Archives

ગણપતિ અંગે ચર્ચા -વિચારણા કરવામા આવી..

તા-૨૬-૮-૨૦14ganapati

                                                                         

મંગળ વાર ના  દિવસે  અભિગમ  ગ્રુપની બહેનો વૈજનાથ મહાદેવ પર ભેગી થઈ …ગણેશ ચતુર્ઠી ખુબ જ નજકીદ હતી ..

તેથી બહેનો એ વિષય નક્કી કર્યૉ ગણપતિ નો….

શા માટૅ ગણપતી ને વિઘ્નહ્ર્તા  કહેવામાં આવે છે?શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.

તેમના શરીર નાં અંગો, તેમનૂં વાહન્ ,તેમનાં આભુષણો,તેમનો પ્રસાદ મોદક વગેરે અંગે

Symbolism-of-Lord-Ganeshaચર્ચા -વિચારણા કરવામા  આવી..

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

 • પિતા- ભગવાન શિવ
 • માતા- ભગવતી પાર્વતી
 • ભાઈ- શ્રી કાર્તિકેય
 • બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
 • પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
 • પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
 • પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
 • પ્રિય પુષ્પ- લાલ રંગનાં
 • પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
 • અધિપતિ- જલ તત્વનાં
 • પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ

વેદમાં ગણપતિને ઓમકાર સ્વરૂપ પરબ્રહ્મ ગણાવાયા છે

Bhaskar News, Mehsana |Aug 14, 2011, 00:12AM IST

Meh_Ganeshaશિવ-પાર્વતીના પુત્ર ગણપતિ તો સર્વ દેવોમાં સૌથી પ્રથમ પૂજાના અધિકારી મનાયા હોવા છતાં, તેમનો આકાર કંઈક વિચિત્ર કે કઢંગો છે! ગણપતિની આકૃતિનું રહસ્ય પણ સમજવા જેવું છે. વૈદિક ‘ગણપત્યથર્વશીર્ષ’માં કહ્યું છે કે ઓમકારનું જ પ્રત્યક્ષ સ્વરૂપ એટલે ગણપતિ. ગણપતિનો આકાર પણ દેખાવે ઓમજેવો છે. આ સંદર્ભમાં જ, વેદો અને પુરાણોમાં ગણપતિજીને ઓમકાર સ્વરૂપ પરબ્રહ્મ માન્યા છે. પૂર્ણબ્રહ્મ તો અજ કે અજન્મા હોઈ, માનવની માફક તેમનો જન્મ ન થાય. પૌરાણિક કથાઓમાંથી સ્પષ્ટ થાય છે કે ગણપતિનો જન્મ માતા પાર્વતીની કુખે નથી થયો, પરંતુ શરીર ઉપરના મેલના પિંડમાંથી થયો છે. તેથી આજે પણ ગણપતિ-મહોત્સવ પ્રસંગે માટી જેવા પદાર્થોમાંથી બનાવાયેલી ગણપતિની મૂર્તિઓની પૂજા થાય છે. ગણેશ તો ‘સિંદૂરિયા’ અને ‘એકદંત’ કહેવાયા છે. ગણેશપુરાણની કથા પ્રમાણે સિંદૂર નામના રાક્ષસે એકવાર ગણેશજીને નર્મદા નદીમાં ફેંકી દીધા. પરંતુ ગણપતિએ અંતે સિંદૂરાસુરને હણી નાખ્યો. આ ઝપાઝપીમાં, ગણેશનો એક હાથી-દાંત તૂટી ગયેલો, તેથી તે ‘એકદંતી’ કહેવાયા. સિંદૂરાસુરના લોહીથી ગણપતિએ પોતાના દેહ ઉપર લેપ કર્યો. આથી ગણપતિને એવા રંગનું સિંદૂર પ્રિય થઈ ગયું. આજે પણ નર્મદામાંથી ‘સિંદૂરિયા ગણપતિ’ની મૂર્તિઓ પ્રાપ્ત થાય છે. બ્રહ્મપુરાણની કથા પ્રમાણે ગણેશજી ખાઉધરા હતા. ખૂબ તૃ’ થઈ ગયા હોય, તો પણ તે માતાનું સ્તનપાન કર્યા કરતા; તેથી તે ‘લંબોદર’ (લાંબા-મોટા પેટવાળા) થઈ ગયા! ગણપતિ તો ‘મોદકપ્રિય’ છે; તેથી તેઓ એક હાથમાં લાડુ રાખે છે. એકવાર દેવોએ પાર્વતીને અમૃતનો લાડુ (મોદક) આપ્યો. બન્ને પુત્રોએ માતા પાસે લાડુ માગ્યો. માતા પાર્વતીએ કહ્યું કે તમારા બન્નેમાંથી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવશે, તેને લાડુ આપીશ. કાર્તિકેય તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા. પરંતુ બુદ્ધિના દેવ ગણપતિ તો માતા-પિતાની પ્રદક્ષિણા કરીને ઊભા રહી ગયા! કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરી પછા ફર્યા. માતાએ બન્નેને જણાવ્યું કે માતા-પિતાની પ્રદક્ષિણા-સેવા તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં ચિઢયાતી છે. ગણેશે સાચી પ્રદક્ષિણા કરી છે; તેથી આ મોદક હું તેને આપું છું. આ રીતે ગણેશજીના હાથમાં લાડુ આવી ગયો! માનવ-સમાજના વિકાસ માટે ‘સૈનિક’ અને ‘વિદ્વાન’ બન્નેની જરૂર છે. શિવ-પાર્વતીનો એક પુત્ર કાર્તિકેય દેવોનો સેનાપતિ છે, તો બીજો પુત્ર ગણેશ બુદ્ધિશાળી વિદ્વાન છે. ગણપતિની શક્તિ અદ્ભુત છે. હાથીનું મસ્તક, હાથી જેવા કાન, હાથી જેવડું પેટ અને સૂંઢ જેવું નાક ગણપતિની મન-બુદ્ધિની વ્યાપકતા, વિશાળતા, સહિષ્ણુતા અને વિરાટતા સૂચવે છે. ગણપતિ તો ધૈર્ય, બુદ્ધિ અને જ્ઞાનના દેવ છે. એમના હાથીના મસ્તકથી આ વાત સ્પષ્ટ થાય છે. એમના કાન સૂપડા જેવા ખૂલ્લા. તે સહુનાં દુ:ખ-દર્દ ખૂલ્લા કાને સાંભળી એનું નિવારણ કરે છે. ઝીણી નજરે તે સૌનાં વિઘ્ન-દુ:ખ નિહાળે છે અને વિઘ્નહર્તા બને છે. મોટું ઉદાર પેટ રાખીને એ સૌનું કલ્યાણ કરે છે. રિદ્ધિ અને સિદ્ધિ નામની એમની બે પત્નીઓ છે. એ રીતે ગણપતિ રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણાયા. એમનું વાહન ઉંદર તો ખૂબ ઝીણું કાતરે છે. બુદ્ધિના દેવ ગણપતિ પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી બારીક વિશ્વેષણ કરી એનો સાર કાઢી આપે છે. વિદ્યા-સાહિત્યના રક્ષક તરીકે તેમની લહિયા (લખનાર) તરીકેની કામગીરી જાણીતી છે. આવા îકાર સ્વરૂપ ગણેશને આપણે નમન કરીએ : ઓમ ગણેશાય નમ: ।

