અભિગમવેબ્લોગ

એક અભિયાન

ફનફુડફેર-૨૦૧૧-૧૨ December 31, 2011

——————————————————————————–

—————————————————————————————

———————————————————————————–

દાહોદમાં પ્રત્યેક વર્ષે ઉજવાતા ફનફુડફેરનું આ વર્ષે પણ આયોજન થયું. તારીખ-૩૦/૩૧/ડીસેમ્બર અને ૧ લી જાન્યુઆરીમાં તે યોજાયો. અમારા અભિગમ ગ્રુપની બહેનોએ પણ  આ વર્ષે ખાણીપીણીનો એક સ્ટોલ રાખ્યો.

————————————————————————————

તેમાં ચાર આઇટમો મુકવામાં આવી-
(૧)દહીંવડા (૨)ઇડલીસંભાર (૩)ટોમેટોસુપ અને કોમ્બોડીશ.આ ઉપરાંત બાલાજી નમકીન અને પાપડના ગુલા પણ ખરા જ….કોમ્બોડીશમાં દહીંવડા, ઇડલી સંભાર, સુપ ત્રણે નો સમાવેશ કર્યો અને આ ડીશ લેનારને બાલાજી નમકીનનું એક પેકેટ ફ્રી આપવામાં આવ્યું.

    

————————————————————————————

અમારો તો પહેલો જ અનુભવ હતો પરંતુ દાહોદ નગરની જનતાએ અમને જે સાથ અને સહકાર આપ્યો અને અમારા આ પ્રથમ પ્રયત્નને બીરદાવ્યો તથા પ્રોત્સાહન પુરૂં પાડ્યું તે બદલ અમે સર્વના આભારી છીએ.

——————————————————————————————

————————————————————————————-

આ વર્ષે યોજાયેલ ફનફુડ ફેરમાં ભાગ લેવાનો અમારો મૂળ ઉદ્દેશ તો દાહોદ નગરની જનતા  પ્લાસ્ટીકનાં ઝભલાનો ઉપયોગ બંધ કરે અને તેનાં વિકલ્પ રૂપે કાપડની કે કાગળની કોથળીઓ અને થેલીઓનો ઉપયોગ કરી પર્યાવરણને બચાવવામાં પોતાનું મહત્વનૂ યોગદાન આપે તે હતો જે અમે ખૂબ જ સારી રીતે પ્રતિપાદિત કરી શક્યા.

—————————————————————-

————–

 

અભ્યાર્થના December 31, 2011

Filed under: ઉજવણી — abhigamweblog @ 4:52 pm

 

 

 

 

નવા વરસ ,નવા નિશ્ચયો, નવા નિર્ણયો લેવાશે ,

નવુ ધ્યેય લઈ ને “અભિગમ ગ્રુપ”આગળ ધપશે,તો નવું કઇંક કહેવાશે

નવા વરસના સંકલ્પો સાકારીત બને જીવનમાં,

બગડેલી બાજી સુધરી જશે, મહાન બનશે માનવી ને કૈં કહેવાશે

જવાબદારીનું સાથે મળીને વહન કરીશું,

દિલની સાચી લગન થી જીવન ને સાચી દિશા આપીશું,

નવું વરસ કંઇ નથી સમયમાં,નવું જૂનું મુજ મનમાં દે,

તે અભિગમ અન્યને આપી, આપણે અભિગમ બદલીશું,

મળી રહ્યા છો પ્રથમવાર તો હસીયે ખુશ રહીએ,

પ્રભુ સૌને નિરામય રાખે,તેટલી જ અભ્યાર્થના….

નયના કડકિયા.

 

બીજા જન્મદિવસની ઉજવણી November 12, 2011

Filed under: ઉજવણી — abhigamweblog @ 5:16 pm

તારીખ ૧૧-૧૧-૨૦૧૧ ના દિવસે અભિગમ ગ્રુપના બીજા જન્મદિવસની ઉજવણી એક બહેનના ઘરના બગીચામાં કરવામાં આવી.બધી જ બહેનો સજોડે ત્યાં હાજર રહી. અભિગમ ગ્રુપના બીજા જન્મદિવસની ઉજવણી માટે બહેનોએ પહેલેથી જ ઉજવણી સ્થળને ફુલોની રંગોળીથી અને દિવાઓનાં ઝગમગાટથી શણગારી દીધું હતું.

