સંગ્રહ

‘સહયોગ ક્રુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ ‘રાજેન્દ્ર નગર,

20160918_123431

20160921_163052

 

તારીખ ૧૮ -૯-૨૦૧૬ ..રવિવાર….

તે દિવસે હિંમત નગર થી ૨૨ કીલો મીટર અને મોડાસા થી ૨૦ કિલો મીટર પ પર આવેલ રાજેન્દ્ર નગર,

‘સહયોગ ક્રુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ ‘માં જવાનું થયું….જ્યાં  મંદ બુધ્ધિ નાં  તેમજ કુષ્ટ રોગ નાં લોકો ને રાખવામાં

આવે છે…૩૧.૭૫ એકર માં મળેલી આ જમીન આ  જગ્યાની શરુઆત ૨૦ રક્ત પિત્ત અને ૬ મંદ ભુધ્ધિ ના બાળકો

વડે  થઈ….જેમાં હાલ ૧૦૪૫ જણાં રહે  છે…આ કેન્ર્દ માં રક્તપિત્ત ગ્રસ્ત લોકો, શારિરીક વિકલાંગો તેમના કુટંમ્બી જનો

અન્ય બિમારી થી અને સામાજિક સમસ્યાવાળિ વ્યક્તિઓ નવી  જિંદગી નો લાહવો લઈ રહ્યા છે.આવા માણસો આખા ભરત મા

ટથી અહિંયા આવે છે.તેમાં થી કેટલા અર્ધ અપંગ છે..તેઓ કાતણ- વણાટ ,ઘંટી , હોસ્પીટલ , ઓફિસ કામ, બાળ્કોતથા મંદ

બુધ્ધિ વાળા ની દેખરેખ રાખે છે.રસોડા વિ નું પણ કામ કરે છે.જેઓ તદ્દન અપંગ  છે ત લોકો અનાજ નિ સફાઈ

તથા સંસ્થાની સફાઈ જેવાં કામો કરે છે.આ એક સર્જન કરેલૂં રળિયામણુ ગામ છે…જ્યાં મન્દિર,ચુટણી બુથ, ઘરે ઘરે

તુલસી ક્યારો છે. જ્યાં રોજ સવારે ૭;૩૦ દિવો પ્રગટાવી પ્રથનાં કરવામાં આવે છે…ટ્રસ્ટ મફત રહેવાની ,શિક્ષણ ની ભોજન

ની ,ટ્યુશનની,સગવદતા આપે ચે. રમત ગમત, પ્રવાસ, સાંસ્કુતિક કાર્યક્રમ,જેવી અનેક વિધ પવ્રુતિ થાય છે…મંદ બુધ્ધિ

વાળા માટે સ્પીચ થૅરાપી,વર્તન સુધારણાં, વોકેશનલ ટ્રેનિંગ ,ટોયલેટ વગેરી ની તાલિમ અપાય છે.યાત્રી નિવાસ, પ

પ્રાથમિક શાળાંમાં જઈ અંન્ધ શ્ર્ધ્ધા નિવારણ પણ કરવામાં આવે છે.આશ્રમ વાસી ની સારવાર માટે  , સર્જરી નાં ઓઅપેરેશન સાથેની

૪૫ બેડ ની હોસ્પિટલ તથા એમ્બુલન્સની વ્યવસ્થા પણ છે.અશક્ત ,વ્રુધ્ધ ગાયો માટે તુલસી શ્યામ ગૈiશાળા,પણ

આવેલી છે….

.કુદરતી ,સ્વચ્છ વાતાવરણ,નાનામાં નાના ની જરુરિયાત પુરી પાડતી અને ઘર ને પણ ભુલાવી દેય એવી આ સંસ્થા ની મુલાકાત તો લેવા જેવી ખરીજ…

અમારા અભિગમ ની બહેનૉ તરફ્ થી અમે ફુલ નૈં તો ફુલ ની પાખડિ આપી અમે અમારા તરફ થી સેવા આપી…

Advertisements

જિલ્લાકક્ષા ની અંધ બહેનો નીપ્રાચીન અને અર્વાચીન ગરબાની હરીફાઈ

 

તારીખ ૨૦-૯-૨૦૧૬ મગળવાર્

નાં રોજ અભિગમની બહેનો ને બ્લાઈન્ડ વેલફેર ના મેનેજીગ ટ્રસ્ટી શ્રી યુસુફ ભાઈ તરફ થી દાહોદ માં પ્રથમ

વખત થતી સ્ટેટ લેવલ પર થનાર   જિલ્લા કક્ષા ની બધી જ’ અંધ શાળા’માંથી થનાર પ્રાચીન અને અર્વાચીન ગરબાની

હરીફાઈ જોવાનું આમંત્રણ તેમજ મોકો મળ્યો…ગુજરાત નાં જુદા જુદા જિલ્લામાં થી કુલ ૬ શાળા એ ભાગ લિધો હતો..

