અમારા વિષે

flower bud

ભારતમાં આવેલા ગુજરાત રાજ્યને કોણ નથી જાણતું?

ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા જ્યાં જાય ત્યાં ઝળક્યા વગર જ ના રહે…..

આવા મનમોહક ગુજરાતના પૂર્વ સીમાડે આવેલું અમારું દાહોદ નગર….

મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બે સરહદો સાથે જોડાયેલું હોઇ,દોહદ (દાહોદ) તરીકે ગુજરાતમાં પ્રખ્યાત છે.

અમારા નગરમાં કેટલીક મહિલાઓને વિચાર આવ્યો કે સાવ નવરા બેસી, નકામી ગપશપમાં સમય બરબાદ કરવાને બદલે શા માટે કાંઇ સર્જનાત્મક કાર્ય ન કરવું????

અને તેનાં પરિણામ સ્વરૂપે એક નાનકડું જૂથ રચાયું. બધાએ ભેગા મળીને તેને “અભિગમ” ના આપ્યું….

અભિગમ….વિચારોનો અને વર્તનનો…..અને તે સહજ રીતે જ એક અભિયાન બની ગયું.

કશું ક નવીન વિચારવું, તેને માટે જે કાંઈ જરૂરી હોય તે કરવું અને અમલમાં મૂકવું તેવો અભિગમ અપનાવ્યો. આપ જ્યારે આ બ્લોગની મુલાકાતે આવ્યા છો ત્યારે  શાંતિથી વાંચજો અને આપના અમૂલ્ય અભિપ્રાયો તથા માર્ગદર્શન પણ આપજો.

સ્ત્રીને શાક્તિનું રૂપ ગણવામાં આવે છે. તેનામાં રહેલી અપાર ઉર્જાના સ્રોતને જો યથાયોગ્ય વળાંક આપવામાં આવે તો તે કુટુંબ,સમાજ,રાજ્ય અને રાષ્ટ્રનું રૂપ બદલી શકે છે.

દરેક વ્યક્તિ અદ્વિતય જ હોય છે.દરેકમાં કાંઇને કાંઇ વિશિષ્ટ કૌશલ્ય રહેલું જ હોય છે. આ કૌશલ્યનૉ યોગ્ય વિનિયોગ કરી સૌ પ્રથમ તો પોતાનો અને ત્યારબાદ અન્યનો વિકાસ સાધવાનું આ જૂથે નક્કી કર્યું . તે માટે અવનવા કાર્યક્રમો- પ્રવ્રુત્તિઓ યોજી.અને તેનાં પરિણામો આપ અહીં માણી શકશો.

Advertisements
21 ટિપ્પણીઓ

21 thoughts on “અમારા વિષે

 1. અમારા લાયક કોઇ પ્રવૃત્તિ હોય અથવા કોઇ પ્રવૃત્તિમાં અમને શામેલ કરવા ધારતા હો તો આનંદ થશે. આ બ્લોગને મારી પસંદગીના બ્લોગમાં શામેલ કર્યો છે. ( http://akhilsutaria.feedcluster.com )

 2. i visit your site,it is really very wonderfull “Abhiyan”.i proud of you “ABHIGAM GROUP”.congrates and best wishes on completing one year successfully.i will be always ready to help you any time at anywhere.BHARAT R. SHAH & FAMILY.DAHOD.

 3. ખૂબ જ સુંદર બ્લોગ તો છે જ પરંતુ અભિગમે જે પ્રવૃતિ શરૂ કરી છે તે ખાસ કરીને જે સ્ત્રીઓ કિટી પાર્ટી જેવી ફાલતો પ્રવૃતિમાં સમય અને શક્તિ ઉપરાંત નાણાં વેડફે છે તે સર્વે આપની આ પ્રવૃતિમાથી પ્રેરણા મેળવે અને સમાજોપયોગી પ્રવૃતિમાં પોતાનો ફાળો આપે તો સુંદર કામ થાય ! હું તો નિવૃત પણ શારીરીક રીતે સક્ષમ પુરૂષો પણ આમાંથી પ્રેરણા મેળવે તેવી અપેક્ષા રાખું છું.