 

 

 

ફુલોની રંગોળી

 

 

 

 

 

ફુલોની રંગોળી

 

 

 

 

 

 

 

 

દિવાઓનાં ઝગમગાટ

 

 

 

દિવાઓનાં ઝગમગાટ

ઉજવણીઓ કાર્યક્રમ નીચે મુજબ યોજાયો.
(૧)સૌ પ્રથમ એક બહેને આમંત્રિતોનું સ્વાગત શબ્દો દ્વારા કર્યું.

 

 

 

 

આમંત્રિતોનું સ્વાગત

 

 

 

આમંત્રિતો

 

 

 

 

 

આમંત્રિતો

આમંત્રિતો

 

 

 

આમંત્રિતો

(૨)તે પછી એક બહેને વર્ષ ૨૦૧૦-૧૧ નિ વાર્ષિક અહેવાલ વાચ્યો અને સર્વેને ગ્રુપે કરેલી પ્રવ્રૂત્તિઓથી વાકેફ કર્યા.


 

 

 

(૩)ગ્રુપમાં નવા જોડાયેલા સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું.
(૪) ત્યારબાદ હાઉસી,સંગીત ખુરશી અને કેટલીક સજોડે રમવાની  રમતો રમ્યા.

 

 


 

 

 

હાઉસી

 

 

 

 

 

 

હાઉસી

 

 

 

વિજેતાઓને ઇનામો અપાયા.

 

 

 

વિજેતા

 

 

 

વિજેતા

 

 

 

સંગીત ખુરશી

 

 

 

સંગીત ખુરશી

 

 

 

સજોડે રમવાની રમત

(૫)આમંત્રિતોને પોતાનાં પ્રતિભાવો દર્શાવવા વિનંતી કરી.
(૬)આંમંત્રિતોએ પોતાની અભિવ્યક્તિ દર્શાવી.

(૭)બધાએ સાથે ભોજન લીધું.

 

 

 

 

 


 

 

 

(૮) સર્વેનો આભાર વ્યક્ત કર્યો.

આમ અભિગમ ગ્રુપનો બીજો જન્મદિવસ ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ઉજવાયો.

 

