, જેના બે આયામ હોય છે, લસ્ય, જેમાં સ્ત્રી સહજ લાલિત્ય પૂર્ણ રેખાઓ અને ચાલ હોય છે, અને તાંડવ આનંદ તાંડવમ્ (તમિલ) (શિવનું નૃત્ય), મરદાના આયામ, છે જે ચીનના યીન અને યાંગ ની સમાન હોય છે. એમ પણ મનાય છે કે ભરતનાટ્યમ એ શાશ્વત વિશ્વના અસ્તિત્વને ભૌતિક શરીરના શૃંગાર કરીને ઉજવવાની પ્રાચીન વિચરધારાના પ્રતીક સમો નૃત્ય છે.

મણિપુરી નૃત્ય

રાધાના પાત્રની મણિપુરી નૃત્યની વેષભૂશા

મણિપુરી નૃત્ય
શૈલિ ઉદ્ગમ મણિપુરી અનેવેદીક
સાંસ્કૃતિક ઉદ્ગમ પ્રારંભિક ૧૫મી સદી મણિપુર
વાદ્યો પંગ, પેના, કરતાલ અને મંજીરા, મંગકાંગ, સેમ્બોન્ગ, બાશી, હારમોનીયમ
મુખ્યધારામાં પ્રચલન મોટેભાગે મણિપુર અને ભારતમાં.
ઉપશૈલિ
પંગ ચોલમરાસલીલા

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે. મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે. આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે. [૧]

મોહિનીયટ્ટમ

મોહિનીયટ્ટમ પ્રદર્શક

મોહિનીયટ્ટમની એક મુદ્રા

મોહિનીયટ્ટમ કે મોહિનીઅટ્ટમ (મલયાલમ മോഹിനിയാട്ടം), એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. ભારતના આઠ પારંપારિક શાસ્ત્રીય નૃત્યો માંનો આ એક નૃત્ય છે. આનૃત્ય એન ખૂબ લાલિત્ય પૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે.

મોહિનીયટ્ટમ એ સંજ્ઞા “મોહિની” શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે એવી સ્ત્રી જે લોકોને મંત્રમુગ્ધ કરે છે અને યટ્ટમ કે અટ્ટમ નો અર્થ છેશરીરનું મનમોહક અને લાલિત્ય પૂર્ણ હલન ચલન. “મોહિનીયટ્ટમ” આ નામનો અક્ષરસ૰ અર્થ થાય છે “મોહિનીનું નૃત્ય”. વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરવાની બે કથાઓ પ્રચલિત છે.

એક કથામાં સાગર મંથન બાદ અસુરો દ્વારા થનાર અમૃતપાનને રોકવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપ ધારણ કર્યું. બીજી કથ અનુસાર ભગવન શિવને ભસ્માસૂરથીએ બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું.

મોહિની યટ્ટમ આ નામ કદાચ ભગવાન વિષ્ણુ ના મોહિની રૂપ પાછળ પડ્યું હોઇ શકે, નૃત્યની મુખ્ય સંકલ્પના પ્રભુની પ્રેમ અને ભક્તિ છે. આ નૃત્ય પ્રસ્તુતિના નાયક હમેંશા વિષ્ણુ અથવા કૃષ્ણ હોય છે. પ્રાચીન સમયમાં આ નૃત્યને દેવદાસીઓ દ્વારા મંદિરોમાં પ્રસ્તુત કરાતો હતો. પણ આનૃત્ય પર કુઠુ અને કોડીયટ્ટમનો પ્રભાવ જોવા મળે છે. મોહિનીયટ્ટમ એ નૃત્ય અને કવિતામાં ગૂંથાયેલ એક નાટક હોય છે.

આ નૃત્ય પર દક્ષિણ ભાર્તની બે નૃત્ય શૈલિ ભરતનાટ્યમ અને કથકલ્લી ની અસર જોવા મળે છે. આનૃત્યની સંકલ્પના રાજા સ્વાતિ તિરુનલના દરબારમાં તાંજાવુરના નૃત્ય ચતુષ્કોણમાં ના એક એવા વડીવેલુ દ્વારા તૈયાર કરવામાં આવી.

પહોળી કમરને ઝુલાવીને ઉર્ધ્વ શરીરની આજુબાજુની તરફ હળવું ચલનએ આ નૃત્યની વિશેષતા છે. જે કેરળની વિશેષતા એવા પામ (નારિયેળ) ના વૃક્ષને અને કેરલની નદીઓના વહેણના પ્રતીક સમી હોય છે. આમાં કુલ ૪૦ વિવિધ મૂળ ચાલ હોય છે જેને ‘અટવુકલ’ કહે છે.

આ નૃત્યનો પહેરવેશ સોનેરી જાડી કિનારી વાળી સફેદ સાડી રૂપે હોય છે જેને કસાવુ કહે છે. આ નૃત્ય પ્રાચીન સાહિત્યીક રચના હસ્ત લક્ષણ દીપીકાને અનુસરે છે જેમાં હાથની મુદ્રાઓ ઉપર વિસ્ત્રુત વિશ્લેષણ છે

આ નૃત્યના સંગીતમાં વિવિધ લય હોય છે જેને ચોલુ કહે છે. આ સંગીતનું ગાયન મણીપ્રવલમ ભાષામાં હોય ચે જે મલયાલમ અને સંસ્કૃતના મિશ્રણથી બને છે.