સીનીયર સીટીઝન ભાઈઓ અને બહેનો માટે એક રવિવાર ની સરસ ચર્ચા સભા

અભિગમ ગ્રુપ ની બહેનો દ્વારા સીનીયર સીટીઝન ભાઈઓ અને બહેનો માટે એક રવિવાર ની સંધ્યા એ સરસ ચર્ચા સભા નું આયોજન કરવામાં આવ્યું હતું,ચર્ચાના વિષયો હતા ૧,સાઈંઠ પછી શું ?. ૨ હું અને સમાજ’ સભામાં હાજર રહેલ સહુ વડીલો પાસે આ વિષય માટે કૈંક કહેવું હતું,,બહુ ઉત્સાહ થી આ ચર્ચા ને રસપ્રદ બનાવી હતી..સભાનો સુર કૈંક આવો રહ્યો કે પરિવર્તનશીલ જમાનામાં વડીલો બાળકો યુવાનો અને સમાજ સહુ એ સમજી વિચારીને કૈંક ઘટતું કરીને પરસ્પર સમજીને રહીશું તો જ જીવન નો આનંદ માની શકીશું.સરસ મઝાની સભાના અંતે શાહુ નાસ્તો કરીને છુટા પડ્યા.. .

ગુસ્સો-ચર્ચાસભા

તારીખ ૧૫મી જૂનના દિવસે અભિગમગ્રુપની બધી બહેનો ભેગી થઇ અને પોતાનો વેકેશનનો સમય પસાર કર્યો તેની દરેક બહેને માહિતી આપી. આ મીટીંગ માટે અગાઉથી બધી બહેનોને જણાવવામાં આવ્યું હતું કે “ગુસ્સો” પર દરેક બહેન પોતાના વિચારો લખી લાવે અને મીટીંગમાં તે રજૂ કરવાનાં રહેશે,આથી બધી જ બહેનોએ પોતાના વિચારો રજૂ કર્યા જેના નિચોડ સ્વરૂપે જે માહિતી એકત્રિત થઇ તે નીચે પ્રમાણે છે.

ગુસ્સો એટલે શું??

આપણા મન અને ચહેરાનાં જુદાજુદા ભાવો હોય છે, જેમકે આનંદ,પ્રેમ,સહાનુભૂતિ,વ્યથા…..તેમ ગુસ્સો પણ એક ભાવ છે. જે ચહેરા,શબ્દો, શરીર કે અન્ય રીતે પ્રગટ થાય છે.