વર્ષ૨૦૧૦-૧૧ નો વાર્ષિક અહેવાલ November 12, 2011

Filed under: અહેવાલ — abhigamweblog @ 4:31 pm

૨૭/૬/૨૦૧૦ ના દિવસે રીક્રીએશન ક્લબમાં “અભિગમ ગ્રુપ” ના પ્રથમ જન્મદિવસની ઉજવણી કર્યા બાદ બીજા વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૦-૧૧ દરમ્યાન થયેલી પ્રવ્રૂત્તિઓનો વાર્ષિક અહેવાલ આ સાથે રજૂ કરું છું.
(૧)૮/૭/૨૦૧૦ ના દિવસે બીજા વર્ષની પહેલી મીટીંગ એક બહેનને ઘેર યોજાઇ. આ દિવસે ચાર નવા સભ્યોનું સ્વાગત કરાયું અને તેમને ગ્રુપની પ્રવ્રૂત્તિઓ તથા નિયમોથી વાકેફ કરાયા.આ મીટીંગમાં બીજા વર્ષ દરમ્યાન કઇ કઇ પ્રવ્રૂત્તિઓ ક્યારે યોજી શકાય તેની ચર્ચા કરી.આ દિવસે એક બહેને તેમણે વાંચેલા ડો.દોલતભાઇ દેસાઇ લિખિત પુસ્તક”પરમને પામવા કાજે મનમાં બાંસુરી બાજે” નો સવિસ્તાર પરિચય આપ્યો.
(૨)૨/૭/૨૦૧૦ ના દિવસે બધી બહેનો રેહાનાબહેન(નકિયાહબહેન) કાગલવાલા કે જે દાહોદ નગરમાં રેન્ઝ નર્સરી ચલાવે છે તેમને ઘેર ગઇ અને તમણે પહેલાં “બોન્સાઇ-એક સર્જનાત્મક કળા” વિષે વ્યાખ્યાન આપ્યું અને ત્યારર્બાદ બોન્સાઇ કઇ રીતે બનાવી શકાય તે અંગે નિદર્શન પણ આપ્યું.રસ ધરાવતી બહેનોએ તેમને ઘેરથી બોન્સાઇ માટેનો સામન ખરીદ્યો અને પોતાના ઘર માટે બોન્સાઇ બનાવ્યું.
(૩)૫/૮/૨૦૧૦ દાહોદ નજીક આવેલા બોરડી ગામની ઇનામી પ્રાથમિક શાળામાં બધી બહેનો ગઇ અને ત્યાં “કન્યા કેળવણી”ના એક નાનકડા નમૂનારૂપે ધોરણ ૫.૬ અને ૭ છોકરીઓને જીવનમાં અત્યંત જરૂરી એવું પાયાનું હાથ સીલાઇકામ જેવું કે ગાજ બનાવવા, બટન ટાંકવા, ફાટેલા કપડા સાંધવા, ફાંટ લેવી, ઓટણ બખીયો કરવા.હૂક લગાવવા, આઇ બનાવવી વિગેરેનું શિક્ષણ આપ્યું.તે માટે બધો જ જરૂરી સામાન બહેનો ઘેરથી જ લઇ ગઇ હતી અને સોય,કાપડ તથા દોરાની વ્યવસ્થા ગ્રુપ તરફથી કરાઇ હતી. શિક્ષણ કાર્યના અંતે બદ્ફ્હોજ સામાન આ છોકરીઓને ભેટ આપવામાં આવ્યો. આ પઃઇ આ છોકરીઓને ત્રણ જૂથમાં ગોઠવી-ધોરન ૫.ધોરણ ૬ અને ધોરણ ૭ અને રમતસ્પર્ધા યોજી. દરેક જૂથના ત્રણ-ત્રણ વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા.ઇનામી શાળાના આચાર્ય,રાધાબહેન શાહ  અને તમામ શિક્ષકગણનો સહકાર અવર્ણનીય રહ્યો. તેમના આ સહકાર બદલ અભિગમ ગ્રુપની બહેનો તેમની આભારી છે.
૨૬/૮/૨૦૧૦ રક્ષાબંધન પર્વ નિમિત્તે બધી બહેનો દાહોદ નગરમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં અને ત્યાં રક્ષાબંધન પર્વને અનુરૂપ ગીતો ગાઇ પર્વની ઉજવણી કરી.વિદ્યાર્થીઓને રાખડી બાંધી.અને તેમને સૂકામેવાના પેકેટ્સ તથા ચોકલેટ્સ આપ્યા. આ પછી બધા જ વિદ્યાર્થીઓને ત્રણ જીથમા ગોઠવ્યા–ધોરણ ૧ થી ૪, ધોરણ ૫ થી ૮ અને ધોરણ ૯ થી ૧૨, વિદ્યાર્થીઓને પહેલેથી જ વિષયો આપી દીધા હતા.આથી તેમની વકતૃત્વ સ્પર્ધા યોજી અને દરેક વિભાગમાંથી ત્રણ ત્રણ વિજેતાઓને ઇનામો આપ્યા.
૮/૯/૨૦૧૦ ના રોજ એક બહેનને ઘેર ગ્રીટીંગકાર્ડ બનાવવાનો વર્કશોપ યોજ્યો. બધી જ બહેનો પોતપોતાના ઘેરથી નકામી ચીજવસ્તુઓ જેવીકે રંગબેરંગી કાગળ, કાપડના ટૂકડા, આભલા, જરી,ટીકીઓ,દોરા, ઉન, નકામા જૂના દિવાળીકાર્ડ્સ વિગેરે લઇને ગઇ અને ગ્રુપ તરફથી એકસરખા કદના રંગીન કાર્ડપેપેર તથા ફેવીકોલ આપવામાં આવ્યા અને બહેનોએ મનમૂકીને પોતાની મૌલિક કલા રજૂ કરી ગ્રીટીંગ કાર્ડસ બનાવ્યા. આ કાર્દ્સનો ઉપયોગ પણ ગ્રુપની બહેનોના જમદિવસ, લગ્નતારીખની શુભેચ્છાઓ આપવા તથા વિદેશ પ્રવાસ, યાત્રા પર જતી બહેનોને શુભેચ્છા પાઠવવા કે માંદગીમાં સપડાયેલી ગ્રુપની બહેનએ સત્વરે પુનઃ નિરામયતા પ્રાપ્ત કરે તે માટેની શુભેચ્છા પાઠવવા કરાય છે. આ દિવસે એક બહેન સાઉથ આફ્રીકાની સ્ફર કરી આવ્યા હતા તેથી તેમની પાસેથી તેનું ફોટૉગ્રફ્સ સહિતનું વર્ણન સાંભળવા મળ્યું.
૨૫/૯/૨૦૧૦ એક બહેનને ઘેર બધી બહેનો ભેગી થૈ અને ગ્રુપની જ એક બહેને બધાને એગલેસ કેક કેવી રીતે બનાવવી તે માટેનું નિદર્શ આપ્યું.આ દિવસે મોટા પ્રોજેક્ટ સ્વરૂપે “બાળ આરોગ્ય સ્પર્ધા” ક્યારે અને કેવી રીતે યોજવી તેની ચર્ચા પણ કરી.