સત્રીયા નૃત્ય

અએ ક્રિયાઓમાં કે જેમાટે તે ૫૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું તે જ રીતે તેનો ઉપયોગ થાય છે.પ્રાકૃત ઓરા, ૬૪ માટી અખોરા કે મૂળ સત્રીયા ચાલમાંની એક.

સત્રીયા કે સત્રીયા નૃત્ય (આસામીઝ: সত্ৰীয়া নৃত্য) ભારતના આઠ મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંની એક નૃત્ય શૈલિ છે. અન્ય શાસ્સ્ત્રીય નૃત્યોમાં ચડતી પડતી અને પુનર્જીવનના દોર આવ્યાં પણ સત્રીયા નૃત્ય તેના જનક, આસામના વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવાના સમયથી (૧૫મી સદી) જ એક જીવંત કળા રહી છે.[૧]

સંકરદેવાએ સત્રીયા નૃત્યની રચના અંકીય નાટ તરીકે ઓળખાતા આસામી એક-અભિનય નાટકના પૂરક તરીકે કરી. આ કળાને પ્રાય: સત્ર તરીકે ઓળખાતા આસામી મઠમાં પ્રદર્શિત કરાતી. આ પરંપરા સત્રમાં વિકસી અને ફૂલી ફાલી, માટે આ નૃત્યને પણ સત્રીયા નૃત્ય તારીકે ઓળખવામાં આવ્યું.[૨] આજે પણ ભલે સત્રીયા નૃત્ય સત્રની બંધ દીવાલોમાંથી બહાર નીકળી બહુ મોટા ફલક પર પ્રસ્તુતિ પામ્યું હોય, પણ હજુ તેને ધાર્મિક વિધી

મુદ્રાઓ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
  મોઢેરો નૃત્ય તહેવાર
ક્યારે
આ અનોખો મોઢેરો નૃત્ય તહેવાર જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાના અંતભાગમાં દરેક વર્ષે ઉત્તરાયણ તહેવારના સમાપન પછી યોજવામાં આવે છે.
કયા સ્થળે
મોઢેરાના સૂર્ય મંદિરનો ઘેરાવો ઘટનાસ્થળ છે અને આ આકર્ષક તહેવારનું સ્થળ છે.મહેસાણા જીલ્લાના દક્ષિણ-પશ્ચિમ દિશામાં મોઢેરા આવેલું છે અને મહેસાણા શહેરથી ૨૫ કિ.મી દૂર છે.
કોણ આવે છે
આ નૃત્ય તહેવારની મુલાકાત વિશ્વભરનાં કળા અને નૃત્ય પરીક્ષકો દ્વારા અવારનવાર લેવાય છે.દેશના વિવિધ રાજ્યોના શાસ્ત્રીય અને રાષ્ટ્રીય નૃત્યકારો અને સંગીતકારો તેમની આવડત અને તારતમ્ય બુદ્ધિને રજૂં કરે છે જ્યારે સંસ્કૃતિ ઉત્સાહકો આ શોભાયમાન પ્રસંગની સાક્ષી પૂરવા આ તહેવારનો હિસ્સો બને છે.નજીકના ગામોના રહવાસીઓ અને વતનીઓ પણ આ બનાવનો એક મૂળ ભાગ છે.

નૃત્ય અંગે ની માહિતિ પુરી પાડ્યા બાદ તેમને પ્રત્યક્ષ ન્રુત્ય  કર્યું ..તેમજ હોળી નજદિક હોવાથી

હોળી નાં ગીતો સાથે ગુલાલ તથા ફુલો થી હોળી ની ઉજવણી પણ થઈ ..

સિનીયર સિટિઝન ની ૪ થી મિટિંગ્….

IMG_4191IMG_4190

IMG_4182                          IMG_4181IMG_4186

IMG_4180

IMG_4183

IMG_4179

સિનીયર   સિટિઝન ની ૪ થી મિટિંગ્….અનિવાર્ય સંજોગો ને કારણે આ વખતે પિકનિક મુલતવી રાખવી પડી.. જે દિવાળી પછી રાખવામાં આવશે …અને

દરવખત ની જેમ નવરાત્રિ ની ઉજવણી જે બ્લાઈન્ડ વેલ્ફેર માં કરવામાં આવે છે … તેમાટૅ વડિલો ને પણ આવવામાટે

ની જાહેરાત કરવામાં આવી …ત્યર બાદ વરસ ગાંઠ ની ઉજવણી કરી..ને વહોરા સમાજ નાં મેમ્બરો ને ઇદ મુબારક

પાઠ્વવામાં આવ્યાં…………………………..

આ વખતે સિનીયર સિટિઝન ની મીટીંગ  શાન્તિસદન સોસાયટી માં આશાબેનને ત્યાં રાખવામાં આવી..