ગુસ્સાનાં પ્રકારો

ઉદભવની રીતે ગુસ્સાનાં બે પ્રકારો છે.

(૧)બાહ્ય ગુસ્સો અને (૨) આંતરિક ગુસ્સો

બાહ્ય ગુસ્સો-તે બાહ્ય રીતે ઉદભવે છે અને તે માત્ર ઉપરછલ્લો કે ક્ષણિક જ  હોય છે. થોડીક જ વારમાં તે શમી જાય છે. 

આંતરિક ગુસ્સો- તે શરીરની અંદરથી ઉદભવે છે.

(૧)ગુસ્સો આવવાનાં કારણો.

ગુસ્સો આવવાનાં અનેક કારણો છે જેમાંના કેટલાક નીચે દર્શાવ્યા છે.

-જ્યારે વ્યક્તિ પોતાની હારને પચાવી શકતી નથી ત્યારે તે ઘટના કે વ્યક્તિ પર ગુસ્સો આવે છે.

-પોતાનીથી ડરતી વ્યક્તિ પર કાબૂ રાખવા માટે અથવા વ્યક્તિ પાસે ધાર્યું કરાવવા માટે ગુસ્સો કરવામાં આવે છે.

-પોતે ખૂબ જ શક્તિશાળી છે તેવું પ્રસ્થાપિત કરવા અને બીજા પર રૂવાબ જમાવવા તથા લોકોનું ધ્યાન ખેંચવા ગુસ્સો કરાય છે.

-પોતાના કરતાં વ્યક્તિ વધુ સમથ હોય અને તે પોતાના કરતાં વધુ સારી દેખાશે તેવું લાગે ત્યારે ગુસ્સો કરાય છે.

-ગુસ્સો તે માનવ સ્વભાવ છે તેમ સ્વીકારીને ગુસ્સો થાય છે.

-જ્યારે વ્યક્તિની ઇચ્છામુજબ કોઇ કામ ન કરે અથવા ઇચ્છિત પરિણામ ન મળે ત્યારે ગુસ્સો આવે છે.

-જ્યારે વ્યાક્તિ અન્ય કોઇ પાસે કે પોતાની જાત પાસે વધુ અપેક્ષાઓ રાખે અને તે ફલીભૂત  ન થાય ત્યારે ગુસ્સો આવે છે.

-જ્યારે પોતાનો અહમ ન સંતોષાય ત્યારે ગુસ્સો આવે છે.

ગુસ્સાની અસરો

૧- ગુસ્સો આવવાથી વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે.

૨-ગુસ્સો આવવાથી હ્રદયનાં ધબકારા વધી જાય છે જેની સીધી અસર વ્યક્તિના શરીરમાં ફરતા લોહીનાં પરિભ્રમણ પર થાય છે.જેથી હાઇ બ્લડ પ્રેશર ઉત્પન્ન થાય છે.જો વ્યક્તિનિ ગુસ્સો કોઇ કારણસર કાબૂમાં ન આવે તો બ્રેઇન હેમરેજ થવાની શક્યાતા રહે છે.

૩-માનસિક તણાવ ઉત્પન્ન થાય છે.

૪-શરીરની નસો અને સ્નયુઓ ખેંચાય છે. કેટલીક વખત અતિશય ગુસ્સાને કારણે વ્યક્તિ પક્ષઘાત(પેરાલીસીસ)નો ભોગ પણ બની શકે છે.

૫-જે વ્યક્તિ વારંવાર નાની નાની બાબતમાં ગુસ્સે થતી હોય તો તેની યાદશક્તિ ક્રમશઃ ઘટતી જાય હ્હે અને જો તે સભાન ન બને તો હંમેશને માટે યાદદાસ્ત ખોઇ બેસે છે.

૬-કેટલીક વખત ગુસ્સમાંને ગુસ્સામાં વ્યક્તિ મારામારી કરી બેસે છે જેથી શારીરિક ઇજા પોતાને અને સામેની વ્યક્તિને થઇ શકે છે.

૭-ઘણા કિસ્સાઓમાં નોંધાયું છે કે કેટલીક વ્યક્તિ પોતાના ગુસ્સ્ને કાબૂમાં ન રાખી શકે તો ક્યારેક સામેની વ્યક્તિનું ખૂન પણ કરી બેસે છે પરિણામે તેને જન્મટીપની સજા ભોગવવી પડે છે.

૮-અતિશય ગુસ્સાવાળી વ્યક્તિથી બધા જ ભાગતા ફરે છે પરિણામે તે વ્યક્તિ અંગત સંબંધો અને સ્વજનો ગુમાવે છે.