૨૮/૧૦/૨૦૧૦ ના રોજ એક બહેનના ઘેર ગ્રુપની એક બહેને મીણબત્તી કઇ રીતે બનાવવી અને સજાવવી(તેનું ડેકોરેશન) તે એંગેનું નિદર્શન કર્યું.બધી બહેનોએ નાતાલ તથા દિવાળી પર જાતે જ મીણબત્તી બનાવવા અને સજાવવાનો નિર્ધાર કર્યો.
૨૬/૯/૨૦૧૦ થી ૧૮/૧૨/૨૦૧૦ દરમ્યાન “બાળ આરોગ્ય સ્પર્ધા”ની સફળતા માટે તેની જાહેરાત કરવા પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગ, પોસ્ટર્સ બનાવવા, લોક સંપર્ક કરવો, સ્પર્ધકોનાં રજૂસ્ટ્રેશન માટે ફોર્મ્સ વિગેરે તૈયાર કરવા, નિષ્ણાત તબીબોનો સંપર્ક કરી તેમેને આ કાર્યમાં સહાયક બનવા અનુરોધ કરવા રૂબરૂ મિલાકાતો યોજવી, સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવું, બેનર્સ બનાવડાવવા,વિગેરે કારુ થયા.
૧૯/૧૨/૧૦ ના દિવસે દાહોદમાં આવેલા રેડક્રોસ ભવનના હોલ પર “નિઃશુલ્ક બાળ આરોગ્ય સ્પર્ધા”નું આયોજન થયું.દાહોદ નગરના નિષ્ણાત તબીબો (૧)ડો.એમ.આર.અગ્રવાલ (૨) ડો.જેનબબહેન ગુંદરવાલા (૩)ડો.સલીમભાઇ શેખ (૪)ડો.રાકેશભાઇ જૈન (૫) ડો.યુસુફભાઇ વોરાએ પોતાના અમૂલ્ય સમય અને કૌશલ્ય આ કાર્ય માટે ફાળવી અમને સહાય  કરીને ઉત્સાહ વધાર્યો. રેડક્રોસ સોસયટીનાં ચેરમેન ડો.બી.કે.પટેલસાહેબ તથા રેડક્રોસ સોસાયટીનાં તમામ હોદ્દેદરો અને કાર્યકરોનો આ પ્રસંગે હાર્દિક સહકાર મળ્યો તે બદલ અમે તેમનાં આભારી છીએ. આ ઉપરાંત નવજીવન સાયન્સ કોલેજનાં એન.એસ.એસનાં વિદ્યાર્થીઓએ પણ સ્વયૉસેવક તરીકે સેવાઓ આપી તે બદલ અમે તેમનાં આભારી છીએ..
આ સ્પર્ધામાં ત્રણ જૂથ પાડવામાં આવ્યા.(૧) ૬ માસથી ૧ વર્ષનાં બાળકો (૨)૧ વર્ષથી ૨ વર્ષનાં બાળકો (૩)૨ વર્ષથી ૩ વર્ષનાં બાળકો..કુલ ૧૪૦ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો. દરેક જૂથમાંથી ત્રણ-ત્રન વિજેતાઓ જાહેર કરાયા. અને તેમને ઇનામો તથા સર્ટીફીકેટ્સ આપવામા આવ્યા. અને તમામ સ્પર્ધ બાળકને બીસ્કીટનાં પેકેટ્સ તથા ફુગ્ગા આપવામાં આવ્યા.

