સંગ્રહ

હોળી ની ઉજવણી

ારિખ -૧-૩-૨૦૧૭ ના રોજ

એક બહેન ના ફાર્મ હાઉસ મા હોળી રમવાનો કાર્યક્રમ યોજાયો.નવ વરસ મા પ્રથમ વાર જ આ કાર્યક્રમયોજાયો…

બધિ બહેનો તો  હોળીરમવા માતે ખુબજ ઉત્સુક હતી… બધાંજ ૨ વાગે ફાર્મ  પેર પહોચી ગયાં..બધાં એટ્લાં ..બધાં

આતુર હતાં કે જઈ ને પ્રથમ ચા નાસ્તો  કરી ને ક્યારે હવે આપણે રંગથી રમીયે કહેવા લાગ્યાં.. બહેનો જે સાડી પહેરી ને

આવી હતી તેમને તેમના કપડાં બદલી  ને બધી બહેનોે નક્કી કર્યા મુજબ સાફા બાંધી દીધાં …. એક બાજુ હોળી નાં ગીતો

ને  વાગતાં હતાં ને બહેનો ના પગ પણ થન થન કરવાં લાગ્યાં … બધી બહેનો એ  ખુબ જ ડાન્સ કરર્યો….રંગ બે રંગી ગુલાલ

એક બીજા ને લગાડી હોળી ની શુભ કામના કરી.   ઠંડાઈ ને ફગવાની મિજબાની

… વાહ બધા નાં દિલ માં તો આનંદ તો સમાતોજ નહતો….પાણી પણ મળી ગયું ને બહેનો ની મિજબાની … રંગ બરસે …ચુનરવાલી

રંગ બરસે…….

તો બસ પાણી ને રંગ ….. રમવાનું તો  છોડ્વું તો ગમતું જ નહતું પણ .. જગા દુર હતી વળી અમારી બે બેહેનો ની વરસ ગાંઠ હતી .

 તે પણ અમારે ઉજવવી હતી… વળી અમારી  બહે ન તરફ થી પાર્ટી તો હતી જ .. તેથી ૨ કલાક રમ્યાં  બાદ અમારે ના છુટ્કે

રમવા નું બંધ કરવું પડ્યું….

બે બહેનો ની બર્થ ડે  ઉજવી ..કેક  કપાઈ   ..ને મુબારક બાદી પાઠવી… ત્યાર બાદ થોડા હોળિ ના રસીયા ને નાચ ગાન કર્યું …

સમય તો રોકીયે તો થૉડી રોકાય્? …ક્યાં ૭ વાગી ગયાં તેની ખબર જ ના પડી… બધા યે છોલે ,સમોસા , પુરી ને ગુલાબ જાંમ્બુની

મિજબાણી માની … અને બધાં  ભીની ભીની યાદ સાથે જુદાં પડ્યાં..

Advertisements

વાર્ષિક સંમેલન –૨૦૧૬

img-20161221-wa0082

સુર-શિલા ફર્મ માં રાખવામાં આવ્યું…ચાલુ દિવસ હોવાને કારણે બહેનોએ ૫ વાગ્યે મળવાનું હતું..૫ વાગે

બહેનો ભેગી થઈ ને પહેલા તો ફાર્મ અને સેમ્પલ હાઉસ ની મુલાકાત લિધી…વાહ શુ સુન્દર    વાતાવરણ હતું..

શિયાળાનો દિવસ ,ખુશનુમા વાતાવરણ .. ચારે બાજુ લિલોતરી… સુન્દર મઝા નો ફુલોથી છવાયેલો બગીચો…

સુન્દર તૈયાર  થઈને આવેલી બહેનો…ને સાથે સોનામાં સુગન્ધ ભળે તેવું સંગીત્…..

આવા આલ્હાદક વાતાવરણ ને પગ તો  થૈઇ  થૈઈ કર્યા વગર રહે ખરા?  એક પછી એક કાર્યક્રમ ચાલુ થયા.

બહેનો તો  એટલી બધી નાચી ….કે આનંદ ચિર સ્મર્ણિય રહ્યો.વળિ જોક્સ્ રમત ગમત્… તો ખરા જ્…

ત  ક્યાં વાગી ગયાં તે ખબરજ ના પડી… ભાઈઓ આવવા લાગ્યાં… વળિ ઠંડી તો શરુ થઈ ગઈ … ચારે બાજુ તાપણાં

કરવામાં આવ્યાં… સુપ ને સમોસા ની લહેજત માણતા માણ્તા.. તાપણાં પાસે બધાં ગરમાવો લેવા માન્ડ્યાં.. ખાવાનુ ઠંડું પડી

રહ્યું હતું તેથી પહેલા ભોજન ને ન્યાય આપ્યૉ…

શિયાળ ની રાત્રિ ,વળી તાપણાં ની ગરમી …. સુન્દર મઝાનો સંઘ.. બધાને  ખૂબજ મઝા પડી ગઈ…. બધાં ગોળાકારે બેસી

નવી જ રીતે હાઉસી ની રમત ને ન્યાય આપ્યો…નવી રીતે રમાયેલી હાઉસી થી તો બે થી ત્રણ તો માલામાલ થઈ ગયાં..

અમારા જ ગ્રુપ નાં બહેન ના પતિદેવ ને પેન્ટીગ મા એવોર્ડ મલ્યો હોવાથી બધાને મીઠું મૉ કરાવ્યું … તેમને અભિનંદન

આપતા આપતા ના  છુટકે સમય વધુ થઈ ગયો હોવાથીમીઠિ યાદ લઈ  બધા છુટા પડ્યાં…

વિહાન કેર એન્ડ પ્લસ” સંસ્થા માંફટાકડાંનું વિતરણ 2016

દિવાળી નજદીક આવતી હતી તેથી બહેનો ને બાળ્કો મા તો કંઈક કરવાની ઈછ્છા હતી ..

