સંગ્રહ

વર્ષ૨૦૧૦-૧૧ નો વાર્ષિક અહેવાલ

૨૭/૬/૨૦૧૦ ના દિવસે રીક્રીએશન ક્લબમાં “અભિગમ ગ્રુપ” ના પ્રથમ જન્મદિવસની ઉજવણી કર્યા બાદ બીજા વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાન થયેલી પ્રવ્રૂત્તિઓનો વાર્ષિક અહેવાલ આ સાથે રજૂ કરું છું.
(૧)૮/૭/૨૦૧૦ ના દિવસે બીજા વર્ષની પહેલી મીટીંગ એક બહેનને ઘેર યોજાઇ. આ દિવસે ચાર નવા સભ્યોનું સ્વાગત કરાયું અને તેમને ગ્રુપની પ્રવ્રૂત્તિઓ તથા નિયમોથી વાકેફ કરાયા.આ મીટીંગમાં બીજા વર્ષ દરમ્યાન કઇ કઇ પ્રવ્રૂત્તિઓ ક્યારે યોજી શકાય તેની ચર્ચા કરી.આ દિવસે એક બહેને તેમણે વાંચેલા ડો.દોલતભાઇ દેસાઇ લિખિત પુસ્તક”પરમને પામવા કાજે મનમાં બાંસુરી બાજે” નો સવિસ્તાર પરિચય આપ્યો.
(૨)૨/૭/૨૦૧૦ ના દિવસે બધી બહેનો રેહાનાબહેન(નકિયાહબહેન) કાગલવાલા કે જે દાહોદ નગરમાં રેન્ઝ નર્સરી ચલાવે છે તેમને ઘેર ગઇ અને તમણે પહેલાં “બોન્સાઇ-એક સર્જનાત્મક કળા” વિષે વ્યાખ્યાન આપ્યું અને ત્યારર્બાદ બોન્સાઇ કઇ રીતે બનાવી શકાય તે અંગે નિદર્શન પણ આપ્યું.રસ ધરાવતી બહેનોએ તેમને ઘેરથી બોન્સાઇ માટેનો સામન ખરીદ્યો અને પોતાના ઘર માટે બોન્સાઇ બનાવ્યું.
(૩)૫/૮/૨૦૧૦ દાહોદ નજીક આવેલા બોરડી ગામની ઇનામી પ્રાથમિક શાળામાં બધી બહેનો ગઇ અને ત્યાં “કન્યા કેળવણી”ના એક નાનકડા નમૂનારૂપે ધોરણ ૫.૬ અને ૭ છોકરીઓને જીવનમાં અત્યંત જરૂરી એવું પાયાનું હાથ સીલાઇકામ જેવું કે ગાજ બનાવવા, બટન ટાંકવા, ફાટેલા કપડા સાંધવા, ફાંટ લેવી, ઓટણ બખીયો કરવા.હૂક લગાવવા, આઇ બનાવવી વિગેરેનું શિક્ષણ આપ્યું.તે માટે બધો જ જરૂરી સામાન બહેનો ઘેરથી જ લઇ ગઇ હતી અને સોય,કાપડ તથા દોરાની વ્યવસ્થા ગ્રુપ તરફથી કરાઇ હતી. શિક્ષણ કાર્યના અંતે બદ્ફ્હોજ સામાન આ છોકરીઓને ભેટ આપવામાં આવ્યો. આ પઃઇ આ છોકરીઓને ત્રણ જૂથમાં ગોઠવી-ધોરન ૫.ધોરણ ૬ અને ધોરણ ૭ અને રમતસ્પર્ધા યોજી. દરેક જૂથના ત્રણ-ત્રણ વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા.ઇનામી શાળાના આચાર્ય,રાધાબહેન શાહ  અને તમામ શિક્ષકગણનો સહકાર અવર્ણનીય રહ્યો. તેમના આ સહકાર બદલ અભિગમ ગ્રુપની બહેનો તેમની આભારી છે.
૨૬/૮/૨૦૧૦ રક્ષાબંધન પર્વ નિમિત્તે બધી બહેનો દાહોદ નગરમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં અને ત્યાં રક્ષાબંધન પર્વને અનુરૂપ ગીતો ગાઇ પર્વની ઉજવણી કરી.વિદ્યાર્થીઓને રાખડી બાંધી.અને તેમને સૂકામેવાના પેકેટ્સ તથા ચોકલેટ્સ આપ્યા. આ પછી બધા જ વિદ્યાર્થીઓને ત્રણ જીથમા ગોઠવ્યા–ધોરણ ૧ થી ૪, ધોરણ ૫ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨, વિદ્યાર્થીઓને પહેલેથી જ વિષયો આપી દીધા હતા.આથી તેમની વકતૃત્વ સ્પર્ધા યોજી અને દરેક વિભાગમાંથી ત્રણ ત્રણ વિજેતાઓને ઇનામો આપ્યા.
૮/૯/૨૦૧૦ ના રોજ એક બહેનને ઘેર ગ્રીટીંગકાર્ડ બનાવવાનો વર્કશોપ યોજ્યો. બધી જ બહેનો પોતપોતાના ઘેરથી નકામી ચીજવસ્તુઓ જેવીકે રંગબેરંગી કાગળ, કાપડના ટૂકડા, આભલા, જરી,ટીકીઓ,દોરા, ઉન, નકામા જૂના દિવાળીકાર્ડ્સ વિગેરે લઇને ગઇ અને ગ્રુપ તરફથી એકસરખા કદના રંગીન કાર્ડપેપેર તથા ફેવીકોલ આપવામાં આવ્યા અને બહેનોએ મનમૂકીને પોતાની મૌલિક કલા રજૂ કરી ગ્રીટીંગ કાર્ડસ બનાવ્યા. આ કાર્દ્સનો ઉપયોગ પણ ગ્રુપની બહેનોના જમદિવસ, લગ્નતારીખની શુભેચ્છાઓ આપવા તથા વિદેશ પ્રવાસ, યાત્રા પર જતી બહેનોને શુભેચ્છા પાઠવવા કે માંદગીમાં સપડાયેલી ગ્રુપની બહેનએ સત્વરે પુનઃ નિરામયતા પ્રાપ્ત કરે તે માટેની શુભેચ્છા પાઠવવા કરાય છે. આ દિવસે એક બહેન સાઉથ આફ્રીકાની સ્ફર કરી આવ્યા હતા તેથી તેમની પાસેથી તેનું ફોટૉગ્રફ્સ સહિતનું વર્ણન સાંભળવા મળ્યું.
૨૫/૯/૨૦૧૦ એક બહેનને ઘેર બધી બહેનો ભેગી થૈ અને ગ્રુપની જ એક બહેને બધાને એગલેસ કેક કેવી રીતે બનાવવી તે માટેનું નિદર્શ આપ્યું.આ દિવસે મોટા પ્રોજેક્ટ સ્વરૂપે “બાળ આરોગ્ય સ્પર્ધા” ક્યારે અને કેવી રીતે યોજવી તેની ચર્ચા પણ કરી.

