સંગ્રહ

પુસ્તકનો પરિચય-1

અભિગમનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યા પછીની પ્રથમ મીટીંગ એક બહેનના ઘેર, તારીખ=૮-૭-૨૦૧૦ ના રોજ યોજાઇ. તેમાં વર્ષ ૨૦૧૦-૧૧ નાં નવા ચાર સભ્યોનું સ્વાગત કરાયું.

૨૦૦૯-૧૦ ના ખર્ચના હિસાબની માહિતી બધી બહેનોને આપવામાં આવી અને અભિગમનાં જન્મદિવસે આવેલા મહેમાનોએ આપેલા પ્રતિભાવો પણ વાંચી સંભળાવ્યા.

અને હવે નવા વર્ષમાં કઇ કઇ પ્રવ્રૂત્તિઓ નજીકનાં ભવિષ્યમાં કરવી તેની ચર્ચા કરી. 

આ દિવસે હવે નવા વર્ષમાં સૌ પ્રથમ “બોન્સાઇકળા” વિષે માહિતી મેળવવા અને તેનું નિદર્શન યોજવાનું નક્કી કર્યું.

આ નવા વર્ષમાં દરેક બહેન પોતે જે પુસ્તક વાંચ્યું હોય તેનો પરિચય આપે અને તમાં સમાવિષ્ટ કરેલી વિષયવસ્તુને વાંચી સંભળાવે.તેનાં ઉપક્રમે એક બહેને ,ડૉ.દોલત ભાઇ દેસાઇનાં પુસ્તક “પરમ ને પામવા કાજે, મનમાં બસુરી બાજે..”નો પરિચય આપ્યો જેની વિગત નીચે પ્રમાણે છે.

દોલતભાઈ દેસાઈ ની શૈક્ષણિક સિધ્ધી પ્રસિધ્ધિઓ,યશગાથાઓ વિવિધ સ્થળો એ અને પ્રસંગોએ આપેલા માહિતી સભર પ્રવચનો,વ્યખાનો વગેરેથી કદાચ આપણે બધાં માહિતગાર ન હોઇએ ,પણ એમના જ શબ્દોમાં કહીઍ તો “કસ્તુરીની સુગંધની ખાતરી દેવડાવવાની જરૂર ન હોય”…. તેઓ વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  છે. મધુરતા ,નિખાલસતા, સરળતા એમના સ્વભાવમાં વણાયેલાં છે…. આ પુસ્તક માં ગુરુ શિષ્ય નાં સંવાદ રુપે પ્રશ્નોત્તરી નાં માધ્યમ થી નવો અભિનવ પ્રકાર રચ્યો છે..નવો દ્રષ્ટિકોણ આપ્યો છે..આ પુસ્તકે એમના ગહન ચિંતન અને મનન ના અર્ક સમુ છે.. સુત્ર સંપુટ છે. વાર્તા સંગ્રહ કે નવલકથા નથી.. તેનાં વિવિધ પ્રકરણો અને તેમાં આલેખેલું વિષયવસ્તુ આ પ્રમાણે છે.

૧) તમે—– તમે સાધક છો, તમે સાધન છો, તમે જ સાધ્ય છો

૨)તમારામાંના અનેક જણ… આપણાં માં અનેક જણ વસે છે..પુત્રી, પત્ની ,માતા, બહેન.,દેરાણી, કે જેઠાણી, કાકી ,ફોઈ માસી ,મામી વિ…એક માં અનેક જ્ણ વસે છે.બધાજ સ્વરુપે ભાગ ભજવવાનો હોય છે..તમારામાં અન્ય કોઇ વસે છે ..દરેક માં એક સર્જક વસે છે.

 ૩)પોતાની જાતની ખોજ કરવા નીકળેલા અંતર્યાત્રી…….. હું કોણ? હાથ, શરીર ,મન, બુધ્ધિ..કંઇજ નહીં.આમાંનું આપણે કશુંજ નથી..પણ એક આત્મા છીએ. અન્ય કોઇ શરીર થી અલગ. એક શાક્ષી ભાવ છે..

૪)સ્વભાવ….. આપણાં માં વણાયેલો એક ભાવ છે. કુહાડીનો સ્વભાવ કાપવાનો છે. ચંદન નો સ્વભાવ સુગંધ આપવાનો છે.. કુહાડી ચંદન ના ઝાડ ને કાપતી જ રહે છે..પણ ચંદન તેની સુગન્ધ કુહાડી માં આપ્યા વગર રહેતોજ નથી …પોતે પોતાના સ્વભાવ છોડી શકતા નથી.

