સંગ્રહ

અભિયાન –૩ પર્યાવરણ બચાવો… ફનફુડફેર-૨૦૧૧-૧૨

——————————————————————————–

—————————————————————————————

———————————————————————————–

દાહોદમાં પ્રત્યેક વર્ષે ઉજવાતા ફનફુડફેરનું આ વર્ષે પણ આયોજન થયું. તારીખ-૩૦/૩૧/ડીસેમ્બર અને ૧ લી જાન્યુઆરીમાં તે યોજાયો. અમારા અભિગમ ગ્રુપની બહેનોએ પણ  આ વર્ષે ખાણીપીણીનો એક સ્ટોલ રાખ્યો.

————————————————————————————

તેમાં ચાર આઇટમો મુકવામાં આવી-
(૧)દહીંવડા (૨)ઇડલીસંભાર (૩)ટોમેટોસુપ અને કોમ્બોડીશ.આ ઉપરાંત બાલાજી નમકીન અને પાપડના ગુલા પણ ખરા જ….કોમ્બોડીશમાં દહીંવડા, ઇડલી સંભાર, સુપ ત્રણે નો સમાવેશ કર્યો અને આ ડીશ લેનારને બાલાજી નમકીનનું એક પેકેટ ફ્રી આપવામાં આવ્યું.

    

————————————————————————————

અમારો તો પહેલો જ અનુભવ હતો પરંતુ દાહોદ નગરની જનતાએ અમને જે સાથ અને સહકાર આપ્યો અને અમારા આ પ્રથમ પ્રયત્નને બીરદાવ્યો તથા પ્રોત્સાહન પુરૂં પાડ્યું તે બદલ અમે સર્વના આભારી છીએ.

——————————————————————————————

————————————————————————————-

આ વર્ષે યોજાયેલ ફનફુડ ફેરમાં ભાગ લેવાનો અમારો મૂળ ઉદ્દેશ તો દાહોદ નગરની જનતા  પ્લાસ્ટીકનાં ઝભલાનો ઉપયોગ બંધ કરે અને તેનાં વિકલ્પ રૂપે કાપડની કે કાગળની કોથળીઓ અને થેલીઓનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવામાં પોતાનું મહત્વનૂ યોગદાન આપે તે હતો જે અમે ખૂબ જ સારી રીતે પ્રતિપાદિત કરી શક્યા.

—————————————————————-

————–

Advertisements

આરતીની થાળીની સજાવટ

 

નવરાત્રિનાં દિવસો હતા અને ગ્રુપની બધી બહેનોએ નક્કી કર્યું કે હવે મળીએ ત્યારે બધા જ બાંધણી પહેરીને આવે અને સાથે સાથે આરતી માટેની થાળી પણ સજાવીને લેતા આવે.નવું નવું જાણવાની સાથે સાથે  કઇક તો નવું કરવું તો જોઇએજ ને??

અને સાચે જ 

મનમોહક રંગોની શોભતી બહેનો હાથમાં સજાવેલી આરતીની માટેની થાળી લઇને આવી પહોંચી….

મા દુર્ગા,અંબામા,બહુચરમા કે કાલિકા માતાને પણ ધરતી પર પ્રગટવાનુંમન થઇ આવે તવું રૂડું દ્રશ્ય સર્જાયું.

આ સાથે આરતી માટે શણગારેલી થાળીઓમાંથી કેટલીક અહીં દર્શાવી છે.