૨૮/૧૦/૨૦૧૦ ના રોજ એક બહેનના ઘેર ગ્રુપની એક બહેને મીણબત્તી કઇ રીતે બનાવવી અને સજાવવી(તેનું ડેકોરેશન) તે એંગેનું નિદર્શન કર્યું.બધી બહેનોએ નાતાલ તથા દિવાળી પર જાતે જ મીણબત્તી બનાવવા અને સજાવવાનો નિર્ધાર કર્યો.
૨૬/૯/૨૦૧૦ થી ૧૮/૧૨/૨૦૧૦ દરમ્યાન “બાળ આરોગ્ય સ્પર્ધા”ની સફળતા માટે તેની જાહેરાત કરવા પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ, પોસ્ટર્સ બનાવવા, લોક સંપર્ક કરવો, સ્પર્ધકોનાં રજૂસ્ટ્રેશન માટે ફોર્મ્સ વિગેરે તૈયાર કરવા, નિષ્ણાત તબીબોનો સંપર્ક કરી તેમેને આ કાર્યમાં સહાયક બનવા અનુરોધ કરવા રૂબરૂ મિલાકાતો યોજવી, સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવું, બેનર્સ બનાવડાવવા,વિગેરે કારુ થયા.
૧૯/૧૨/૧૦ ના દિવસે દાહોદમાં આવેલા રેડક્રોસ ભવનના હોલ પર “નિઃશુલ્ક બાળ આરોગ્ય સ્પર્ધા”નું આયોજન થયું.દાહોદ નગરના નિષ્ણાત તબીબો (૧)ડો.એમ.આર.અગ્રવાલ (૨) ડો.જેનબબહેન ગુંદરવાલા (૩)ડો.સલીમભાઇ શેખ (૪)ડો.રાકેશભાઇ જૈન (૫) ડો.યુસુફભાઇ વોરાએ પોતાના અમૂલ્ય સમય અને કૌશલ્ય આ કાર્ય માટે ફાળવી અમને સહાય  કરીને ઉત્સાહ વધાર્યો. રેડક્રોસ સોસયટીનાં ચેરમેન ડો.બી.કે.પટેલસાહેબ તથા રેડક્રોસ સોસાયટીનાં તમામ હોદ્દેદરો અને કાર્યકરોનો આ પ્રસંગે હાર્દિક સહકાર મળ્યો તે બદલ અમે તેમનાં આભારી છીએ. આ ઉપરાંત નવજીવન સાયન્સ કોલેજનાં એન.એસ.એસનાં વિદ્યાર્થીઓએ પણ સ્વયૉસેવક તરીકે સેવાઓ આપી તે બદલ અમે તેમનાં આભારી છીએ..
આ સ્પર્ધામાં ત્રણ જૂથ પાડવામાં આવ્યા.(૧) ૬ માસથી ૧ વર્ષનાં બાળકો (૨)૧ વર્ષથી ૨ વર્ષનાં બાળકો (૩)૨ વર્ષથી ૩ વર્ષનાં બાળકો..કુલ ૧૪૦ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. દરેક જૂથમાંથી ત્રણ-ત્રન વિજેતાઓ જાહેર કરાયા. અને તેમને ઇનામો તથા સર્ટીફીકેટ્સ આપવામા આવ્યા. અને તમામ સ્પર્ધ બાળકને બીસ્કીટનાં પેકેટ્સ તથા ફુગ્ગા આપવામાં આવ્યા.