હરિઓમ અમ્મા ને મુખ્ય મહેમાન તરીખે આમંત્રણ આપવામાં આવ્યું…તેમણે નવરાત્રિ  (કેમ ઉજવવામાં

આવે છે? તેનું મહત્વ શું છે? ) તે વિશે   બધાં ને ખુબ સરસ નીચે પ્રમાણૅ ની માહિતિ આપી..

images નવરાત્રિ ના નવ દિવસ નું મહત્વ

                                                               યા દેવિ સર્વ ભુતેષુ ,શક્તિ રુપેણ સંસ્થિતા,

                                                            નમો સ્તુસ્યે નમો સ્તુસ્યે  ,નમો સ્તુસે   નમો નમઃ

નવરાત્રિ ના નવ દિવસ નું મહત્વ

આપણી સંસ્ક્રુતિ માં અનેક તહેવાર આવે છે.. તેની એક વિશેષતા છે..આ  તેહવારો  મનોરંજન ની સાથેસાથે

વધતે ઓછે અંશે દેવતા અને દેવી સાથે જોડાયેલાં છે…નવરાત્રિ પણ ગરબે ઘુમવાનાં આનંદ ની સાથે સાથે માતાજી  સાથે જોડાયેલો છે….

નવરાત્રિ એટ્લે આસુરી શક્તિ પર દૈવી શક્તિ નો વિજય ,

નવરાત્રિ એટ્લે અસત  પર સત્યનો વિજય્,

નવરાત્રિ એટ્લ   કુસંસ્કાર પર સારા સંસ્કરો નો વિજય્,

નવરાત્રિ એટલે   દુર્ગુણો પર સદગુણો નૉ વિજય્,

નવરાત્રિ એટલે અ શુધ્ધિ પર શુધ્ધિ નો વિજય,

નવરાત્રિ એટલે  કુ કર્મો પર સત કર્મો નો વિજય,

નવરાત્રિ એટ્લે  આત્મનિરીક્ષણ કરી શુધ્ધિ દુર કરવાનો સમય્,

નવરાત્રિ એટલે  નવાં નવાં સાધનો ને શરુ કરવાનો ધાર્મિક અને એક પવિત્ર તહેવાર છે….

પૈરાણિક કથાપ્રમાણે   મહિષાસુર નામે એક રાક્ષસ હતો ,તે પ્રુથ્વી પરના માનવો અને દાનવો ને કુબ્જ રંજાડ્તો હતો …

તેથી  માનવો અને દેવતાઓ બ્રહ્મા,વિષ્ણુ અમને શંકર ને પ્રાર્થના કરી … તેમની આરાધના થી ખુશ થઈ દેવતાઓએ એક દૈવી શક્તિ

ની ઉત્પતિ કરી ને તેણે આ મહિષાસુર નો નાશ કર્યો… આ દૈવી શક્તિ તે અંબા -જગદંબા.

  મા દુર્ગા નાં કુલ નવ સ્વરુપો છે….(૧)શૈલપુત્રિ (૨) બ્રહ્મચારિણી (૩)ચંન્દ્રઘટા(૪) કૂષ્માંડા(૫)સ્કંધમાતા(૬)કાત્યાયની (૭)કાલરાત્રિ (૮)મહાગૈરી(૯) સિધ્ધિદાત્રિ
    
