સંગ્રહ

ફાગ ઉત્સવ ૨૦૧૭

તારિખ ૭-૩-૨૦૧૭

તા.૭/૩/૨૦૧૭ નાં રોજ પ્રસંગ પર્ટી પ્લોટ માં ફાગોત્ત્સવ હતો. તેમાં અભિગમ ની બહેનો ને ભાગ લેવા આમંત્રણ આપવમાં આવ્યું. અમારી બહેનો ખુબજ ઉત્સહી એટલે નક્કી કર્યુ આપણે પણ તેમાં ભાગ લઇશું. બે દિવસ પ્રેક્ટીસ કરી જેમાં રાધબેન શાહ ને પણ બોલાવવામાં આવ્યા ને બે રસિયા નક્કી કરવમાં આવ્યા હતા. તેમાં એક રાધા અને એક ક્રૃષ્ણ બનવા નું હતુ. નિતુબેન બંસલ રાધા બન્યા ને જયશ્રીબેન સોની ક્રૃષ્ણ બન્યા બાકી બધી બહેનો ગોપી તથા ૪-૫ બહેનો ગાવા માં હતી. કરતાલ,ઢોલક, ખંજરી ઝાલોદ રોડ શાળા માંથી મેળવ્યુ. તે વગડવા માટે કીર્તીબેન તથા રાખી બેન ને આમંત્રણ આપવા માં આવ્યુ. લગભગ ૧૮ બહેનો ત્યાં હાજર હતી. લાલ કે લીલી  બાંધણી નો ડ્રેસ કોડ અને બેઝ કમ્પલસરી રખવમાં આવ્યા. જુદા જુદા વિસેક ગ્રુપએ ભાગ લીધો. પરંતુ હોલ મા પડઘો પડતો હોવથી અવાજ બરાબર સંભળાતો ન હતો. પણ અમારી ગાયિકા બહેનો નો અવાજ ખુબજ સરસ અને મોટો હોવાથી અભિગમ ગ્રુપ નો ત્યાં રંગજ રહી ગયો.રાધા અને કૃષ્ણ ની જોડી નો ડાન્સ કર્યો તે પણ ત્યાં સરસ હતો. કાર્યક્રમ પત્યા પછી ત્યાં જુદજુદા ગ્રુપ સાથે હોળી રમવાની મઝા પડી ગઈ……

રસિયા:

૧. આજ મિલના યમુનજીકે પાર રસિયા…..

૨. હો ગયા હલ્લા……

 

૨. ફાગોત્સ્વ માં સંસ્થાની બહેનો એ બીજી ૨૦ સંસ્થાઓ સાથે ભાગ લઇ હોળી ના રસિયા ગયા.

fag17

Advertisements

હોળી ની ઉજવણી

ારિખ -૧-૩-૨૦૧૭ ના રોજ

એક બહેન ના ફાર્મ હાઉસ મા હોળી રમવાનો કાર્યક્રમ યોજાયો.નવ વરસ મા પ્રથમ વાર જ આ કાર્યક્રમયોજાયો…

બધિ બહેનો તો  હોળીરમવા માતે ખુબજ ઉત્સુક હતી… બધાંજ ૨ વાગે ફાર્મ  પેર પહોચી ગયાં..બધાં એટ્લાં ..બધાં

આતુર હતાં કે જઈ ને પ્રથમ ચા નાસ્તો  કરી ને ક્યારે હવે આપણે રંગથી રમીયે કહેવા લાગ્યાં.. બહેનો જે સાડી પહેરી ને

આવી હતી તેમને તેમના કપડાં બદલી  ને બધી બહેનોે નક્કી કર્યા મુજબ સાફા બાંધી દીધાં …. એક બાજુ હોળી નાં ગીતો

ને  વાગતાં હતાં ને બહેનો ના પગ પણ થન થન કરવાં લાગ્યાં … બધી બહેનો એ  ખુબ જ ડાન્સ કરર્યો….રંગ બે રંગી ગુલાલ

એક બીજા ને લગાડી હોળી ની શુભ કામના કરી.   ઠંડાઈ ને ફગવાની મિજબાની

… વાહ બધા નાં દિલ માં તો આનંદ તો સમાતોજ નહતો….પાણી પણ મળી ગયું ને બહેનો ની મિજબાની … રંગ બરસે …ચુનરવાલી

રંગ બરસે…….