 4. તમારો ઈમેલ વાંચી હર્ષની લાગણી થઈ. તમે રચનાત્મક રીતે નિવૃત્તિમાં પણ પ્રવૃત્ત છો એ અમારા માટે મૂલ્યવાન દાખલો છે. સાથે મળીને તમે બધા અનંદ મેળવો છો અને મળેલો આનંદ સહુને વહેંચો છો. આપની આ પ્રવૃત્તિને ઈશ્વર સહાય કરે એવી અંત:કરણની પ્રાર્થના.

  પંચમ શુક્લ

 5. નવા વરસ ,નવા નિશ્ચયો, નવા નિર્ણયો લેવાશે ,

  નવુ ધ્યેય લઈ ને “અભિગમ ગ્રુપ”આગળ ધપશે,તો નવું કઇંક કહેવાશે

  નવા વરસના સન્કલ્પો સાકારીત બને જીવનમાં,

  બગડેલી બાજી સુધરી જશે, મહાન બનશે માનવી ને કૈં કહેવાશે

  જવાબદારીનું સાથે મળી ને વહન કરીશું,

  દિલની સાચી લગન થી જિવન ને સાચી દિશા આપીશું,

  નવું વરસ કંઇ નથી સમયમાં,નવું જૂનું મુજ મનમાં છૅ.

  તે અભિગમ અન્યને આપી, આપણે અભિગમ બદલીશું,

  મળી રહ્યા છો પ્રથમવાર તો હસીયે ખુશ રહીએ,

  પ્રભુ સૌ ને નિરામય રાખે,તેટલી જ અભ્યાર્થના..

  નયના કડકિયા.

 6. Trust PaPa ને તથા આમારા વિચાર અને પ્રયત્નો ને બિરદાવવા બદલ અભિગમ ના અમે ખુબ ખુબ આભારી છીયે. આપ સર્વે ના કર્યો અને લોકસેવા ના ક્યોં કરવાની પદ્ધતિ થી અમને ખુબ પ્રેરણા મળી છે. આમારા એક વર્ષ ના આનુભવથી અમે સતત અનુભવ્યું છે કે Saving of One Rupee Can change life of so many …..and it is changing…. આપની સંસ્થાને અને આપે લોકસેવાના ઉપાડેલા કર્યો ને ટ્રસ્ટ પા પા ની શુભકામનાઓ. સમાજઉપયોગી કાર્યોમાં ક્યાંક અભિગમ અને ટ્રસ્ટ પા પા જોડે કાર્ય કરીશકે તો અમને વિશેષ આનંદ થશે.
  સિધ્ધાર્થ ઠાકર
  Trust PaPa.

 7. ગુજરાતીલેક્સિકોન, ભગવદ્ગોમંડલ, લોકકોશના સ્થાપક અને ભાષાકીય પ્રવૃત્તિમાં હંમેશા આગળ રહેનાર શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા ઉર્ફે પૂજનીય રતિકાકા જેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમ્યાન તેમના સંપર્કમાં આવતાં દરેક લોકોને માટે એક પ્રેરણાસ્રોત સમાન રહ્યા છે તે આજે આપણા સૌની વચ્ચે હયાત નથી. વિજયાદશમીને દિવસે જન્મેલા રતિકાકાએ વિજયાદશમી (13 ઑક્ટોબર 2013)ને જ પોતાના જીવનનું અંતિમ બિંદુ બનાવ્યું છે. રતિકાકા એક જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા.

  શ્રી પ્રેમચંદ ચંદરયા અને શ્રીમતી પૂંજીબહેન ચંદરયાના પનોતા પુત્ર શ્રી રતિલાલ ચંદરયાનો જન્મ 24 ઓક્ટોબર, 1922ના થયો હતો. પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમણે નૈરોબી અને મોમ્બાસામાં લીધું હતું. શૈક્ષણિક કાળ દરમ્યાન તેઓ યુવા પ્રવૃત્તિઓ, રમતગમત, યોગવિદ્યા વગેરે પ્રવૃત્તિમાં સક્રિય રીતે જોડાયેલા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ જૈન યુથ લીગ, નૈરોબીના એક સભ્ય હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સપરિવાર તેમણે ભારતમાં સ્થળાંતર કર્યું. આ સમયગાળા દરમ્યાન પોતાનો અભ્યાસ ચાલુ રાખવાને બદલે તેમણે પરિવારના પરંપરાગત વ્યવસાયમાં જોડાવવાનું નક્કી કર્યું. ભારતમાં તેમણે ઘણાં નવાં ઔદ્યોગિક સાહસોની સ્થાપના કરી અને પોતાની દૂરંદેશી અને સૂઝબૂઝથી આયાત–નિકાસનો ધંધો વિકસાવી તેનું વિસ્તરણ પણ કર્યું.

