લોગો અને તેનો અર્થ

ઉપર દર્શાવેલું ચિત્ર તે અમારા ગ્રુપનો લોગો(પ્રતીક ચિહ્ન) છે. જેના વિષેની માહિતી અત્રે પ્રસ્તુત છે.

અભિગમ”……

સંસ્કૃતભાષામાં તેનો અર્થ આ મુજબ થાય છે.

ગમ એટલે જવું કે ગમન અને અભિ એટલે “ની દિશામાં” અથવા “ની સાથે”

એટલે કે બધી બહેનો એકસાથે મળીને વિકાસની દિશામાં ગમન કરે છે.

લોગોમાં સૌથી ઉપર લખ્યું છે योगः कर्मसु कौशलम

એટલે કે કાર્ય(કર્મ)માં કુશળતા પ્રાપ્ત કરવી તે યોગ છે.

લોગોમાં બધાનું ધ્યાન ખેંચતું ચિત્ર પાંચ માનવ આકૃતિઓ છે જે ચક્રાકારે ગતિશીલ છે.

કહેવાયું છે કે ” જ્યાં હોય પાંચ ત્યાં ના આવે ઉનિ આંચ ….ચક્રાકાર ગતિમાં ગોઠવાયેલી માનવ આકૄતિઓ તે ઉર્જાનું વહન, લંબાયેલા હાથ ઉર્જાનું એકત્રીકરણ તથા તેનો સંગ્રહ સૂચવે છે.

પંચમહાભૂતનાં બનેલા માનવદેહ સૂચવે છે કે પાંચનો આંકડો ખૂબ જ શુકનવંતો છે.

આથી જ પાંચ કર્મેઇન્દ્રિયો-બે હાથ, બે પગ અને એક મસ્તક ,

જ્ઞાનેન્રિયો પાંચ-આંખ(દ્રષ્ટિ),નાક(ઘ્રાણેન્દ્રિય),કાન(શ્રવણેન્દ્રિય),જીભ(સ્વાદેન્દ્રિય)અને ત્વચા-ચામડી(સ્પર્શેન્દ્રિય),

આ ઉપરાંત પાંચ આંગળીઓ, જે ભેગી થાય તો મુટ્ઠી રચાય છે.જે સંગઠનનું પ્રતીક છે.

આમ અમે બધી બહેનો સંગઠીત થઇ ઉર્જાથી ભરપૂર બનીએ અને પરિસરમાં ઉર્જાનું વહન કરીએ તેવો આશય રહેલો છે.

લોગોમાં માનવ આકૃતિઓ રંગબેરંગી છે, જે સૂચવે છે કે ગ્રુપમાં બધી નહેનો ભિન્નભિન્ન સ્વભાવ,રસ અને રુચિ ધરાવે છે. વળી આ માનવ આકૃતિઓ પાંચ રંગની છે. તેમાં મૂળ રંગો ત્રણ છે લાલ,પીળો અને વાદળી….

જેમાં લાલ રંગ પ્રેમ અને સમર્પણનું સૂચન કરે છે,

પીળો રંગ મૈત્રીનું સૂચન કરે છે અને

વાદળી રંગ આકાશ કે સાગર જેવી વિશાળતા-અગાધતાનું સૂચન કરે છે .

આ ઉપરાંત દર્શાવેલા જાંબલી અને લીલો રંગ પણ કશુંક સૂચવે છે.

જાંબલી રંગ આધ્યાત્મિકતા કે પવિત્રતાનું સૂચન કરે છે..

અને લીલો રંગ હરિયાળી-પૂર્ણતા-હર્યાભર્યાણું દર્શાવે છે.

એટલેકે આ સહજ ભાવો ગ્રુપની બધી બહેનોમાં વત્તાઓછા અંશે જોવા મળે છે અને તે ચક્રાકારે ગતિ કરતાં કરતાં આ ભાવોને પોતાની આસપાસના પરિસરમાં પ્રસરાવવાનું ભગીરથ કાર્ય લઇને નીસરી છે….

લોગોમાં પીળો અને વાદળી રંગ સંયોજાતાં બનતો લીલો રંગ પણ છે. જે સૂચવે છે કે જ્યાં સ્ત્રી હોય ત્યાં હરિયાળી-પૂર્ણતા-હર્યાભર્યાપણું છવાય જ,

લાલ અને વાદળી રંગ મળીને જાંબલી રંગ બને છે જે આધ્યાત્મિકતા. કે પવિત્રતાનું સૂચન કરે છે……. અને બધાને ખબર છે કે સ્ત્રી અને આધ્યાત્મિકતા એકબીજાનાં પર્યાયો છે. અને ………..

લોગોમાં સૌથી નીચે લખેલું છે…

“અભિગમ”……જેનો અર્થ ઉઅપર સ્પષ્ટ કરેલો જ છે..

Advertisements
5 ટિપ્પણીઓ

5 thoughts on “લોગો અને તેનો અર્થ

  1. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s