તો બસ પાણી ને રંગ ….. રમવાનું તો  છોડ્વું તો ગમતું જ નહતું પણ .. જગા દુર હતી વળી અમારી બે બેહેનો ની વરસ ગાંઠ હતી .

 તે પણ અમારે ઉજવવી હતી… વળી અમારી  બહે ન તરફ થી પાર્ટી તો હતી જ .. તેથી ૨ કલાક રમ્યાં  બાદ અમારે ના છુટ્કે

રમવા નું બંધ કરવું પડ્યું….

બે બહેનો ની બર્થ ડે  ઉજવી ..કેક  કપાઈ   ..ને મુબારક બાદી પાઠવી… ત્યાર બાદ થોડા હોળિ ના રસીયા ને નાચ ગાન કર્યું …

સમય તો રોકીયે તો થૉડી રોકાય્? …ક્યાં ૭ વાગી ગયાં તેની ખબર જ ના પડી… બધા યે છોલે ,સમોસા , પુરી ને ગુલાબ જાંમ્બુની

મિજબાણી માની … અને બધાં  ભીની ભીની યાદ સાથે જુદાં પડ્યાં..

વાર્ષિક સંમેલન –૨૦૧૬

img-20161221-wa0082

સુર-શિલા ફર્મ માં રાખવામાં આવ્યું…ચાલુ દિવસ હોવાને કારણે બહેનોએ ૫ વાગ્યે મળવાનું હતું..૫ વાગે

બહેનો ભેગી થઈ ને પહેલા તો ફાર્મ અને સેમ્પલ હાઉસ ની મુલાકાત લિધી…વાહ શુ સુન્દર    વાતાવરણ હતું..

શિયાળાનો દિવસ ,ખુશનુમા વાતાવરણ .. ચારે બાજુ લિલોતરી… સુન્દર મઝા નો ફુલોથી છવાયેલો બગીચો…

સુન્દર તૈયાર  થઈને આવેલી બહેનો…ને સાથે સોનામાં સુગન્ધ ભળે તેવું સંગીત્…..

આવા આલ્હાદક વાતાવરણ ને પગ તો  થૈઇ  થૈઈ કર્યા વગર રહે ખરા?  એક પછી એક કાર્યક્રમ ચાલુ થયા.

બહેનો તો  એટલી બધી નાચી ….કે આનંદ ચિર સ્મર્ણિય રહ્યો.વળિ જોક્સ્ રમત ગમત્… તો ખરા જ્…

ત  ક્યાં વાગી ગયાં તે ખબરજ ના પડી… ભાઈઓ આવવા લાગ્યાં… વળિ ઠંડી તો શરુ થઈ ગઈ … ચારે બાજુ તાપણાં

કરવામાં આવ્યાં… સુપ ને સમોસા ની લહેજત માણતા માણ્તા.. તાપણાં પાસે બધાં ગરમાવો લેવા માન્ડ્યાં.. ખાવાનુ ઠંડું પડી

રહ્યું હતું તેથી પહેલા ભોજન ને ન્યાય આપ્યૉ…

શિયાળ ની રાત્રિ ,વળી તાપણાં ની ગરમી …. સુન્દર મઝાનો સંઘ.. બધાને  ખૂબજ મઝા પડી ગઈ…. બધાં ગોળાકારે બેસી

નવી જ રીતે હાઉસી ની રમત ને ન્યાય આપ્યો…નવી રીતે રમાયેલી હાઉસી થી તો બે થી ત્રણ તો માલામાલ થઈ ગયાં..

અમારા જ ગ્રુપ નાં બહેન ના પતિદેવ ને પેન્ટીગ મા એવોર્ડ મલ્યો હોવાથી બધાને મીઠું મૉ કરાવ્યું … તેમને અભિનંદન

આપતા આપતા ના  છુટકે સમય વધુ થઈ ગયો હોવાથીમીઠિ યાદ લઈ  બધા છુટા પડ્યાં…

સિનિયર્ સિટિઝન ની મીટીંગ—૨૦૧૪

તા-૧૦-૧૧-૨૦૧૪ શનિવારે

સિનિયર્   સિટિઝન ની મીટીંગ નું આયોજન શન્તિ સદન સોસયટી ના ક્લ્બ માં રખવામાં આવ્યું…

ઘણા લાંબા વખત થી સંજોગઓ ને કારણે અમારી સભ્ય બહેનો થી આ મીટીંગ નું આયોજન કરવામાં જરાક ઢીલ ‘

થયેલ્…તેથી દિલગિરી   દખવતાં આ કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી..