પ્રથમ ત્રણ દિવસ: આ દેવી આધ્યાત્મિક દુર્ગા મા માટે  કહેવાયછે  … તે  બળ તરીકે પણ ઓળખાય છે,મા  દુર્ગાએ મધુ -કૈટભ ,શુંભ-અશુંભ ,ચંડ-મુંડ,
જેવા રાક્ષસોનો નાશ કર્યો હતો .. એક રક્તબીજ નામનો પણ રાક્ષસ હ્તો જેનું એક લોહી નું ટિપું જમીન પર પડ્વાથી
હજારો ને લાખો રાક્ષસો પેદા થતા હતાં ત્ત્યારે મા દુર્ગા એ મા કાલકા નું રુપ ધારણ કર્યું ને લોહી નાં ટિ પાં પોતાનાં મોં મા
ઝીલી લીધા.. ને ધરતી પર એક પણ લોહી નું ટિપું પડ્વા દીધું નહીં.. આમ રાક્ષસનો નાશ થયો..
 •  જેથી બધી અશુદ્ધિ નાશ થયો ને શુધ્ધિ નો વિજય થયો..દુર્ગુણો પર સત ગુણ નો વિજય થયો. 
 • મધુ એટ્લે  આપણી હજારોં કામનાઓ, આપણી વાસનાઓ જે પુરી ન થાય તો આપણ્ને ક્રોધ આવે ને પુર્ણ થાય તો આપણને લોભ નો રાક્ષસ પેદા થાય છે.
 • કૈટભ એટલે ––કે આપણ ને થોડા માણસો સારા લાગે ને થોડાં માણસો સારા ના લાગે… તેથી આપાણે બધાં ને પ્રેમ કરી શકતાં નથી..
 • મહિષાસુર એટ્લે—આળસ આપણે કામ કરવું નથી ,મહેનત કરવી નથી પણ બધૂં જ મળે તેની આશા રાખીએ છીએ..
 • શૂંભ્-નિશૂ  એટ્લે —કશૂં જ કરવું નહીં ,બીજા ની સલાહ પણ માનવી નથી..અને આપણેજ આપણુમ નુકશાન ભોગવવું પડે છે..
 • ધૂમ્ર લોચન એટ્લે-–આંખો ની આગળ  ધૂમાડા જેવું જોવાવવું …શું કરવું તેની સમજ પડવી નહીં..એટ્લે કે ભટ્કી જવું …જીવન માં
 • આગળ વધી શકાતું નથી..
 • ચંડ્ મુંડ એટલે—કંઈ પણ કર્યા વગર બીજા પર દ્વેષ આવે છે…આપણે તેનું ખરા ઇચ્છિએ છીએ..
 • રક્તબીજ એટ્લે —વારસા માં મળેલા રોગો …આપાણો વાંક નાહોય તો પણ આપણે સહન તો કરવું જ પડે છે.
 • આ બધા દોષો ને કારણે આપણું અંઃત કરણ હંમેશા અશુધ્ધ રહે છે..જેથી આપણે અંદર રહેલી પરમ શક્તિ નો અહેશાસ કરી શકતાં નથી..તેથી
 • આપણે હંમેશા  દુઃખી જ રહી એ છીએ. આ બધી વ્રુત્તિ નો નાશ થય ને આપણું  અંઃત્ કરન  શુધ્ધ થાય  તે માટે આપણે પહેલાં ત્રણ દિવસ મા
 • દુર્ગા ની પુજા કરીએ
  છીએ.
 • બીજી ત્રણ દિવસ : માતા આધ્યાત્મિક લક્ષ્મીજી   ની પુજા કરવામાં આવે છે. લક્ષ્મી એટ્લે  સંપત્તિ, લક્ષ્મી,ધન -દોલત નહીં પણ્
 • સારાં કર્મો , સારાં ગુણો  નું પ્રતીક છે.. જ્યાં આ  બે વસ્તુ હોય ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે, એક ઘડનાર તરીકે adored છે
 •  કારણ કે તેમણે સંપત્તિ દેવી કહીએ છીએ.
 • છેલ્લા  ત્રણ દિવસ : ત્રણ દિવસ અંતિમ  શાણપણ ના દિવસો  છે , સરસ્વતી  દેવી  એટલે વિધ્યાની દેવી ..સરસ્વતિ ની  પૂજા અર્ચના કરવામાં આવેછે.  
 • જ્યાં શણપણ હોય ત્યાં  સારા વિચારો આવે ,ત્યાં સારાકર્મો પણ થાય છે..અને  જીવનમાં સફળતા મળે  છે, , તેથી નવરાત્રિ
 • માં ત્રણે માતા દુર્ગા, લક્ષમી અને સરસ્વતિ દેવી ની પુજા કરી મા ને પ્રસન્ન કરવામાં આવેછે.. મને મન વાછિત ફળ પ્રાપ્ત કરી શકાય છે.