૯-કેટલીક વખત વ્યક્તિ ગુસ્સો કરવા છતાં પોતાનું ધર્યું ન કરાવી શકે તો પોતે જ હતાશનો ભોગ બને છે(ડીપ્રેશન) આવી વ્યક્તિઓ ક્યારેક પોતાની જાતને જ શારિરીક અને માનસિક ઇજા પહોંચાડે છે અથવા આત્મહત્યા પણ કરી બેસે છે.

૧૦-ગુસ્સાને કારણે વ્યક્તિની વાચા, દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ પર પણ અસર થાય છે.

૧૧-વ્યક્તિ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવે છે.

૧૨-ગુસ્સાને કારણે વ્યક્તિના શ્વાસના દર પણ અસર થાય છે જેથી તે હાંફવા લાગે છે.

૧૩- કેટલીક વ્યક્તિને ગુસ્સો તો ખૂબ જ આવે છે પરંતુ તે ગુસ્સાને દબાવી રાખે છે. આ રીત તો ખૂબ ભયંકર છે. ક્યારેક દબાવી રાખેલો ગુસ્સો પ્રચંડ જ્વાળમુખીની જેમ ભભૂકી ઉઠે ત્યારે તેની આસપાસનાં બધા જ લોકો માટે તે એક હોનારત બની જાય છે. અને જો ગુસ્સાને દબાવી રાખવાની ટેવ જ પડી જાય તો તે હતાશા(ડીપ્રેશન) ઉત્પન્ન કરે છે.

ઉપાયો-

૧-જ્યારે ગુસ્સો આવે ત્યારે પોતાની જગ્યા છોડી દેવી અને દૂર બીજા જ સ્થાને જતા રહેવું

૨-૧ થી ૧૦ ગણવું

૩-ગુસ્સો આવે ત્યારે પાણી પીવા જતા રહેવું.

૪-કહેવાયું છે કે સંબંધોને જાળવી રાખવા હોય તો “આગ-પાણી” થીયરી અપનાવવી.એક વ્યક્તિ ગુસ્સે થાય ત્યારે બીજી વ્યક્તિએ સાવ જ મૌન ધરણ કરવું.

૫-જે કાંઇ બને છે તેનો સૂત્રધાર ઇશ્વર છે, આપણી પોતાની મરજીથી કશું જ થતું નથી. આપણને માત્ર ઇશ્વરે કોઇ ચોક્કસ કાર્ય કરવા આ પૄથ્વી પર જન્મ આપ્યો છે. આપણે માત્ર એક કઠપૂતળી જ છીએ. આમ માનવાથી ગુસ્સો આવતો નથી.

૬-પોતાની ઇચ્છઓ ઘટડવી અને બને તો નામશેષ કરવી.

૭-પોતાની જાત કે અન્ય કોઇપણ પાસેથી કોઇ જ અપેક્ષા ન રાખવી.

૮-જ્યારે મન સ્વસ્થ હોય ત્યારે પોતાની જાત સાથે વાત કરવી અને પોતાને ગુસ્સો આવવાનાં કારણૉ ચકાસવા. અને તે દૂર કરવા પ્રયત્ન કરવો

૯-સ્વસ્થ મન હોય ત્યારે શાંતચિત્તે મેડીટેશન(ધ્યાન) કરવું.

૧૦-પોતાને મનગમતું ગીત ગાવું કે મનગમતી પ્રવૃત્તિમાં જોડાઇ જવું.

૧૧-જે કારણે કે જે ઘટનાથી જે વ્યક્તિ પર ગુસ્સો આવ્યો હોય તેને સ્થાને પોતાની જાતને મૂકી જોવી.

૧૨-જે વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય તેની સાથે વાદવિવાદ કરવાને બદલે તેનો હાથ ખૂબ જ પ્રેમથી પકડી લેવો.

૧૩-કોઇ વ્યક્તિથી વસ્તુ ખોવાઇ હોય કે તૂટીફૂટી હોય તો તેની પર ગુસ્સે થવાને બદલે તે વસ્તુ શોધવામાં લાગી જવું અથવા તૂટેલો સામાન વાળીને સાફ કરવા લાગવું. અને વિચારવું કે આ જ કાર્ય મારાથી થયું હોય તો હું શું કરત???

૧૪-બાળકો અવાજ કરે, તોફાન કરે નુકસાન કરે તો ગુસ્સો કરવાને બદલે તેમને કોઇ પ્રવૃત્તિમાં પરોવવા અથવા તેમની જોડે રમવું કે તેમને મનગમતું કામ સોંપવું.

૧૫-ખરેખર આપણી ભૂલને કારણે સામેની વ્યક્તિને ગુસ્સો આવ્યો હોય તો તરત જ માફી માગવી અને ફરી તેમ નહીં બને તેવી બાંહેધરી આપવી.