૧૬/૧/૨૦૧૧ રીક્રીએશન ક્લબમાં બધી બહેનો ભેગી થઇ અને “પ્લાસ્ટીક ભગાવો- પર્યાવરણ બચાવો” અભિયાન શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરી.પ્લાસ્ટીકનાં ઝભલાની વૈકલ્પિક વ્યવસ્થારૂપે કાગળની કોથળીઓ બનાવવી અને બનાવડાવવી તથા જૂના કપડામાંથી કાપડના ઝભલા બનાવડાવવાનો વિચાર કર્યો. બધી બહેનોએ પોતપોતાના ઘરમાંથી જૂના કપડા એક બહેનને ઘેર જમા કરાવ્યા. આ બહેને બધી બહેનોને કાપડના ઝભલા માટે કાપડ કૈ રીતે કાપવું તેની તાલીમ આપી. જે પણ બહેન નવરી થાય ત્યારે કાપડના કટીંગમાં મદદ કરે તેમ નક્કી કરી ઢગલાબંધ કાપડનાં ઝભલા બનાવડાવ્યા. પહેલાં એક બહેને બધાને કાગળની થેલીઓ બનાવતાં શીખવ્યું જ હતું તેથી તે પણ પુષ્કળ સંખ્યામાં બનાવી.
૭/૩/૧૦૧૧ દાહોદ નગરમાં આવેલી સીવીલ હોસ્પિટલમાં દરદીઓને બિસ્કીટ અને ખજૂરનું વિતરણ કર્યું.
૧૬/૩/૨૦૧૧ આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કૂલનાં નિવૃત્ત શિક્ષિકા શ્રીમતી નયનાબહેન કડ્કીયાએ સકારાત્મ અને નકારાત્મક વિચારો અને તેના આપણા જીવન પર પ્રભાવો પર ખૂબ જ સુંદર માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું.
૧૭/૩/૨૦૧૧ થી ૨/૫/૨૦૧૧ સુધીનો સમય શક્ય તેટલી વધુ કાગળની કોથળીઓ અને કાપડના ઝભલા બનાવાવા/બનાવડાવવામાં ગયો.

૬/૪/૨૦૧૧ ના રોજ બધી બહેનો એક બહેનના ઘેર ભેગી થઇ. એક બહેને “શ્રધ્ધા- અંધશ્રધ્ધા, કુરિવાજો, ખોટી માન્યતાઓ વિષે ખૂબ જ માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.

૧૬/૫/૨૦૧૧ ના રિજ એક બહેનના ઘેર બધી બહેનો એકઠી થઇ અને “પ્લાસ્ટીક ભગાવો, પર્યાવરણ બચાવો” અભિયાનની પ્રગતિ અને હિસાબ અંગે ચર્ચા કરી.
૨/૫/૨૦૧૧ થી ૧૭/૫/૨૦૧૧ સુધી ગ્રુપની બધી બહેનો આખાય દાહોદ નગરના વિવિધ વિસ્તારોમાં દુકાને દુકાને, લારીએ લારીએ ફરી અને કાગળની કોથળીઓ તથા કાપડના ઝભલાનું વિતરણ/ વેચાણ કર્યું.અમારા આ અભિયાનમાં દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સંતોષબહેન પટેલ તથા સલમાબહેન આંબાવાલા, નિર્મળાબહેન, લતાબહેન,ગીતાબહેન કાચવાલા જેવા  જાગરૂક અને ઉત્સાહી મહિલા કાઉન્સીલરનો સહયોગ સાંપડ્યો. અમે તે સર્વેનાં આભારી છીએ.
તારીખ ૨૭/૬/૨૦૧૦ નાં રોજ અભિગમ ગ્રુપનો  દ્વિતીય જન્મદિવસ ઉજવવાનો  હતો  પણ સારી એવી સંખ્યામાં ગ્રુપની બહેનો વિદેશ ગઇ હોવાથી કે બહારગામ હોવાથી તથા સમય દરમ્યાન અભિગમ ગ્રુપની અમુક બહેનો સાથે સંકળાયેલી કેટલીક દુઃખદ ઘટનાઓ બની તેથી પ્રવૄત્તિઓ મંદ પડી.
૧૮.૭/૨૦૧૧ ના રોજ એક બહેનના ઘેર બધા એકઠા થયા અને ગ્રુપનાં બીજા એક બહેન યુરોપનો પ્રવાસ કરી આવ્યા હતા તેથી તેમની પાસેથી તે પ્રવાસનું વર્ણન માણ્યું. વળી આ દિવસે નવા વર્ષમાં બીજી કઇ કઇ પ્રવૄત્તિઓ ક્યારે થઇ શકે તેની પણ ચર્ચા કરી.
૯/૯૨૦૧૧ ના રોજ દાહોદમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં બધી બહેનો ગઇ અને ગીત સ<ગીત સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. બધા વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની શરૂઆત તથા તેનો પૌરાણિક ઇતિહાસ તાજો કર્યો. આ દિવસે બધા જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન અભિગમ ગ્રુપ વતી આપવામાં આવ્યું.
૨૧/૯/૨૦૧૧ ના રોજ મુંબૈથી આવેલા શ્રી રમેશભાઇ વી. શેઠે વૈજનાથ મહાદેવનાં મંદિર પર “ધર્મ અને ગ્રહોનું માનવજીવનમાં મહત્વ” વિષય પર ખૂબ રસ્પ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.અને આ વિષય પર ચર્ચા પણ કરી