  નૈરોબીમાં જન્મેલાં વિજ્યાલક્ષ્મીબહેન સાથે તેમનાં લગ્ન, ઈ.સ. 1943માં જામનગર મુકામે થયાં. એક પુત્રી, ત્રણ પુત્રો અને આઠ પૌત્ર–પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓનો બહોળો પરિવાર તેઓ ધરાવે છે. 1946માં તેઓ નૈરોબી પાછા ફર્યા અને સક્રિય રીતે પોતના વ્યવસાયમાં જોડાયા અને વ્યાવસાયિક કારણોસર તેઓ અવારનવાર પૂર્વ અને મધ્ય આફ્રિકાની સફર ખેડતા રહ્યા. તેમની પચાસીના શરૂઆતના વર્ષોમાં તેમના પરિવારજનોએ કેન્યા અને બીજા દેશોમાં વ્યાવસાયિક વિસ્તરણ કરવાનો રસ દાખવ્યો. તેમણે 1960માં દાર-એ-સલામમાં વસવાટ કર્યો અને ત્યારબાદ 1965માં યુરોપીય દેશોમાં વ્યાપારના વિસ્તરણ માટે લંડન ખાતે વસવાટ કર્યો. લંડનના વસવાટ દરમ્યાન અમેરિકામાં ધંધાકીય શક્યતાઓ તેમણે ચકાસી. દક્ષિણ-પૂર્વ એશિયામાં ધંધાકીય વિસ્તરણ કરવા માટે સિંગાપોરમાં તેમણે 1975માં વસવાટ કર્યો તે પહેલાં ટૂંકા ગાળા માટે તેઓ જીનીવા રહ્યા હતા. સ્થાનાંતરણ અને વિસ્તરણના સમગ્ર ગાળા દરમ્યાન તેઓ એક સશક્ત ઉદ્યોગસાહસિક તરીકે ઊભરી આવ્યા અને તેમણે વિવિધ ખંડો અને દેશોમાં પોતાની પારિવારિક મૂડી અને સંપત્તિનું રોકાણ કર્યું.

  વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય તેઓ છેલ્લાં 65 વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે મહાત્મા ગાંધી એવોર્ડસ, ભારતીય જીમખાના, જૈન સેન્ટર, જૈન ફેલોશીપ સેન્ટર વગેરેમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. સમાજના પુનુરુત્થાન માટેની પ્રવૃત્તિઓ માટે પોતાનો સમય અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવાના તેઓ હંમેશાં હિમાયતી રહ્યા છે.

  આ સિવાય તેમનું પ્રદાન નીચે જણાવેલી અન્ય સંસ્થાઓમાં પણ રહ્યું છે :
  1972માં તેઓ યુગાન્ડામાંથી નિર્વાસિત લોકોના કલ્યાણ માટે નિર્મિત એમ્પ્લોયમેન્ટ વર્કિંગ પાર્ટી ઑફ કો–ઓર્ડિનેટિંગ કમીટીના એક સભ્ય હતા.
  1972માં ભારતીય વિદ્યા ભવનની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય તરીકે નિમાયા.
  1973માં તેઓ બે વખત ઓશવાલ એસોશિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા
  ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના વાઇસ ચેરમેન પદેથી તેઓ 1975માં રિટાયર્ડ થયા ત્યાં સુધી ભવનની ભંડોળ એકત્ર કરનારી સમિતિના તેઓ જનરલ સેક્રેટરી, ચેરમેન તરીકેની ફરજો નિભાવી છે
  ઈ.સ. 1980માં સંગમ, એસોશિયેશન ઑફ એશિયન વુમેનના ટ્રસ્ટી.
  1982માં ભારતીય જીમખાનાના ટ્રસ્ટી અને 1985માં તેના ચેરમેન બન્યા.
  ડિસેમ્બર 1991માં ભારતીય તહેવારો ટ્રસ્ટના ટ્રસ્ટી અને તહેવાર કમિટીના મેમ્બર બન્યા.
  એસોશિયેશન ઑફ એશિયન ઇન યુકેના ફાઉન્ડર ચેરમેન
  ઓશવાલ એસોશિયેશન યુકેના ચેરમેન અને બોર્ડ ઑફ ટ્રસ્ટી તરીકે બે વખત ચૂંટાયા
  ‘ઇન્ટરનેશનલ ફોરમ ઑફ ઓવરસીઝ ઇન્ડિયનસ’ના સ્થાપક
  ‘ઇન્ડિયન સ્પોર્ટસ અને ફિઝિકલ ફાઉન્ડેશન’ના સ્થાપક ટ્રસ્ટી
  ‘ઇન્સ્ટીટ્યુટ ઑફ જૈનોલોજી, લંડન અને અમદાવાદ’ના સ્થાપક અને ચેરમેન
  ‘ઇન્ટરનેશનલ સેક્રેડ લિટરેચર ટ્રસ્ટ, લંડન’ના ટ્રસ્ટી
  પાલીતાણા ખાતે આવેલ ‘ઓશવાલ યાત્રિક ગૃહ’ના ટ્રસ્ટી.
  જામનગર સ્થિત ‘હાલારી વિશા ઓશવાલ દેરાસર ટ્રસ્ટ’ના ટ્રસ્ટી 