શ્રધ્ધા-અંધશ્રધ્ધા

 

 

 

 

 

 

 

 

તારીખ ૬ એપ્રિલના દિવસે
અભિગમ ગ્રુપની બધી બહેનો મળી અને બે મુદ્દા પર ચર્ચા ચાલી.
સૌ પ્રથમ પર્યાવરણ સુરક્ષા માટે આદરેલ અભિયાન માટે તૈયાર કરાયેલ કાપડના ઝભલા અને તેના વેચાણ માટે ચર્ચા કરવામાં આવી અને
ત્યારબાદ અમારામાંની એક બહેને શ્રધ્ધા-અંધશ્રધ્ધા વિષે વ્યાખ્યાન આપ્યું અને બધાએ આપણા સમાજમાં વ્યાપક વિષે માન્યતા ચર્ચા કરી.
જે બહેને વ્યાખ્યાનમાં વિચારો દર્શાવ્યા તે નીચે મુજબ છે.
1- શ્રધ્ધાઅને અંધશ્રધ્ધા વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે.જ્યારે શ્રધ્ધા પૂરી થાય ત્યારે અંધશ્રધ્ધા શરૂ થાય છે.
2-અંધશ્રધ્ધા એ પાપ વગરનો ભગવાનનો ડર છે.
3-તે મનની શ્રધ્ધાએક સ્થિતિ છે.
4-તે પાયા વગરની માન્યતા છે.
5-શ્રધ્ધા એદરેકની અંગત માન્યતા છે.
6-જુદાજુદા દેશોમાં વસતા જાતજાતના લોકો વૈવિધ્યપૂર્ણ અંધશ્રધ્ધા ધરાવતા હોય છે. કેટલાક લોકો તેને અનુસરે છે જ્યારે કેટલાક તેને વાહિયાત વાત ગણે છે.જ્યારે કેટલાક તેનાથી ડરીને દૂર જ ભાગે છે.વ્યક્તિ ભણેલી હોય કે અભણ, તે જાતજાતની અંધશ્રધ્ધામાં માને છે અને સાથેસાથે ભારોભાર શ્રધ્ધા પણ ધરાવે છે.
કેટલાક ઉદાહરણો જોઇએ—
૧)અમાસના દિવસે સારું કામ ન કરાય.
૨)ત્રીજ અને તેરસ વણમાગ્યા સારા મુહુર્ત ગણાય છે.
૩-)છીંક આવે,બિલાડી આડી ઉતરે,દૂધ ઉભરાય,કાચ તૂટે તો અપશુકન/અશુભ થાય -કૂતરા રડે તો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય
૪)પુરુષની ડાબી આંખ ફરકે કે સ્ત્રીની જમણી આંખ ફરકે તો અશુભ થાય.
૫)-હથેળીમાં ખંજવાળ આવે તો ધનલાભ થાય અને પગના તળિયે ખંજવાળ આવે તો બહારગામ જવાનું (સ્થળાંતર)થાય.
૬)-વહેલી પરોઢનાં સપના સાચા પડે છે. વિગેરે વિગેરે…
અંધશ્રધ્ધા એ મનની નબળાઇ છે.
કોઇપણ બાબતમાં અંધશ્રધ્ધા એટલે ભગવાનમાં ઓછી શ્રધ્ધા.
વિખ્યાત ક્રીકેટરો, નેતાઓ, અભિનેતાઓ પણ તેમાંથી બાકાત નથી.
જાતજાતના માદળિયા,દોરાધાગા,નંગોની વીંટીઓ ધારણ કરતી વ્યક્તિઓ આ વાતનો પુરાવો આપે છે.
જે વ્યક્તિને માત્ર કામ જ તેમનો જીવનમંત્ર છે તે વ્યક્તિ હંમેશાં પોતાના ધ્યયને હાંસલ કરે જ છે.તેને કોઇ અંધશ્રધ્ધા ડગાવી શકતી નથી.
આપણા મુખ્યપ્રધાન શ્રી.મોદીએ પોતાના મંડળનું વિસ્તરણ અમાસના દિવસે જ કર્યું છે…..
યુરોપ, અમેરિકા અને અન્ય પાશ્ચાત્ય દેશો ૧૩ ના આંકડાને અપશુકનિયાળ ગણે છે જ્યારે એક સફળ ભારતીય વૈજ્ઞાનિકના જન્મથી માંડીને તના જીવનનાં તમામ મહત્વનાં કામો ૧૩મી તારીખે જ થયા છે.
અંધશ્રધ્ધા શું છે????તેનો જન્મ કેવી રીતે થાય છે???તેના નિવરણ માટે શું કરી શકાય???

