પાયલબહેન.
 આપે કુકરમા એગલેસ કેકે બનાવવાની રીત પૂછી છે તે અહીં લખી મોકલીએ છીએ.

કુકરમાં એગલેસ કેક બનાવવી
આ માટે એલ્યુમીનીયમનું કુકર વાપરવાથી વધુ સારું પરિણામ મળે છે.
તેનાં સ્તેપ્સ નીચે મુજબ છે.
૧-૧૨૫ ગ્રામ મેંદામાં ૧/૨ ચમચી ખાવાનો સોડા અને ૧/૨ ચમચી ફ્રુટસોલ્ટ તથા ૧ છલકતી ચમચી બેકીંગ પાવડર નાંખવો.
૨-હવે આ મિશ્રણને ચાર-પાંચવાર મેંદો ચાળવાની ઝીણી ચાળણીથી ચાળી લેવ્યં.
૩-એક પાત્રમાં ૬૦ગ્રામ સફેદ(મીઠા વગરનું માખણ અને ૨૦૦ ગ્રામ કન્ડેન્સ્ડ મીલ્ક લઇ તેને બ્લેન્ડરથી બરાબર મીક્સ કરવું.
૩-થાળીમાં મેંદાવાળું મિશ્રણ લઇ તેમાં માખણવાળું મિશ્રણ ઉમેરી દેવું.તે વખતે ફીણતા જવું.
૪-હવે આ મિશ્રણમાં તોડું થોડું દૂધ ઉમેરતા જવું અને ફીણતા જવું. લગભગ ૨૦૦ ગ્રામ જેટલું દૂધ ઉમેરી શકાય.
૫-આની સાથે સાથે ૬૦ ગ્રામ માવો હાથથી મસળીને નાંખવો.
૬-૧ ચમચી ઇલાયચીનો પાવડર હળવા હાથે મીક્સ કરવો.
૭-હવે કુકરને ગેસ પર મૂકી પ્રીહીટ કરી લો
૮- કુકરના એલ્યુમીનીયમના ખાનાની અંદર ચારે તરફ માખણ કે ઘી લગાડી,તેની પર કોરો મેંદો ભભરાવી તેમાં આ તૈયાર કરેલું મિશ્રણ ઠાલવી દો અને તેને તવેતા કે સ્પેચ્યુલાથી ફેલાવી દો
૯- તેના પર બદામ, પિસ્તાની કતરણ અને  ચારોળી લગભગ અઢી ચમચા(ટેબલસ્પુન) ભભરાવો
૧૦-આ કતર્ણને ઉંધી હથેળીથી હળવેથી દબાવો જેથી તે મેંદાના મિશ્રણ પર બરાબર ચોંટી જાય.
૧૧-કુકરનું આ ખાનું હવે પ્રી હીટેડ કુકરમાં મૂકી દો.
૧૨-મીડીયમ આંચ પર આ કેકે પકવવાની છે.કુકર પર તેનું ઢાંકણ ઉંધું મૂકો (રીંગનો ભાગ બહાર રહે તેમ.
૧૩-તેની પર વ્હીસલ મૂક્યા વગર જ પાકવા દો.થોડા થોડા સમયે ઢાંકણ ખોલી જોતા જાવ. અલબત્ત તેની પાકવાની સુગંધ પરથી જ તે તૈયાર થઇ ગઇ છે કે નહીં તેનો ક્યાલ આવી જ જાય છે.
આપ આ કેકે બનાવો અને પછી આપનો પ્રતિભાવ અચૂક લખજો.