૧૬/૧/૨૦૧૧ રીક્રીએશન ક્લબમાં બધી બહેનો ભેગી થઇ અને “પ્લાસ્ટીક ભગાવો- પર્યાવરણ બચાવો” અભિયાન શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરી.પ્લાસ્ટીકનાં ઝભલાની વૈકલ્પિક વ્યવસ્થારૂપે કાગળની કોથળીઓ બનાવવી અને બનાવડાવવી તથા જૂના કપડામાંથી કાપડના ઝભલા બનાવડાવવાનો વિચાર કર્યો. બધી બહેનોએ પોતપોતાના ઘરમાંથી જૂના કપડા એક બહેનને ઘેર જમા કરાવ્યા. આ બહેને બધી બહેનોને કાપડના ઝભલા માટે કાપડ કૈ રીતે કાપવું તેની તાલીમ આપી. જે પણ બહેન નવરી થાય ત્યારે કાપડના કટીંગમાં મદદ કરે તેમ નક્કી કરી ઢગલાબંધ કાપડનાં ઝભલા બનાવડાવ્યા. પહેલાં એક બહેને બધાને કાગળની થેલીઓ બનાવતાં શીખવ્યું જ હતું તેથી તે પણ પુષ્કળ સંખ્યામાં બનાવી.
૭/૩/૧૦૧૧ દાહોદ નગરમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં દરદીઓને બિસ્કીટ અને ખજૂરનું વિતરણ કર્યું.
૧૬/૩/૨૦૧૧ આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલનાં નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી નયનાબહેન કડ્કીયાએ સકારાત્મ અને નકારાત્મક વિચારો અને તેના આપણા જીવન પર પ્રભાવો પર ખૂબ જ સુંદર માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું.
૧૭/૩/૨૦૧૧ થી ૨/૫/૨૦૧૧ સુધીનો સમય શક્ય તેટલી વધુ કાગળની કોથળીઓ અને કાપડના ઝભલા બનાવાવા/બનાવડાવવામાં ગયો.