પ્રથમ તો ગીત -સંગીત નો રસ થાળ પીરસવા માં આવ્યો….ત્ત્યાર બાદ અંતાક્શરી રમાડ્વામાં આવી…

બસ બધાને તો ખુ બ જ મઝા  પડી ગઈ…ત્યાર બાદ રમ્તો નો વારો આવ્યો… બસ તેમા  હસા હસ ને ગમ્મત પડી

ગઈ..છેલ્લે હાઉઝી રમાડાઈ…

અરે!  ગેએત સંગીત ની મહેફીલ નો થાળ થોડો અધુરો રહી ગયો…મ્રુદૂસ્વરા બેન કારણ સર લેટ આવ્યા.. પણ્..બેત્રણ

ગીતો થી થાળ સજાવી દી ધો…બધાં આનંદ વિભોર થઈ ગયાં.. કોઈ ને પણ ગરે જવાની ઈચ્છા નહતી..

પણ શિયાળા નાં ટૂંક  દિવસો .. ને અંધારું ઝલ્દી થઈ ગયું …તેથી બહેનો એ સેવ ખમણી ,પૅંડા તથા ચા ને ન્યાય આપી ને

છુટા થવું પડ્યું…

અભિગમ બહેનો ની સ્વામી નારાય્ ણ નું ધામ પોઈચા,સરદાર સરોવર ડેમ,ગરુડેશ્વર ની એક પિકનિ ક

તા-૨૫-૭-૨૦૧૫

શનીવાર નાં રોજ  અભિગમ નિ બહેનો એ એક પિકનિ ક નું આયોજન કર્યું ….

બહેનો એ   રાજ પીપળા પાસે આવેલું સ્વામી નારાય્ણ નું ધામ  પોઈચા જવાનુ નક્કી કર્યું..રસ્તામાં સરદાર સરોવર તેમજ ગરુદેશ્વર

પણ જોવાનો લાભ તો લેવો જ જોઈએને!  બ્ધી બહેનો નો ઉત્સાહ સમાતો ન હતો..સવારે ૫ વાગે  બહેનો ભેગી થઈ

ગઈ..ને બસ ઉપાડી ..કુલ ૧૯ બહેનો આવી હતી..બસ માં આનંન્દ કરતા કરતાં ,ભજનો તથા અંતાક્શરી તેમજ જુદી જુદી

રમતો રામતાં રમતાં સય તો ક્યાં જતો રહ્યૉ તેની તો ખબર જ ના પડી.. બોડેલી  રોકાઈ ને મસ્ત મઝાનાં બટાટા પોંવા , ભજીયા ને ચા ,કેળાં

ખાધાં.. ને બસ આગળ વધી..વાહ ચરે બાજુ હરીયાલી પથરાઈ હતી …કુદરત નો નજારો તો અવર્ણીય હતો.ઠેર ઠેર નાના ઝરણાં વહેતાં હતાં.

મોર ના ઝૂંડ પણ થન્ગનાટ કરતાં જોવાનો લાહવો પણ માંણ્યો..અને અમે સરદાર સરોવર નાં ડૅમ પર પહૉચ્યા..

.

સરદાર સરોવર ડેમ આંશિક completed.JPG62020130957403850751.jpg1111

સરદાર સરોવર ડેમ એક છે ગ્રેવીટી ડેમ પર નર્મદા નદી નજીક નવાગામ , ગુજરાત માં ભારત . તે નર્મદા વેલી પ્રોજેક્ટ, એક વિશાળ સૌથી મોટી ડેમ અને ભાગ છે હાઇડ્રોલિક એન્જિનીયરીંગ મોટા શ્રેણીબદ્ધ બાંધકામ સંડોવતા પ્રોજેક્ટ સિંચાઇ અને જળવિદ્યુત નર્મદા નદી પર બહુહેતુક ડેમ. આ પ્રોજેક્ટ સિંચાઈ વધારો અને જળવિદ્યુત પેદા કરવા માટે વિકાસ યોજના ના ભાગ તરીકે 1979 માં ફોર્મ લીધો હતો.