ભાગ્ લેનાર બહેનો માંથી ૫૦% બહેનૉ બીલકુલ જોઈ શકાતી ન હતી..ગરબા જોયા પછી તો ખ્યાલ જ ના

આવે કે આબહેનોજોઈ નથી શકતી..સુન્દર પરિવેશ માં સજ્જ બાળા ગરબા કર્તાં કરતાં ન તો કોઈ ભુલ કરતાં કે

નતૉ અથડાતાં જોવા મળી …વળીજુદા જુદા પહેરવેશ માં બહેનો ખુબજ સુંન્દર લાગતી હતી…વાહ્! કહેવં પડે… બહેનો   હાથંમાં દિવો , ને માથે માતાજી નીસ્થાપના વાળિ મડુલ, તો કોઈ ગ્રુપે મંજીરા, તો કોઈ ગ્રુપે બેડાં માં પ્રગટેલ દિવા સાથે  જુદાં ગરબાં પ્રાચીન અને અર્વાચીન     ગરબા પ્રદર્શિત કર્યા.ખરેખર!!!, આટલી બધી અંધ બહેનૉ ને એક સાથે જુદાં જુદાં ગરબાં જોવાનો લાહ્વો તો અમારી બહેનોપ્રથમ વખત જ મળ્યો… તેમનૉ પ્રયત્ન ખુબ  પ્રશંશનીય છે…. તેમને.ગમ્મે તેટલી મુબારક બાદી  આપો તો પણ ઓછી  પડે…

અભિગમની બહેનો એ પણ બધીજ ભાગ લેવાવાળી બહે નો તથા ગાવા વાળી બહેનો ને પ્રોસ્તાહન  રુપે પર્સ તથા રુમાલ  ભેટ  આપ્યાં…

અનેક તામાં આ એકતા જોવાનો લાભ લઈ અમે તો ધન્ય થઈ ગયાં   અને સુન્દર કાર્યક્રમ ને . વાગોળતાં . વાગોળતાં   ઘરે ગયાં..

 

અંધશાળામાં-૨૦૧૦

તારીખ-૨૬ ઓગસ્ટના રોજ બધી બહેનો રક્ષાબંધન પર્વનિમિત્તે દાહોદની છાપરી મુકામે આવેલ અંધશાળામાં ગયા.

સૌ પ્રથમ અંધવિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન થયું..


તેમણે ખૂબ જ સરસ પ્રાર્થના ગાઇ..તેમના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું.

આમારા ગ્રૂપની એક બહેને વિદ્યાર્થીઓ સમક્ષ અમારા સર્વેનો પરિચય આપ્યો અને અંધશાળાની મુલાકાતનો હેતુ જણાવ્યો.ત્યારબાદ ત્રણ જૂથમાં-ધોરણ ૧ થી ૪, ધોરણ ૫ થી ૮, ધોરણ ૯ થી ૧૨ વિદ્યાર્થીઓની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું. તેમેને વિષયો પહેલેથી જ આપી દેવામાં આવ્યા હતા.

Continue reading

ઇનામી શાળામાં “કન્યા કેળવણી”

દાહોદ પાસે આવેલા બોરડી ગામની ઇનામી પ્રાથમિક શાળામાં અમે બધી બહેનો પહોંચ્યા. આ શાળામાં ૩૭૬ વિદ્યાર્થીઓ છે અને ૬ ભાઇઓ અને ૬ બહેનો એમ કુલ ૧૨ શિક્ષકોનો સ્ટાફ છે. શાળામાં ૧ થી ૮ ધોરણ છે. શાળાનું વાતાવરણ કોઇને પણ આકર્ષે તેવું છે..શિક્ષકોનો માયાળુ સ્વભાવ, વિદ્યાર્થીઓનો પ્રેમ અને શીખવાની તત્પરતા ગજબની  છે. શાળાનાં વર્ગખંડો અને લોબીની દીવાલો પર ખૂબ ધ્યાનાકર્ષક સુવાક્યો લખેલા છે. કમ્પાઉન્ડની દીવાલો પર પણ વિવિધ યોગાસનોનાં ચિત્રો દોરેલા છે.. મુદ્રાવિજ્ઞાનની વિવિધ મુદ્રાઓનાં  ચિત્રો પણ દોરેલા છે. દરેક વર્ગખંડમાં શિક્ષણની વિવધ પ્રયુક્તિઓ સૂચવાતા જાતે બનાવેલા, સસ્તા પણ અત્યંત મહત્વના મોડેલ્સ લગાવેલા છે. અને શાળાનો નાનકડૉ બગીચો તો “વાહ…વાહ” બોલાવી દે તેવો છે. તેમાં ઔષધિય વનસ્પતિઓ ઉગાડેલી છે અને દરેક વનસ્પતિ પાસે તેનું નામ લખેલા બોર્ડ લગાવેલા છે.

ત્યાનાં આચર્ય શ્રી બળવંતસિંહ ગોહિલ અને શિક્ષિકા શ્રીમતી રાધાબેન નું  અમને  આમંત્રણ હતું. આ આમંત્રણને સ્વીકારી  “કન્યા કેળવણી” નું એક મહત્વનું કાર્ય પણ કરવાનું હોવાથી અમે ત્યાં ગયા.

 ધોરણ-૫   થી ૮ ની લગભગ ૬૦ જેટલી છોકરીઓ અમને સોંપવામાં આવી. અમે તેમને ૪-૫ ના જૂથમાં વિભાજીત કરી જેથી દરેક બહેન પાસે ૪-૫ છોકરીઓ આવે. અમે ઘેરથી સોય,દોરાનાં રીલ,બટન,કાપડ વિગેરે સાથે લઈને ગયા હતા. છોકરીઓને જીવનમાં ઉપયોગી નીવડે તેવું કાંઇક શીખવવાની અમારી ઇચ્છા હતી. અમે છોકરીઓને ફાંટ(સાદો ટાંકો),ઓટણ, બખીયો લેતા શીખવાડ્યું. ગાજ કેવી રીતે કરવા,સીવવા, બટન કઈ રીતે ટાંકવા, હૂક કઈ રીતે લગાવવા તથા આઇ કઈ રીતે કરવી તે શીખવ્યું

. Continue reading