૬/૪/૨૦૧૧ ના રોજ બધી બહેનો એક બહેનના ઘેર ભેગી થઇ. એક બહેને “શ્રધ્ધા- અંધશ્રધ્ધા, કુરિવાજો, ખોટી માન્યતાઓ વિષે ખૂબ જ માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.

૧૬/૫/૨૦૧૧ ના રિજ એક બહેનના ઘેર બધી બહેનો એકઠી થઇ અને “પ્લાસ્ટીક ભગાવો, પર્યાવરણ બચાવો” અભિયાનની પ્રગતિ અને હિસાબ અંગે ચર્ચા કરી.
૨/૫/૨૦૧૧ થી ૧૭/૫/૨૦૧૧ સુધી ગ્રુપની બધી બહેનો આખાય દાહોદ નગરના વિવિધ વિસ્તારોમાં દુકાને દુકાને, લારીએ લારીએ ફરી અને કાગળની કોથળીઓ તથા કાપડના ઝભલાનું વિતરણ/ વેચાણ કર્યું.અમારા આ અભિયાનમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંતોષબહેન પટેલ તથા સલમાબહેન આંબાવાલા, નિર્મળાબહેન, લતાબહેન,ગીતાબહેન કાચવાલા જેવા  જાગરૂક અને ઉત્સાહી મહિલા કાઉન્સીલરનો સહયોગ સાંપડ્યો. અમે તે સર્વેનાં આભારી છીએ.
તારીખ ૨૭/૬/૨૦૧૦ નાં રોજ અભિગમ ગ્રુપનો  દ્વિતીય જન્મદિવસ ઉજવવાનો  હતો  પણ સારી એવી સંખ્યામાં ગ્રુપની બહેનો વિદેશ ગઇ હોવાથી કે બહારગામ હોવાથી તથા સમય દરમ્યાન અભિગમ ગ્રુપની અમુક બહેનો સાથે સંકળાયેલી કેટલીક દુઃખદ ઘટનાઓ બની તેથી પ્રવૄત્તિઓ મંદ પડી.
૧૮.૭/૨૦૧૧ ના રોજ એક બહેનના ઘેર બધા એકઠા થયા અને ગ્રુપનાં બીજા એક બહેન યુરોપનો પ્રવાસ કરી આવ્યા હતા તેથી તેમની પાસેથી તે પ્રવાસનું વર્ણન માણ્યું. વળી આ દિવસે નવા વર્ષમાં બીજી કઇ કઇ પ્રવૄત્તિઓ ક્યારે થઇ શકે તેની પણ ચર્ચા કરી.
૯/૯૨૦૧૧ ના રોજ દાહોદમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં બધી બહેનો ગઇ અને ગીત સ<ગીત સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. બધા વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની શરૂઆત તથા તેનો પૌરાણિક ઇતિહાસ તાજો કર્યો. આ દિવસે બધા જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન અભિગમ ગ્રુપ વતી આપવામાં આવ્યું.
૨૧/૯/૨૦૧૧ ના રોજ મુંબૈથી આવેલા શ્રી રમેશભાઇ વી. શેઠે વૈજનાથ મહાદેવનાં મંદિર પર “ધર્મ અને ગ્રહોનું માનવજીવનમાં મહત્વ” વિષય પર ખૂબ રસ્પ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.અને આ વિષય પર ચર્ચા પણ કરી