૫)ભોજન…….. તમારા શરીરની ચાલક શક્તિ છે.

૬)નિદ્રા….. એ સ્વાસ્થ્ય નું ચિન્હ છે.આપણી તાજગી નું પરિબળ છે.સહચરી છે.જીવાદોરી ની એક ચાવી છે. મન ને આરામ દેવાની એક કરામત છે.

૭)વર્ષગાંઠ… એ છે કેવળ ઘટના વચ્ચે ના અન્તર નુ એક નામ.ઘટના માં પડી એક ગાંઠ.ગયાવરસ ની ઘટના ના ફુલો ને તમે એક ગઠન માં બાંધો છો.એથી થઈ વર્ષગાંઠ..વર્ષગાંઠ ના દિવસે સૌ પ્રથમ પ્રભુ ને નમસ્કાર કરજો.

 ૮) ક્ષણ… બે ઘટના વચ્ચેનું કલ્પીત અંતર નું નામ એ છે ક્ષણ. –

૯) મા -બાપ… આ જન્મમાં એક જ તિર્થ સ્થાન તમારી પાસે છે તે છે તમારા માતા -પિતા…તમે જે છો અથવા તમે છો તેનું મુળ કારણ જ તમારા માતા- પિતા છે.

૧૦) પતિ -પત્ની… બે નું મિલન અને ત્રણ અવસ્થાઓ છે.૧.નવ પરણ્યાની મુગ્ધા અવસ્થા.૨.મધ્યાહ્ન અવસ્થા…બાળકો ને મોટા કરવા…અને વ્યવસાય માં સમય વિતાવવો..૩.સંધ્યાકાળ… જુવાની માં વાવેલા આમ્રવ્રુક્ષ જેવું એમાં માધુર્ય હોય છે.

 ૧૧)સંતાન.. એટલે કે આવતી કાલ..ખેડૂ એ વાવેલાં દાણાં માંથી ફુટેલો ફણગો..નિજ નાજ એક અંશ નું ખીલવું . તમારી વ્હાલામાં વ્હાલી વ્યક્તી એટલેજ સંતાન. તમે અને તે મળી ..તેનાજ મિલન માં થી નિપજયા સંતાન..જે એક દિવસ તમારા મિત્ર સરીખા બનીને રહેશે. —સૂર્યાસ્ત તરફ ની તમારી દ્રષ્ટી ને દેખાશે તમારા માતા- પિતા.. —પૂર્વ તરફ દ્રષ્ટિ કરશો તો સૂર્યોદય ની દ્રષ્ટિ થી દેખાશે તમારાં સંતાન…

 ૧૨) પત્નીને શીખ.. તેના અહમ ને ઠેસ પહોંચાડીશ નહીં…એ હતાશ થાય ત્યારે આશા દે જે ..એ ઝડપ થી ચાલે ત્યારે સંયમ ની બ્રેક મારજે… એને જરુર પડે છે ૠજુતા ની..એનાથી પોશજે..

૧૩) પતિને શીખ.. જોજે તુ એક મ્રુદુ વેલી સાથે પ્રેમ કરી રહ્યો છે..એ બહુ નાજુક છે ..એ સંવેદનની બંસરી છે..ને લાગણી ની સિતાર છે..મૃદુ ફુંક વડે બન્સી બજે. મૄદુ હાથ વડે સિતાર બજે..લાગણી પર ક્ઠૂરાઘાત ન કરીશ..એક્વાર મુરજાવા માંડશે તો પછી નહીં પાંગરે.. એકબીજાની અવગણના નાકરશો.. એક્બીજાવિના અધુરાં છો..

૧૪) લગ્ન.. એ છે બે વ્યક્તી ના સુભગ મિલન નો યોગ..લગ્ન છે લતા મંડપ ના ફુલોની ફોરમ .. લગ્ન છે પ્રેમ પ્રવાહ જોડતા કિનારા. વાસ્તવિક ભૂમી પર રચેલા આશાના મિનારા….એમના વ્યક્તિત્વ નો એક ભાગ તમને દીધો, તમે તમારા વ્યક્તિત્વનો એક ભાગ કોઇ આપ્યો.. આ આદાન-પ્રદાન ની પ્રક્રિયામાં કઈંક પામ્યા છીએ.. ગુમાવ્યું નથી કશું તમે.. પરાધીન થઈ મુક્ત થવાનું ,ગાવા નું ગીત એટલે જ લગ્ન..

Advertisements