નવરાત્રિ….ની ઉજવણી

 •   આઠમા દિવસે પરંપરાગત દુર્ગાષ્ટમી  જે બંગાળમાં મોટી છે
 • દક્ષિણ ભારતમાં કેટલાક ભાગોમાં ,માં  સરસ્વતીની  પૂજા 9 દિવસ પર થાય છે. અયુધા પૂજા દક્ષિણ ભારતમાં ઘણા ભાગોમાં માં મહાનાવામી દિવસ (નવમી) ની ઉજવણી પિપૂડાંવગાડી ને કરવામાં આવે છે. શસ્ત્રો, કૃષિ ઓજાર, સાધનો,  મશીનરી અને ઓટોમોબાઈલ તમામ પ્રકારના શણગારવામાં આવે છે અને દેવી પૂજા સાથે આ દિવસે પૂજા કરવામાં આવે છે. કામ આગામી દિવસ નવેસરથી શરૂ કરે છે, 10મો  દિવસ  ‘વિજયા દશમી’ તરીકે ઉજવાય છે એટલે. ઘણા દક્ષિણ ભારતમાં / શિક્ષકો શાળાઓ કે જે દિવસ થી શિક્ષણ કિન્ડરગાર્ટન બાળકો શરૂ કરો.ઉત્તર ભારતમાં,નવરાત્રિ  રામલીલા  ભજવી ને  ઉજવવામાં આવે છે. રાવણ, કુમ્ભકર્ણ, અને મેઘનાથ  ના પુતળાં નું દહન કરવામાં આવેછે..દેવ   (રામ)   એટ્લે શુધ્ધિ નો  અનિષ્ટ દળો ઉપર  વિજય્….દશ્મો દિવસ દસેરા તરીકે ઉજવવામાં આવે છે…
 • ગુજરાતમાં પણ અમુક પ્રાંન્તો માં ઘટ સ્થાપન કરવામાં આવે છે.. એટ્લે કે જ્વારા વાવી તેમાં અખંડ્ દિવો નવે નવ દિવસ પ્રગટાવવામાં આવે છે…માતાજી ને લાલ ચુંદડી થી અને ઘરેણાં થી  શણ્ગારવામાં આવે છે.તેમજ અષ્ઠ્મી ને દિવસે કુવારી કન્યાને બોલવી તેની  ચાંદલો કરી ને પુજા કરવામાં આવે છે અને તેને જમાડવામાં આવે છે..નવરાત્રી દરમ્યાન, દુર્ગા, લક્શમી ,ને સરસ્વતિ દેવી નિ નવે નવ દિવસ પુજા અર્ચના કરવામાં આવે છે.. અને માં ની શક્તિ ની ભક્તિ કરી ,  આરોગ્ય અને સમૃદ્ધિ રક્ષણ માટે તક આપવામાં આવેલ છે. આત્મનિરીક્ષણ અને આત્મ  શુદ્ધિકરણ માટે  એક સમય, નવરાત્રી પરંપરાગત નવા સાહસ શરૂ કરવા માટે એક પવિત્ર અને ધાર્મિક સમય છે.આ દરમિયાન ધાર્મિક પાલન પ્રતિબદ્ધ છે, માટી ની કાણાં વાળી  માટ્લી  (ઘટસ્થાપના) ઘર પર યોગ્ય જગ્યાએ સ્થાપિત થયેલ છે.તેમાં  એક દીવો રાખવામાં આવે છે નવ દિવસ માટે  માટ્લી માં દીવો  પ્રગટાવવામા આવે છે. માટ્લી બ્રહ્માંડનું , શરીર નું  પ્રતિક છે.. આ અવિરત પ્રગટાવવામાં દીવો માધ્યમ છે જેના દ્વારા   ઝળહળતું આદિશક્તિ, એટલે શ્રી દુર્ગાદેવી પૂજા થાય છે.. તે આપણી અંદર રહેલી જ્યોત એટ્લે કે આપણાં અન્તઃ કરણ માં રહેલાં પરમાત્મા ની શક્તિ નું એક પ્રતિક છે..અને છીદ્રો એ આપણા કાણાં વાળા અવયવો નું પ્રતિક છે…જ્યારે જ્યોત પ્રકટાવામાં આવે છે ત્યારે કાણાં વાટૅ પ્રકાશ બહાર આવે છે… એજ રીતે જ્યારે આપણું રુદય શુધ્ધ થાયછે…ત્યારે તેની જ્યોત આપોઆપ જ પ્રજ્વલિત થાય છે..અને આપણો પ્રકાશ બહાર આવે છે..સાધુ – મહાત્મા ની અંદર એટ્લી બધી શક્તિ હોય છે કે આપણને  તેની આજુ બાજુ પ્રકાશ નાં વલયો  નો આભાસ થાય છે…અને તેમના ચહેરા ઉપર પણ તેજ જોવાય છે..આમ આરાધ્ય દેવી ને પ્રસન્ન કરી તેનાં આશિર્વાદ મેળવવાનો સમયે એ ટ્લે  જ્ નવરાત્રિ….
 • નવરાત્રિ એટ્લે કે દેવી માં નું દર્શન કે પ્રદર્શન્….આજ નાં જમાના માં નવરાત્રિ એટ્લે જુવાનિયા માટે ની લવ- રાત્રિ બની ગઈ  છે… નવરાત્રિ આવે એટ્લે ૧૫ દિવસ પહેલાં ખુબજ સરસ તૈયાર થવું …તે માટે નવાં નવાં કપડાં ને ઘરેણાં  ખરીદવાં ..બ્યુટી પાર્લર અને મસાજ પાર્લર માં જવું ..છૂદણાં ની જેમ શરીર પર ટૅટૂ લગાડવાં…..વિગેરે વિગેરે…મહિના પહેલાં ક્લાસ ભરી જુદાં જુદાં સ્ટેપ્સ શીખવાં ….ને લોકો ને પોતાની તરફ આકર્ષવાં..આમ  નવરાત્રિેક દર્શન ને બદલે પ્રદર્શન બની ગઈ છે..જ્યાં જ્યાં નજર કરો ત્યાં માતાજી ની ભક્તિ ને બદલે ડાન્સ ફેસ્ટીવલ બની ગયો છે…યુવાન હૈયા જ્યારે હિલોળા ભરતાં હોય ત્યારે તેમેને મન નવરાત્રિમનાં નવ દિવસ માઝા કરવામાટે ની એક છુટ છાટ નાં દિવસો મળી જાય છે…ને એકાન્ત મળતાં ક્યારેક પગ લપસી જાય છે…તેથી જ નવરાત્રિ પછી  કેટ્લાં બધાં એબોર્શન નાં કેસ વધી જાય છે..નવરાત્રિ પર આજ્કાલ સમય ની પાબંધી લાગી ગઈછે.. તેથી મા-બાપ ને હાશ થઈ પણ ઘણાં જુવાનિયા નારાજ થયાં છે..ને તેમને ગુસ્સો પણ આવ્યો છે…પણ પાબંધી એક જરુરી જ છે…

  હા, પણ સમય જતાં હવે લોકો શેરી ગરબાં તરફ વળવા લાગ્યા છે…

  અસ્તુ …

આ વખતે સિનીયર સિટિઝન ની મીટીંગ  શાન્તિસદન સોસાયટી માં આશાબેનને ત્યાં રાખવામાં આવી..