આવા બધા પ્રશ્નો, અંધશ્રધ્ધાનો ભોગ બનેલા લોકો અને સમજદાર લોકો શોધે છે.
તેનો એક જ ઉપાય છે…..
સાચી જાણકારી મેળવવી અને જ્ઞાનનો વિસ્તાર વધારવો.અડગ મનોબળ ઉભું કરવું.
કહેવાયું છે કે
કદમ ડગમગતા હોય તેને મારગ નથી મળતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો
આમ સાવ નવરા માણસોનાં ભેજાની ઉપજ જેવા આ અંધશ્રધ્ધાનાં ક્ષેત્રને તમામ બળથી ભગાવવા જરૂરી છે.
હા, એક વાત ચોક્કસ છે કે કેટલીક માન્યતા પાછળ વિજ્ઞાન કામ કરતું હોય છે. જેમ કે જ્યારે ગ્રહણ થાય ત્યારબાદ ર્રંધેલો ખોરાક ફેંકી દેવો કે ભરેલું પીવાનું પાણી ઉપયોગમાં ન લેવું જેવી માન્યતાઓ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે જ….તે સમયે આપાત થતા કિરણો દૂષિત અસરો ઉભી કરે છે. આ હકીકત વૈજ્ઞાનિક રીતે પણ સિધ્ધ થઇ છે.
એટલે જ જ્ઞાનનો વિસ્તાર વધારીને અંધશ્રધ્ધાનું અર્થઘટન કરવું.
અલબત્ત આધુનિક વિજ્ઞાને આપણી ઘણી બધી અંધશ્રધ્ધાઓને નિર્મૂળ કરી દીધી જ છે. સત્યશોધક સભાઓ ઠેકાણે ઠેકાણે પોતાના પ્રાયોગિક પુરાવાઓ ઉપલ્ભ કરાવે છે. અંધશ્રધ્ધા દૂર કરવામાં તેમનો ફાળો અનન્ય છે જ…
આપણે પણ ક્યારેક આવી સત્યશોધક સભાનું આયોજન કરી આ વિષયને વધુ વિગતવાર સમજીએ

પર્યાવરણને બચાવીએ……. પ્રદુષણ ને નાબુદ કરવા માટે નું અભિયાન શરુ કર્યું.

તારીખ-૧૬-૧-૨૦૧૧
ના દિવસે બધી બહેનો રીક્રીએશન ક્લબ માં ભેગી થઇ.બધાનો એક જ અવાજ હતો કે પર્યાવરણમાંથી પ્રદૂષણ ઘટાડવા પ્લાસ્ટીક ની થેલી નો બહિષ્કાર તો કરવો જ જોઇએ, આ માટે શું કરી શકાય????જાતજાતના વૈવિધ્યસભર વિચારો બધી બહેનોએ રજૂ કર્યા. અને બધાને ગમી ગયો તેનો એક વિકલ્પ..
અમે નક્કી કર્યું કે દરેકના ઘરમાં નકામા,ન વપરાતા કપડાઓના ગંજ ખડકાયેલા હોય છે જ. પંજાબી ડ્રેસ પરના ઓઢણાં, જૂની ચાદરો,જૂની સાડીઓ વિગેરે વિગેરે…આવા કપડાનો ઉપયોગ કરીને થેલીઓ બનાવવી અને તેને બજારમાં અત્યંત નજીવા ભાવે વેચવી તેવું નક્કી કર્યું.જેથી પ્રચૂર માત્રામાં વપરાતા પ્લાસ્ટીકના ઝબલા( Carry-bag)નો ઉપયોગ ઘટે.

પ્લાસ્ટિક  ઝભલાં ભગાવો…………….


પર્યાવરણ બચાવો………….

પુસ્તકનો પરિચય-1

અભિગમનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યા પછીની પ્રથમ મીટીંગ એક બહેનના ઘેર, તારીખ=૮-૭-૨૦૧૦ ના રોજ યોજાઇ. તેમાં વર્ષ ૨૦૧૦-૧૧ નાં નવા ચાર સભ્યોનું સ્વાગત કરાયું.

૨૦૦૯-૧૦ ના ખર્ચના હિસાબની માહિતી બધી બહેનોને આપવામાં આવી અને અભિગમનાં જન્મદિવસે આવેલા મહેમાનોએ આપેલા પ્રતિભાવો પણ વાંચી સંભળાવ્યા.

અને હવે નવા વર્ષમાં કઇ કઇ પ્રવ્રૂત્તિઓ નજીકનાં ભવિષ્યમાં કરવી તેની ચર્ચા કરી. 

આ દિવસે હવે નવા વર્ષમાં સૌ પ્રથમ “બોન્સાઇકળા” વિષે માહિતી મેળવવા અને તેનું નિદર્શન યોજવાનું નક્કી કર્યું.

આ નવા વર્ષમાં દરેક બહેન પોતે જે પુસ્તક વાંચ્યું હોય તેનો પરિચય આપે અને તમાં સમાવિષ્ટ કરેલી વિષયવસ્તુને વાંચી સંભળાવે.તેનાં ઉપક્રમે એક બહેને ,ડૉ.દોલત ભાઇ દેસાઇનાં પુસ્તક “પરમ ને પામવા કાજે, મનમાં બસુરી બાજે..”નો પરિચય આપ્યો જેની વિગત નીચે પ્રમાણે છે.