૮/૭/૨૦૧૧ ના રોજ એક બહેનના ઘેર બધા એકઠા થયા અને ગ્રુપનાં બીજા એક બહેન યુરોપનો પ્રવાસ કરી આવ્યા હતા તેથી તેમની પાસેથી તે પ્રવાસનું વર્ણન માણ્યું. વળી આ દિવસે નવા વર્ષમાં બીજી કઇ કઇ પ્રવૄત્તિઓ ક્યારે થઇ શકે તેની પણ ચર્ચા કરી.
૯/૯૨૦૧૧ ના રોજ દાહોદમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં બધી બહેનો ગઇ અને ગીત સ<ગીત સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. બધા વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની શરૂઆત તથા તેનો પૌરાણિક ઇતિહાસ તાજો કર્યો. આ દિવસે બધા જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન અભિગમ ગ્રુપ વતી આપવામાં આવ્યું.
૨૧/૯/૨૦૧૧ ના રોજ મુંબૈથી આવેલા શ્રી રમેશભાઇ વી. શેઠે વૈજનાથ મહાદેવનાં મંદિર પર “ધર્મ અને ગ્રહોનું માનવજીવનમાં મહત્વ” વિષય પર ખૂબ રસ્પ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.અને આ વિષય પર ચર્ચા પણ કરી.
વર્ષ૨૦૧૦-૧૧ નો વાર્ષિક અહેવાલ
૧૬/૧૦/૨૦૧૧ ના રોજ અભિગમ ગ્રુપના “પ્લાસ્ટીક ભગાવો, પર્યાવરણ બચાવો” અભિયાનની હકારાત્મક અસરો સમાજમાં જોવા મળી. તેનાથી અમને એક નવું જ બળ મળ્યું અને તેનો વ્યાપ વધારવા અમને દાહોદના ડીટીએન પરિવારનો ઉમળકાસભર પતિસાદ સાંપડ્યો. તેમણે આ દિવસે એક બહેનાના ઘરના મોટા હોલમાં વીડીઓ શુટીંગ કર્યું  અને નગરમાં વિવિધ સ્થળોએ ફરીને દુકાનદારોનો ઇન્ટરવ્યુ પણ લીધો અને તેને પ્રકાશિત કર્યો.
૪/૧૧/૨૦૧૧ ના રોજ એક બહેનના ઘેર બ્ધી બહેનો ભેગી થઇ અને અભિગમ ગ્રુપનો બીજો જ્ન્મદિવસ ક્યાં, ક્યારે અને કઇ રીતે ઉજવવો તેની ચર્ચા કરી તથા ડીસેમ્બર માસમાં દરેક વર્ષે યોજાય છે તે ફનફેરમાં અભિગમ ગ્રુપનો સ્ટોલ રાખવા અંગે પણ ચર્ચા કરી.

.

Advertisements

વર્ષ-૨૦૦૯-૧૦ નો વાર્ષિક અહેવાલ

તારીખ-૨૬-૬-૨૦૦૯

ના રોજ લગભગ સમાન રસ અને રૂચિ ધરાવતી બહેનો ભેગી થઇ અને એક નાનકડું ગ્રુપ રચાયું. આ ગ્રુપે થોડી ચર્ચા કરી અને નીચેના મુદ્દા નક્કી કર્યા. -સ્વવિકાસ અને સામાજિક વિકાસ

કરવાનું નક્કી કર્યું. -પોતાનામાં રહેલી સુષુપ્તશક્તિઓને ઓળખવી, જાગૄત કરવી અને બહાર લાવવી. -સ્પર્ધાઓનું આયોજન, જ્ઞાન સાથે ગમ્મત, પર્યટન-પ્રવાસનું આયોજન,સામાજિક સેવાઓ કરવી વિગેરે વિષે વિચાર્યું. -દરેક બહેન પાસેથી દર મહિને ૧૦૦ રૂપિયા સભ્ય ફી લેવી.

તારીખ-૧-૭-૨૦૦૯

સરકારી દવાખાનાં જઇ દરદીઓને બિસ્કીટો અને ફળોનું વિતરણ કર્યું.