ત્યાર બાદ અભિગમ ની બહેનો તથા સિનીયર સિટીઝન ના ભાઇ-બહેનો એ ગરબા તથા રાસ ની રમઝટ્ જમાવી ..

વડિલો થાકી ગયા પછિ બધાં  અન્તાક્ષરી રમ્યાં.. અને બધાં એ ખુબ જ આનંન્દ માણ્યો…

નાણાનું રોકાણ અને વસિયતનામું

asdesai-1

asdesai-5 asdesai-4 asdesai-3તારીખ-૧૦-૧૨-૧૨ નાં રોજ ગ્ર્પની બધી બહેનો એકઠી થઇ. દાહોદ નગરમાં જાણીતા એવા શ્રી, અશ્વિનભાઇ દેસાઇ કે જેઓ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાનાં નિવૃત્ત મેનેજર છે અને હાલ જેઓ દાહોદ અર્બન કો-ઓપરેટીવ બેન્કનાં ડાયરેક્ટર છે તેમણે બહેનોને નાણાંનાં રોકાણ (ઇનવેસ્ટમેન્ટ) કરવા માટેની વિવિધ રીતો, તેને અનુરૂપ રાખવની સાવચેતીઓ, વીલ(વસિયતનામું) વિગેરે પર ખૂબ જ માહિતીસભર અને રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. બધી જ બહેનોને તે ખૂબ જ ગમ્યું.વ્યાખ્યાનાનાં અંતે પ્રશ્નોત્તરીમાં પણ બહેનોએ ઉત્સાહથી ભાગ લીધો. આ વ્યાખ્યાનથી ઘણું બધું જાણવા મળ્યું.
તેમનાં વ્યાખ્યાનમાં
૧-વિવિધ કો-ઓપરેટીવ, તથા નેશનલાઇઝડ શીડ્યુલ તથા પ્રાઇવેટ મલ્ટીનેશનલ બેન્કોમાં કરાતા રીકરીંગ ડીપોઝીટ્સ તથા મુદતી ફીક્સ ડીપોઝીટો વિષે, લોન વિષેની માહિતી મળી
૨-પોસ્ટ ઓફિસમાં કરાતા રોકાણોની માહિતી મળી.
૩-મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેરોમાં કરાતા રોકાણોની માહિતી પ્રાપ્ત થઇ.
૪-સોના-ચાંદીની ખરીદી કરીને કરાતા રોકાણ વિષે માહિતી મળી.
૫- જમૉન અને મકાનોમાં (રીયલ એસ્ટેટ) કરાતા રોકાણો અંગે જાણવા મળ્યું.
૬-ગોલ્ડ સ્વરૂપે બેન્કો દ્વારા અને વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા બોન્ડ સ્વરૂપે કરાતા રોકાણોની માહિતી મળી.
૭-ખાનગી કંપનીઓની ફીક્સ ડીપોઝીટો અંગે પણ માહિતી મળી.
૮-વિમાનાં વિવિધ પ્રકરો અને કયા વીમા વધુ ઇચ્છનીય તે જાણવા મળ્યું.
૯-એન.આર.આઇ ખાતા અને તેમાં કરાતા વિદેશી મુદ્રાઓનાં રોકાણની રીત અને તેની ઉપયોગીતા વિષે પણ જાણવા મળ્યું.

 

ધર્મ અને ગ્રહો


તારીખ ૨૧ મી સપ્ટેમ્બરના રોજ બધી બહેનો દાહોદ નગરમાં આવેલા વૈજનાથ મહાદેવ પર ભેગી થઇ. મુંબઇથી દાહોદ આવેલા શ્રી.રમેશભાઇ વી. શેઠે ધર્મ વિષે અને ગ્રહોની માનવજીવન પર અસરો તેમજ ધર્મ અને ગ્રહો- વીષે પોતાનું વક્તવ્ય આપ્યું. બધાને ખૂબ જ સરસ માહિતી પ્રાપ્ત થઇ. તેમણે જે વક્તવ્ય આપ્યું તેના સારરૂપે કહી શકાય કે વિશ્વનાં તમામ ધર્મોને આપણે અનેક નદીઓનું જળ જેમ સાગર તરફ જ પ્રયાણ કરે છે તેમ દરેક ધર્મ એક જ સંકલ્પના દર્શાવે છે. માત્ર તેનાં રસ્તાઓ અલગ અલગ છે. અને ગ્રહો અને તેની અસરો પર કેટલાક લોકો જરા પણ માનતા નથી પણ તે એક વિશાળ વિજ્ઞાન જ છે અને દરેક ગ્રહની માત્ર સજીવો જ નહીં પણ નિર્જીવો પર પણ અસર થાય છે જ.