તારીખ -૨૩-૧૦-૨૦૧૬ નાં

રોજ’ વિહાન કેર  એન્ડ પ્લસ” નામની સંસ્થા જે ફક્ત  એડ્સ  અને    એચ આઇ પોઝેટિવ માટેજ કામ કરે છે ,

તે સંસ્થા માં અભિગમ ની બહેનોવડે   લગભગ ૪૦ બાળકો ને ફટાકડાંનું  ભેટ રુપે વિતરણ અ કરવામાં આવ્યું..બાળકો ની

આખો માં આનંદ જોઈ બહેનોને પણ એક સંતોષ થયો…

બ્લાઈન્ડ વેલ્ફેરમાં નવરાત્રી ની ઉજવણી..૨૦૧૬

તારીખ -૫-૧૦-૨૦૧૬ ના  રોજ

અભિગમ ની બહેનો દર વખત ની જેમ મંડાવા રોડ પેર આવેલી  વઇકલાંગ બાળ્કો ની સંસ્થામાં ગઈ..

બ્લાઈન્ડ વેલ્ફેર શાળા નાં ૧૪૦ બાળકો સાથે નવરાત્રી નાં ગરબા ગાયાં ને દરેક બાળ્કો ને તેમનાથી અપાતી

હુફ ને પ્રેમ આપ્યો.. દરેક બાળ્કો ને ભેટ રુપે નેપકીન આપ્યાં.. તેમજ જલેબી અને ચવાણું આપ્યું….

રક્ષાબંન્ધન ની ઉજવણી 2016

r-bdownload

તારીખ ૧૨-૮-૨૦૧૬ ના રોજ અભિગમની બહેનો છાપરી ,દiહોદ મા આવેલી અન્ધ શાળા માં

રક્ષાબંન્ધન ની ઉજવણી કરવા ગઈ …. દર વરસ ની જેમ અન્ધબાળકો એ ખુબ જ સુન્દર પ્રાર્થના

કરી ,બહેનો માટે સ્વાગત ગી ત પણ ગાયું.  અમારી એક બહેને રાખડી કેમ બંધાય છે?  રક્ષાબંધન્

ક્યાર થી અને કેવી રીતે ઉજવાય છે.તેની બાળકો ને ખુબ જ સુન્દર માહિતી પુરી પાડી … ત્યાર બાદ

છોકરાઓ ને ચન્દલો કરી રાખડી બાન્ધી , મીઠું મો કરાવ્યું…. તેમજ ચવાણાં ન પેકેટ્સ અને નાસ્તા નાં

ડબ્બા ભેટ રુપે આવવામાં આવ્યાં.

.. આ વરસે અમારાં ગ્રુપ વતી નાની જાલોદ રોડ શાળા ની આદિવાસી બાળા ઓ પાસે રાખડી

બનાવવામાં આવી હતી … આમ અમે એક કન્યા કેળવણી નું પણ બીજું કાર્ય પણ હાથ ધર્યું..

આમ કુલ ૫૮  અન્ધ બાળ્કો ને રાખડી બાન્ધવામાં આવી હતી…ને ૪૦ બાળા ઓ પાસે રાખડી બાનાવડાવી.

આજ દિવસે અમારી બહેનો નો તેમજ રોટરી ક્લબ નો એકજ દિવસે પ્રોગ્રામ  હતો.બાળકો

એ દેશ ભક્તિ નાં તેનજ રાખડી પર ગીતો ગાયાં ને બધા ના  મન ને આનંદિત કર્યાં …

ત્યાર બાદ અભિગમ ની બહેનો એ પણ બાળકો ને રમત રમાડિ ને ઇનામ આપ્યું હતું..

સમય તો ક્યાં વીતી  ગયો તેની તો ખબર્  જ ના પડી…. બહેનો ને પણ તેમના ઘર ની જવાબ્દારી યાદ

આવી ગઈ … ને ભાવ ભીને રુદયે ભાઈ ઓ ની વિદાય લીધી…

વાર્ષિક સંમેલન 2016

તા-૯-૧-૨૦૧૬ શનિવાર ના રોજ દર વખત ની જેમ જ આ વર્ષે પણ એક સ્નેહ

સંમેલન બહેનો નાં જિવન સાથી સાથેઓનેસ્ટ હોટલ માં રાખવામાં આવ્યું હતું.

બહેનો સાજે ૫ વાગે ખુબજ સરસ તૈયાર થઈ ને આવી હતી.

બહેનો ને તો ખુબજ મઝા પડી 

ગઈ ..અડધો કલાક થોડો અહેવાલ તથા ૨૦૧૫ સુધી ની કાર્ય સુચી જણાવવામાં 

આવી …ત્યાર બાદ રમત ગમત્… થોડાં  ટોળ ટ્પ્પાં…હાઉઝી…

 ને  થોડી જ્ઞાન સાથે ગામ્મત પણ રમવામાં આવી…..બોલ ની રમત માં તો નિપુણ 

હોય તેમ રમાવાનો આનંદ માણ્યો..

ભાઈ ઓ ને તો ૭ વાગે આમંત્રણ આપવામાં આવ્યું હતું… ઠડી તો હતી જ તે થી બધાએ હોલ માં

 જવું પડ્યું.

…. વાહ બધાએ સુપ સાર્ટર્ ને ચાટ થી શરુઆત કરી…પછી પંજાબી વાનગી ની 

ને ગાજર નાં હલવાની લહેજત માણી … નેે છેલ્લે કુલ્ફી નો સ્વાદ માણી …ગપ્ સપ લગાવી ને છુટા પડ્યાં….