દોલતભાઈ દેસાઈ ની શૈક્ષણિક સિધ્ધી પ્રસિધ્ધિઓ,યશગાથાઓ વિવિધ સ્થળો એ અને પ્રસંગોએ આપેલા માહિતી સભર પ્રવચનો,વ્યખાનો વગેરેથી કદાચ આપણે બધાં માહિતગાર ન હોઇએ ,પણ એમના જ શબ્દોમાં કહીઍ તો “કસ્તુરીની સુગંધની ખાતરી દેવડાવવાની જરૂર ન હોય”…. તેઓ વિદ્વાન શિક્ષણશાસ્ત્રી  છે. મધુરતા ,નિખાલસતા, સરળતા એમના સ્વભાવમાં વણાયેલાં છે…. આ પુસ્તક માં ગુરુ શિષ્ય નાં સંવાદ રુપે પ્રશ્નોત્તરી નાં માધ્યમ થી નવો અભિનવ પ્રકાર રચ્યો છે..નવો દ્રષ્ટિકોણ આપ્યો છે..આ પુસ્તકે એમના ગહન ચિંતન અને મનન ના અર્ક સમુ છે.. સુત્ર સંપુટ છે. વાર્તા સંગ્રહ કે નવલકથા નથી.. તેનાં વિવિધ પ્રકરણો અને તેમાં આલેખેલું વિષયવસ્તુ આ પ્રમાણે છે.

૧) તમે—– તમે સાધક છો, તમે સાધન છો, તમે જ સાધ્ય છો

૨)તમારામાંના અનેક જણ… આપણાં માં અનેક જણ વસે છે..પુત્રી, પત્ની ,માતા, બહેન.,દેરાણી, કે જેઠાણી, કાકી ,ફોઈ માસી ,મામી વિ…એક માં અનેક જ્ણ વસે છે.બધાજ સ્વરુપે ભાગ ભજવવાનો હોય છે..તમારામાં અન્ય કોઇ વસે છે ..દરેક માં એક સર્જક વસે છે.

 ૩)પોતાની જાતની ખોજ કરવા નીકળેલા અંતર્યાત્રી…….. હું કોણ? હાથ, શરીર ,મન, બુધ્ધિ..કંઇજ નહીં.આમાંનું આપણે કશુંજ નથી..પણ એક આત્મા છીએ. અન્ય કોઇ શરીર થી અલગ. એક શાક્ષી ભાવ છે..

૪)સ્વભાવ….. આપણાં માં વણાયેલો એક ભાવ છે. કુહાડીનો સ્વભાવ કાપવાનો છે. ચંદન નો સ્વભાવ સુગંધ આપવાનો છે.. કુહાડી ચંદન ના ઝાડ ને કાપતી જ રહે છે..પણ ચંદન તેની સુગન્ધ કુહાડી માં આપ્યા વગર રહેતોજ નથી …પોતે પોતાના સ્વભાવ છોડી શકતા નથી.

૫)ભોજન…….. તમારા શરીરની ચાલક શક્તિ છે.

૬)નિદ્રા….. એ સ્વાસ્થ્ય નું ચિન્હ છે.આપણી તાજગી નું પરિબળ છે.સહચરી છે.જીવાદોરી ની એક ચાવી છે. મન ને આરામ દેવાની એક કરામત છે.

૭)વર્ષગાંઠ… એ છે કેવળ ઘટના વચ્ચે ના અન્તર નુ એક નામ.ઘટના માં પડી એક ગાંઠ.ગયાવરસ ની ઘટના ના ફુલો ને તમે એક ગઠન માં બાંધો છો.એથી થઈ વર્ષગાંઠ..વર્ષગાંઠ ના દિવસે સૌ પ્રથમ પ્રભુ ને નમસ્કાર કરજો.

 ૮) ક્ષણ… બે ઘટના વચ્ચેનું કલ્પીત અંતર નું નામ એ છે ક્ષણ. –

૯) મા -બાપ… આ જન્મમાં એક જ તિર્થ સ્થાન તમારી પાસે છે તે છે તમારા માતા -પિતા…તમે જે છો અથવા તમે છો તેનું મુળ કારણ જ તમારા માતા- પિતા છે.

૧૦) પતિ -પત્ની… બે નું મિલન અને ત્રણ અવસ્થાઓ છે.૧.નવ પરણ્યાની મુગ્ધા અવસ્થા.૨.મધ્યાહ્ન અવસ્થા…બાળકો ને મોટા કરવા…અને વ્યવસાય માં સમય વિતાવવો..૩.સંધ્યાકાળ… જુવાની માં વાવેલા આમ્રવ્રુક્ષ જેવું એમાં માધુર્ય હોય છે.