હકારાત્મકવિચાર વિકસાવવા

તારીખ ૧૬-૧-૨૦૧૧ ના દિવસે બીજો એક રચનાત્મક કાર્યક્રમ પણ યોજાયો.
દાહોદની  R & L Pandya Hoghscool માં વર્ષો સુધી ભાષાશિક્ષણ પ્રદાન કરી ચૂકેલા ભૂતપૂર્વ કર્મઠ શિક્ષિકા શ્રીમતી નયનાબહેન કડકીયાએ સકારાત્મક અને નકારાત્મક વિચારો વિષે  ખુબજ સરસ માહિતી પૂરી પાડી.એમના વ્યાખ્યાનથી સર્વે બહેનોને પ્રોત્સાહન અને આંતરિક બળ પ્રાપ્ત થયું. અત્યાર સુધીના અમારા કાર્યોને બિરદાવતાં તેમણે અમારા અભિયાનને આગળ ને આગળ ધપાવવા અનુરોધ કર્યો. તેમણે આપેલા વ્યાખ્યાનને સંક્ષેપમાં નીચે મુજબ વર્ણવીએ….
હકારાત્મકવિચાર અને નકારાત્મક વિચાર—
 હકારત્મક વિચારો અને નકારત્મક વિચારો એ આપણી મનની સ્થિતિ પર જ નિર્ભર છે.સામે આવેલી પરિસ્થિતિ ને માણસ કૈ દ્રષ્ટિથી  મુલવે છે,તે જ પ્રમાણે માણસ ના વિચારો ઉદભવે છે. સમાન સંજોગોમાં મૂકાયેલી વ્યક્તિઓ તે પરિસ્થિતિમાં અલગ અલગ રીતે વર્તે છે. જો અર્ધા ગ્લાસમાં પાણી ભરી અનેક વ્યક્તિઓને બતાવવામાં આવે તો તેમાંથી કેટલીક વ્યક્તિઓ કહેશે કે ગ્લાસ અડશો ભરેલો છે અને કેટલીક વ્યક્તિઓ કહેશે કે ગ્લાસ અડધો ખાલી છે. આવા ઉત્તર માટે આપણો દ્રષ્ટિકોણ જવાબદાર છે.આમ એક જ પરિસ્થિને માનવી પોતાની રીતે જુદી જુદી રીતે નિહાળે છે..મૂલવે છે. તે પ્રમાણે વિચારે છે અને તનાથી સર્જાય છે તેનું વલણ….તેનો જીવન પરત્વેનો દ્રષ્ટિકોણ.
ગ્લાસ અડધો ભરેલો છે તેમ કહેનાર વ્યક્તિ  હકારાત્મક વિચારો ધરાવે છે અને ગ્લાસ અડધો ખાલી છે તેમ કહેનાર વ્યક્તિ નકારાત્મક વિચારો ધરાવે છે.
નકારાત્મક વિચારો ધરાવતી વ્યક્તિનાં આ જ વિચારો તેના વાણી, વર્તન અને વ્યવહાર પર અસર કરે છે.ક્રમશઃ તે અધોગતિની ગર્તમાં ધકેલાતી જાય છે.આવા લોકો વારંવાર ઇશ્વરને ફરિયાદ કરતા રહે છે કે “આવું મારી સાથે જ કેમ ????”આથી જો વ્યક્તિ મારી પાસે શું નથી??નો વિચાર કરવાને બદલે મારી પાસે શું છે તેનો વિચાર કરે અને ઇશ્વરે મને જે કાંઇ આપ્યું છે તે મારી લાયકાત કરતાં અનેકગણું વધારે તેમ વિચારે તો તેનું ઉત્થાન જ થાય.મોટાભગના લોકોના જીવન માં જયારે દુખ આવે છે કે આફત નાં ડુંગર તૂટી પડે છે ત્યારે તેનામાં નેગેટીવ વિચારો જ આવે છે .પણ જીવન જ્યારે ખૂબ જ સરળ,આપત્તિઓવિહીન, સુખમય હોય ત્યારે તેનામાં પોઝીટીવ વિચારો જ હોય છે. જયારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે સહનશીલતા કેળવવી જરૂરી છે. મગજ શાંત રાખવું જોઈએ.તો તમે તે પરિસ્થિતિ પાર કરી શકો છો…આમ સ્થિતપ્રજ્ઞ રહેવું ખુબ જ જરૂરી છે.જ્યારે સાગરનાં મોજા ની સામે નાવ જાય ત્યારે તે ડૂબી જ જવાની છે અને આ સ્થિતિમાં મૂકાયેલો પ્રગટાવેલો દીવો ઓલવાઈ(બૂઝાઇ)જ જવાનો છે.આવું જ  આપણા મનનું છે. તેને કેળવવું એટલુ જ દુર્લભ છે.જો આપણે કૂતરા ને કેળવી શકીએ છીએ, તો આપણા પોતાના મનને પણ કેમ ના કેળવી શકીએ.???
આમ મનને હકારાત્મક વિચારોથી કેળવવું જોઈએ.જ્યારે બે મિત્રોમાં એક મિત્ર નકારાત્મક વિચારોવાળો હોય ને બીજો મિત્ર હકારાત્મક વિચારો વાળો હોય તો હકારાત્મક વિચારોવાળો ગમે તે પરિસ્થિતિ માં પણ ગભરાતો નથી.તેને હાર્ટએટેક આવવાની શક્યતા પણ ઓછી રહે છે. માટે જ કહ્યું છે કે ..         
જીવનને ના માનતો સજા, સ્રૂષ્ટિમાં બસ તારી મઝા હી મઝા
મસ્ત બની જીવન હું જીવું સદા, વિશ્વ બનાવું યાર થઇ વાહવાહ
આથી જ દુનિયા આપણને ના બદલી શકે પણ આપણે જ આપણી દિનિયાને બદલવાની હોય છે.આપણે આપણો દ્રષ્ટિકોણ બદલવાનો છે.
નિશા છો ને હો ભયંકર, ઉષા નવરંગ લાવે છે.
પતનનું હરએક પગથિયું, નવીન ઉત્થાન લાવે છે.
નિરાશાના પર્ણ ખંખેરી, નવી આશા પાંગરતી
શિશિરો તો સદાયે વસંતની પૂર્વગામી છે.
માટે જ તમે નકારાત્મક વિચારો ને તમારા પર પ્રભુત્વ ન જમાવવા દો. આવા વિચારોને દૂર કરવાનાં કેટલાંક અનુકરણીય પગલાંઓ અત્રે શબ્દોમાં કંડારું છું.                                                            