૩-તારીખ-૧૫-૭-૨૦૦૯

આ ગ્રુપનું -“અભિગમ” એવું સર્વાનુમતે સ્વીકાર્ય તેવું નામકરણ કર્યું. વળી આ દિવસે દરેક સભ્યએ બે નિયમો લીધા…(૧)જમતી વખતે ટી.વી ન જોવું અને (૨)પ્લાસ્ટીકના ઝભલા(અતિ પાતળા પ્લાસ્ટીકની થેલીઓ ન વાપરવી). આ દિવસે બધા જ સભ્યોએ આઇ.સી.ઈ ઇન કેઇસ ઓફ ઇમરજન્સી વિષે માહિતી મેળવી. એક બહેન પાસેથી કોલાજકળા વિષે જાણકારી મેળવી, તેનું નિદર્શન નિહાળ્યું અને બધાએ એકએક કોલાજ બનાવવાનું નક્કી કર્યું.વળી “કચરામાંથી સોનું- બેસ્ટ ફ્રોમ વેસ્ટ” બનાવવાની વિવિધ તરકીબો જોઇ અને જાણી.તથા કાગળની કોથળીઓ બનાવવાની રીત શીખ્યા અને બનાવી પણ ખરી.  

તારીખ-૩-૮-૨૦૦૯

રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા અંધશાળામાં ગયા અને અંધ વિદ્યાર્થીઓને રાખડી બાંધી તથા તેમને અલ્પાહાર આપ્યો.

તારીખ-૧૭-૮-૨૦૦૯

સ્વમનોરંજન માટે એક બહેનના ઘેર હોમ થીયેટર હોવાથી ત્યાં “પોસાઇડન એડવેન્ચર” પીક્ચર(મુવી) જોયું તથા આ દિવસે હેલ્પ્લાઇન એટલે શું અને દાહોદમાં તેની જરૂરિયાત વિષે ચર્ચા કરી.

તારીખ-૨૨-૮-૨૦૦૯

કડાણા ડેમના પ્રવાસે ગયા.આનંદ પ્રમોદ સાથે વીજ ઉત્પાદન અને સિંચાઇ વિષે સવિસ્તર માહિતી મેળવી.આ પ્રવાસમાં ગ્રુપનાં એકત્રિત થયેલા પૈસાનો ઉપયોગ ન કરતા< દરેક સભ્યએ પોતાનો ખર્ચો જાતે જ કાઢ્યો.

તારીખ-૧-૯-૨૦૦૯

આપણી ધાર્મિક અને સાંસ્કૄતિક પરંપરાઓ, દૈનિક ક્રિયાઓ વિષે ચર્ચા વિચારણા કરી.(દા.ત)આપણે રોજ દીવો કેમ કરીએ છીએ?? વડીલોને પ્રણામ કેમ કરીએ છીએ???આરતી કેમ ઉતારીએ છીએ???વિગેરે

તારીખ-૭-૯-૨૦૦૯

ધોરણ ૩ માં ભણતા એક હોંશિયાર પણ અતિ ગરીબ વિદ્યાર્થી કે જેના પિતા અંધ થૈ ગયા છે તેને અભ્યાસમાં તેનો શાળાની ફી ભરવાનો ખર્ચૌ ઠાવાવ તેને દત્તક લીધો. અને ધોરણ ૧૨ સુધી તેની શાળાની ફી અભિગમ ગ્રુપે ભરવી તેમ નક્કી કર્યું. આ માટે વિદ્યાર્થીએ ખૂબ મહેનત કરી ઉત્તમ પરિણામ લાવવું ફરજિયાત છે તે તેને જણાવ્યું.

તારીખ-૧૬-૯-૨૦૦૯

“રેઇકી”વિષે ચર્ચા વિચારણા કરી અને સમાપનમાં ગ્રુપની એક બહેને રેઇકી વિષે તમામ માહિતી પૂરી પાડી. અને બહેનોએ આરતીની થાળીની સજાવટ કરી.

તારીખ-૩૦-૧૦-૨૦૦૯

નવા વર્ષની આનંદ-પ્રમોદ સાથે ઉજવણી કરી.ગ્રુપનાં એક બહેન પ્રવાસે જવાના હતા તેમને શુભેચ્છાકાર્ડ એક બહેને જાતે બનાવ્યું અને પહોંચાડ્યું.

તારીખ-૪-૧૧-૨૦૦૯

અભિગમ ગ્રુપનું વેબપેઇજ ઇન્ટરનેટ પર મૂક્યું.