  ગુજરાતી ભાષાના સ્રોત તરીકે રજૂ કરવામાં આવેલ ગુજરાતીલેક્સિકોનના સ્થાપક તરીકેની તેમની ઓળખ સૌથી વધુ પ્રચલિત છે. ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની તેમને આ પ્રકલ્પ સુધી લઈ આવી અને માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય તેની પાછળ આપ્યો છે. ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને રુચિ ધરાવનારા લોકો માટે ગુજરાતીલેક્સિકોનને એક સેતુ સમાન બનાવવાની મહેચ્છા દાખવતા હતા. તેમની ભાષા માટે કંઈક કરી છૂટવાની ઘેલછા અને ઉત્સાહની મહેંક આજે વિવિધ ખંડો અને સંસ્થાઓમાં પ્રસરી ચૂકી છે. 13 જાન્યુઆરી 2006ના દિવસે ગુજરાતી ભાષાના સૌથી મોટા પોર્ટલ તરીકે ગુજરાતીલેક્સિકોનની રજૂઆત થઈ. સમયાંતરે સરસસ્પેલ ચેકર, ભગવદ્ગોમંડલ, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ, રમતો, બાળકો માટેની રમતો અને મોબાઇલ એપ્લિકેશન વગેરે વિભાગો થકી ગુજરાતીલેક્સિકોન વધુ સમૃદ્ધ બન્યું. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ, સીડેક અને બીજી અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ગુજરાતીભાષાના પ્રચાર અને પ્રસારના ઘણા પ્રકલ્પોમાં ગુજરાતીલેક્સિકોને પોતાનો ફાળો આપ્યો છે. તેમણે ગુજરાતીભાષાના ઐતિહાસીક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલને ડિજિટાઇઝ કરી તેની વેબ આવૃત્તિ ભાષા પ્રેમીઓ માટે રજૂ કરી છે. યુએસ કૉગ્રેસ ફેડરલ લાઇબ્રેરીના કેટલોગમાં ગુજરાતી ભાષાના સીમાચિહ્ન રૂપી કાર્ય તરીકે આ વેબ આવૃત્તિને સ્થાન આપવામાં આવ્યું છે.

  એક સફળ અને સશક્ત ધંધાકીય સાહસના સ્થાપક શ્રી રતિકાકાનું જીવન કોઈપણ વ્યક્તિને પ્રેરણા પૂરી પાડનારું રહ્યું છે. તેમણે તેમના જીવનમાં ઘણાં મોટા લક્ષ્યાંકો અને સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના સમકાલીન લોકો અને મિત્રો હંમેશાં તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહ્યા છે.

  તેઓ તેમની પાછળ એક સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે.

  જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત
  જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

 8. ‘અભિગમ’ ની બહેનોની પ્રવૃત્તિઓ પાછળ હૃદયની ભાવના સારી છે… આપ સૌ આપના બ્લૉગ પર નિયમિત પોસ્ટ પ્રકાશિત કરતા રહો તો અન્યને પ્રેરણા મળશે…
  શુભેચ્છા સહ … હરીશ દવે .. અમદાવાદ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s