 ૧૧)સંતાન.. એટલે કે આવતી કાલ..ખેડૂ એ વાવેલાં દાણાં માંથી ફુટેલો ફણગો..નિજ નાજ એક અંશ નું ખીલવું . તમારી વ્હાલામાં વ્હાલી વ્યક્તી એટલેજ સંતાન. તમે અને તે મળી ..તેનાજ મિલન માં થી નિપજયા સંતાન..જે એક દિવસ તમારા મિત્ર સરીખા બનીને રહેશે. —સૂર્યાસ્ત તરફ ની તમારી દ્રષ્ટી ને દેખાશે તમારા માતા- પિતા.. —પૂર્વ તરફ દ્રષ્ટિ કરશો તો સૂર્યોદય ની દ્રષ્ટિ થી દેખાશે તમારાં સંતાન…

 ૧૨) પત્નીને શીખ.. તેના અહમ ને ઠેસ પહોંચાડીશ નહીં…એ હતાશ થાય ત્યારે આશા દે જે ..એ ઝડપ થી ચાલે ત્યારે સંયમ ની બ્રેક મારજે… એને જરુર પડે છે ૠજુતા ની..એનાથી પોશજે..

૧૩) પતિને શીખ.. જોજે તુ એક મ્રુદુ વેલી સાથે પ્રેમ કરી રહ્યો છે..એ બહુ નાજુક છે ..એ સંવેદનની બંસરી છે..ને લાગણી ની સિતાર છે..મૃદુ ફુંક વડે બન્સી બજે. મૄદુ હાથ વડે સિતાર બજે..લાગણી પર ક્ઠૂરાઘાત ન કરીશ..એક્વાર મુરજાવા માંડશે તો પછી નહીં પાંગરે.. એકબીજાની અવગણના નાકરશો.. એક્બીજાવિના અધુરાં છો..

૧૪) લગ્ન.. એ છે બે વ્યક્તી ના સુભગ મિલન નો યોગ..લગ્ન છે લતા મંડપ ના ફુલોની ફોરમ .. લગ્ન છે પ્રેમ પ્રવાહ જોડતા કિનારા. વાસ્તવિક ભૂમી પર રચેલા આશાના મિનારા….એમના વ્યક્તિત્વ નો એક ભાગ તમને દીધો, તમે તમારા વ્યક્તિત્વનો એક ભાગ કોઇ આપ્યો.. આ આદાન-પ્રદાન ની પ્રક્રિયામાં કઈંક પામ્યા છીએ.. ગુમાવ્યું નથી કશું તમે.. પરાધીન થઈ મુક્ત થવાનું ,ગાવા નું ગીત એટલે જ લગ્ન..

અભિગમના જન્મદિવસના કાર્યક્રમની ચર્ચા

તારીખ-૧૯ જૂન શનિવારે અમે બધા એક બહેનના ઘેર ભેગા થયા અને ૨૬-૦૬-૨૦૧૦ ના રોજ અભિગમ ગ્રુપનો જન્મદિવસ કઇ રીતે મનાવવો  તે માટે ચર્ચા કરી. બધી બહેનોએ પોતપોતાને અનુકૂળ આવે તેવી જવાબદારી ઉઠાવી લીધી. જન્મદિવસ છે તો ૨૬મીએ પણ બધાને સંજોગો અનુકૂળ ન હોવાથી તા-૨૭મી જૂનને રવિવારે જન્મદિન મનાવવાનું નક્કી કર્યું. તે માટે લખેલો અહેવાલ એક બહેને વાંચી સંભળાવ્યો. બધી જ બહેનો જન્મદિવસ ઉજવવા ખૂબ જ ઉત્સાહિત રહી. તે પછી તારીખ ૨૭ સુધી બધી જ બહેનો ખૂબ જ વ્યસ્ત રહી. કોઇ અભિગમના પ્રતીકચિહ્ન તૈયાર કરાવવામાં લાગી, કોઇ ભ્જનની વ્યવસ્થા માટે કેટરીંગવાળાનો સંપર્ક સાધી નિયત કરેલ ભોજન યોગ્ય સમયે મળી રહે તે માટે પ્રવૄત્ત થઈ,કોઇ કેક્નો ઓર્ડર આપી તેને યોગ્ય સમયે લાવવામાં મગ્ન થઇ, કોઇ તે પ્રસંગે રમાડાનારી રમતો માટે વ્યસ્તથઈ ગઇ, કોઇ પ્રસંગ માટે યોગ્ય સ્થાનની પસંદગીમાં તો કોઇ તે સ્થાને શું સુશોભન કરવું???તેમાં. કોઇ વળી કોઇ તે દિવસે પીવાના અને વાપરવાના પાણીની શી વ્યવસ્થા કરવી તેમાં,કોઇ આમંત્રિત મહેમાનોએ રમતમાં વિજેતા બને તેમેને માટે ભેટની ખરીદીમાં, તો વળી કોઇ તે દિવસે આમંત્રિતોનાં પ્રતિભાવો મેળવાવા માટે કાગળૉ,સ્ટેશનરી વિગેરેની તૈયારીમાં લાગી ગઇ. આમ વાતાવરણ ઉમંગપૂર્ણ રહ્યું.