નદી નર્મદા, સરદાર સરોવર ડેમ (SSD) પર આયોજિત 30 ડેમ એક બાંધવામાં આવશે સૌથી માળખું છે. પહેલાં વિવાદાસ્પદ કિસ્સાઓમાં એક નંબર પગલે ભારતીય સુપ્રીમ કોર્ટ (1999, 2000, 2003), 2014 દ્વારા નર્મદા કંટ્રોલ ઓથોરિટી અંતિમ ઊંચાઈ ફેરફારો શ્રેણી મંજૂરી આપી હતી – અને સંકળાયેલ ડિસ્પ્લેસમેન્ટ મૂળ, વધી જળાશય કારણે ફાઉન્ડેશન તરફથી અંતિમ 163 મીટર (535 ફૂટ) 80 મીટર (260 ફૂટ). [2] [3] કરતાં વધુ 18,000 કિમી 2 (6,900 ચોરસ માઇલ) માં તે મોટા ભાગના સિંચાઈ કરશે આ પ્રોજેક્ટ દુકાળ સંવેદનશીલ વિસ્તારોમાં કચ્છ અને સૌરાષ્ટ્ર .

આ ડેમ મુખ્ય પાવર પ્લાન્ટ છ 200 મેગાવોટ ધરાવે ફ્રાન્સિસ પંપ-ટર્બાઇન વીજળી પેદા અને સમાવેશ થાય છે નાખી-સંગ્રહ ક્ષમતા. વધુમાં, મુખ્ય નહેર માટે ઇન્ટેક પર પાવર પ્લાન્ટ પાંચ 50 મેગાવોટ સમાવે કેપલાન ટર્બાઇન -generators. શક્તિ સુવિધાઓ કુલ સ્થાપિત ક્ષમતા 1,450 મેગાવોટ છે. તેના અંતિમ રૂપરેખાંકન પછી (વોલ્યુમ દ્વારા) બીજા ક્રમની સૌથી મોટી કોંક્રિટ ગ્રેવીટી ડેમ છે ગ્રાન્ડ COULEE ડેમ યુએસ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું છલતી ફેંકવો ક્ષમતા ધરાવે છે. –

બોરડી માં આવેલી ઈનામિક શાળા માં ૩ જી વખત મુલાકાત

તા-૧૪-૨-૨૦૧૩ શુક્રવાર્ ના રોજ અભિગમ નિ બહેનો એ બોરડી માં આવેલી ઈનામિક શાળા માં ૩ જી વખત મુલાકાત લીધી… દર વખત ની જેમ આ વખતેં  પણ ફરી વખત કાર્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું..વિધાર્થી ઓએ  પ્રાર્થના ગાઈ ને કાર્યક્રમ ની  શરુઆત કરી.ત્યાર બાદ ત્યાંના આચાર્યશ્રી એ બધી બહેનનું સ્વાગત કર્યું …. આ વખતે કુલ ૪૦ વિધ્યાર્થી ની તથા વિધ્યાર્થી ઓને  વેસ્ટ માં થી બેસ્ટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.. આજકાલ લગ્ન ની સિઝન હોવાથી બહેનો નાં ઘરમાં કંકોત્રિ ઓનો તો પાર જ નહતો.. માટે આ કંકોત્રિ નો ઉપયોગ કરી બાળકૉને  બર્થ ડે કાર્ડ બનાવતાં શીખવ્યાં.. વિધાર્થી ઓ એ  ખુબ જ ઉત્સાહ થી બહુ બધાં કાર્ડ બનાવી કાઢ્યાં…

ત્યાર બાદ છોકરાઓ તથા છોકરાઓ ને  મુઝિકલ ચેર તથા લંગડિ ની રમત રમાડી ને

વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યાં..

IMG_4695 IMG_4698 IMG_4704 IMG_4705 IMG_4706 IMG_4707 IMG_4697 IMG_4711 IMG_4712 IMG_4713 IMG_4715 IMG_4717 IMG_4722 IMG_4724 IMG_4725 IMG_4709