(૧) પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ રાખવો જરૂરી છે—ઇશ્વર જે કરે છે તે આપણા ભલા માટે જ .કરે છે.આપણે જે સ્થિતિમાં મૂકાયા છીએ તેને સહર્ષ તેનો સ્વીકાર કરવો જોઈએ.ભવિષ્યમાં કંઇક સારુંજ થવાનું હશે તે માટે જ આ વિકટ પરિસ્થિતિ આપી છે તેમ સમજી તેનો સ્વીકાર કરવો જોઇએ.

(૨)આત્મવિશ્વાસ-જો અડગ આત્મવિશ્વાસ કેળવવામાં આવે તો તે તમામ આપત્તિઓમાંથી વ્યક્તિને ઉગારી લે છે. કહેવાયું છે કે.
“અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો”
(૩)પ્રવ્રૂત્તિ—સતત તમે કોઈ ને કોઈ કાર્ય માં વ્યસ્ત રહો.તો તમને બીજા ફાલતુ વિચારો માટે નો સમય જ નહીં રહે… “નવરું મન,શેતાનનું ઘર” –“Empty mind is devil’s workshop”  હોય છે.
(૪)પ્રેમ અને લાગણી—આપણી સાથે સંકળાયેલા તમામ સજીવો માટે પ્રેમ અને લાગણીભર્યા સંબંધો કેળવીએ. જીવન અરીસા જેવું છે. અરીસામાં સામે જુવું હોય તેવું જ પ્રતિબિંબ પડે છે.તેવી જ રીતે તમે જેવું વ્ર્તન કરશો તેવું જ સામેની વ્યક્તિ તમારી સાથે કરશે. તમારો પ્રેમ અને લાગણીસભર વ્યવહાર ગમે તેવી કઠોર વ્યક્તિમાં પણ સ્નેહની સરવાણીઓ રેલાવશે.
(૫)સમાજ પરત્વેનું રૂણ અદા કરીએ—આપણને સમાજે જે આપ્યું  તે આપણે તેને કોઇને કોઇ રીતે પાછું આપીએ તેવી ભાવના વિકસાવવાથી નકારાત્મક વિચારો આપોઆપ દૂર થાય છે. આપનું આ પગલું પ્રશંસનીય તો હોય છે જ પણ તેની સાથેસાથે તે અજબ આત્મસંતોષ પણ આપે છે.
(૬)સદાયે હસતા રહેવું—કોઇ પણ પરિસ્થિતિનો હસતા મોંઢે સામનો કરવો તે ખૂબ જ મહત્વનું છે. “If winter comes ,can spring be far behind”

આમ હકારાત્મક વિચારોનાં તરંગો આપણી આસપાસનાં પરિસરમાં પ્રસરતાં બીજાને પણ હકારાત્મકતા બક્ષે છે. તેવી જ રીતે હકારાત્મક વ્યક્તિનો સંગ આપણને પણ હકારાત્મક બનાવે છે.
સુખી થવાને શાને કાજે માંગું હું વરદાન???
શેમાં છે કલ્યાણ મારું જાણે છે એ ભગવાન.
અને છેલ્લે….
                                                              
 The woods are lovely, dark and deep,
 But I have promises to keep,
 And miles to go before I sleep,
 And miles to go before I sleep.
 નયનાબહેનના આ વ્યાખ્યાને અમને બધાને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા.
અમે નક્કી કર્યું કે બધી બહેનોમાં કંઇક ને કંઇક અદભૂત શક્તિ રહેલી જ છે. તેને સર્જનાત્મક માર્ગે વાળવી અને રચનાત્મક કાર્યો કરવા તથા નવીન સર્જન કરવું, તેનું પ્રદર્શન કરવું. અને આ માટે નક્કર યોજના બનાવવાનું વિચાર્યું.