૧૪-૧૧-૨૦૦૯

અંધશાળામાં ગરમ સ્વેટર તથા કાનટોપીનું વિતરણ કર્યું અને આ રીતે “બાલદિન”ની ઉજવણી કરી.

તારીખ-૧૫-૧૨-૨૦૦૯

ગ્રુપની ચાર ઉત્સાહી બહેનોએ “સલાડ ડેકોરેશન”નું નિદર્શન કર્યું.અભિગમ ગ્રુપ સિવાયની લગભગ ૩૫-૪૦ બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો.

તારીખ-૧૧-૧-૨૦૧૦

દાહોદનાં ડો.પ્રિયંકાબેન શાહે સ્તન કેન્સર અને બ્રેસ્ટકેન્સર વિષે ખૂબ વિસ્તારપૂર્વક માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું.

તારીખ-૬-૨-૨૦૧૦

ગોધરામાં આવેલા”નિરાંત” નામના વૃધ્ધાશ્રમમાંથી વૄધ્ધોને દાહોદ લાવ્યા અને એક બહેનના ફર્મ હાઉસમાં કાર્યક્રમનું આયોજન કરી આખો દિવસ તે તમામ વૄધ્ધો સાથે પસાર કર્યો.આ વડીલોને સુખદ ક્ષણો આપવા તેમની સાથે વિવિધ રમતો રમ્યા, ભજનો-ગીતો ગાયા, અંતાક્ષરી રમ્યા. ગ્રુપની બધી જ બહેનોએ “આપણું ઘર” એકાંકી નાટક ભજવ્યું.વડીલોને જમાડ્યા અને તેમને સ્મૄતિભેટ આપી.આ કાર્યક્રમમાં અભિગમ ગ્રુપ સિવાયના થોડા અન્ય નગરજનોએ પણ સ્વૈચ્છિક મદદ કરી.

તારીખ-૧૧-૩-૨૦૧૦

આ ગ્રુપનો હેતુ દરેક સભ્યમાં રહેલી આમ્તરિક શક્તિઓને ખીલવવાનો હોઇ,એક બહેનના ઘેર તે નાટકની ઉતારેલી વીડીઓની સી.ડી જોઇ અને દરેક સભ્યએ પોતાનું મૂલ્યાંકન કર્યું. ક્યારેય કશી જ પ્રવૄત્તિ ન કરેલી હોવા છતાં તેમણે નાટકમાં પોતાની રજૂઆત જોઇ સંતોષ અનુભવ્યો. આના દ્વારા ભવિષ્યાનાં વિકાસ માટેની તકો ઉભી થઇ.આ દિવસે નજીકનાં ભવિષ્યમાં આવનાર અભિગમ ગ્રુપનો પ્રથમ જન્મદિવસ કઇ રીતે ઉજવવો તેની ચર્ચા પણ કરી.

તારીખ-૨૯-૩-૨૦૧૦

મા-દીકરી, સાસુ-વહુ, મા-દીકરો-સાસુ જમાઇ જેવા સદાકાળ ચર્ચિત સારા-નરસા સંબંધો વિષે ગરમાગરમ ચર્ચા વિચારણા કરી. ગ્રુપનાં અનુભવી અને વયસ્ક એવી ૪ બહેનોએ તેનું સંચાલન કર્યું અને માર્ગદર્શન આપ્યું.

તારીખ-૨૧-૪-૨૦૧૦

ગ્રાહક સુરક્ષા મંડળનાં મંત્રી શ્રી.ઓચ્છવલાલભાઇ પંડ્યાએ “ગ્રાહકનાં હક્કો,છેતરપિંડીથી બચવાના ઉપાયો વિગેરે” વિષે વિસ્તારપૂર્વક વ્યાખ્યાન આપ્યું. ત્યારબાદ ગ્રુપનાં સભ્યોએ તે વિષે તેમની સાથે ચર્ચા પણ કરી. આ કાર્યક્રમમાં અભિગમ ગ્રુપ સિવાયની પણ કેટલીક બહેનોએ લાભ લીધો.

 

તારીખ-૨૭-૬-૨૦૧૦ અભિગમના પ્રથમ જન્મદિનની ઉજવણી કરી.