૮/૭/૨૦૧૧ ના રોજ એક બહેનના ઘેર બધા એકઠા થયા અને ગ્રુપનાં બીજા એક બહેન યુરોપનો પ્રવાસ કરી આવ્યા હતા તેથી તેમની પાસેથી તે પ્રવાસનું વર્ણન માણ્યું. વળી આ દિવસે નવા વર્ષમાં બીજી કઇ કઇ પ્રવૄત્તિઓ ક્યારે થઇ શકે તેની પણ ચર્ચા કરી.
૯/૯૨૦૧૧ ના રોજ દાહોદમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં બધી બહેનો ગઇ અને ગીત સ<ગીત સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. બધા વિદ્યાર્થીઓને રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની શરૂઆત તથા તેનો પૌરાણિક ઇતિહાસ તાજો કર્યો. આ દિવસે બધા જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન અભિગમ ગ્રુપ વતી આપવામાં આવ્યું.
૨૧/૯/૨૦૧૧ ના રોજ મુંબૈથી આવેલા શ્રી રમેશભાઇ વી. શેઠે વૈજનાથ મહાદેવનાં મંદિર પર “ધર્મ અને ગ્રહોનું માનવજીવનમાં મહત્વ” વિષય પર ખૂબ રસ્પ્રદ અને માહિતીસભર વ્યાખ્યાન આપ્યું.અને આ વિષય પર ચર્ચા પણ કરી.
વર્ષ૨૦૧૦-૧૧ નો વાર્ષિક અહેવાલ
૧૬/૧૦/૨૦૧૧ ના રોજ અભિગમ ગ્રુપના “પ્લાસ્ટીક ભગાવો, પર્યાવરણ બચાવો” અભિયાનની હકારાત્મક અસરો સમાજમાં જોવા મળી. તેનાથી અમને એક નવું જ બળ મળ્યું અને તેનો વ્યાપ વધારવા અમને દાહોદના ડીટીએન પરિવારનો ઉમળકાસભર પતિસાદ સાંપડ્યો. તેમણે આ દિવસે એક બહેનાના ઘરના મોટા હોલમાં વીડીઓ શુટીંગ કર્યું  અને નગરમાં વિવિધ સ્થળોએ ફરીને દુકાનદારોનો ઇન્ટરવ્યુ પણ લીધો અને તેને પ્રકાશિત કર્યો.
૪/૧૧/૨૦૧૧ ના રોજ એક બહેનના ઘેર બ્ધી બહેનો ભેગી થઇ અને અભિગમ ગ્રુપનો બીજો જ્ન્મદિવસ ક્યાં, ક્યારે અને કઇ રીતે ઉજવવો તેની ચર્ચા કરી તથા ડીસેમ્બર માસમાં દરેક વર્ષે યોજાય છે તે ફનફેરમાં અભિગમ ગ્રુપનો સ્ટોલ રાખવા અંગે પણ ચર્ચા કરી.

.

 

ધર્મ અને ગ્રહો October 23, 2011

Filed under: વ્યાખ્યાનો — abhigamweblog @ 5:24 pm


તારીખ ૨૧ મી સપ્ટેમ્બરના રોજ બધી બહેનો દાહોદ નગરમાં આવેલા વૈજનાથ મહાદેવ પર ભેગી થઇ. મુંબઇથી દાહોદ આવેલા શ્રી.રમેશભાઇ વી. શેઠે ધર્મ વિષે અને ગ્રહોની માનવજીવન પર અસરો તેમજ ધર્મ અને ગ્રહો- વીષે પોતાનું વક્તવ્ય આપ્યું. બધાને ખૂબ જ સરસ માહિતી પ્રાપ્ત થઇ. તેમણે જે વક્તવ્ય આપ્યું તેના સારરૂપે કહી શકાય કે વિશ્વનાં તમામ ધર્મોને આપણે અનેક નદીઓનું જળ જેમ સાગર તરફ જ પ્રયાણ કરે છે તેમ દરેક ધર્મ એક જ સંકલ્પના દર્શાવે છે. માત્ર તેનાં રસ્તાઓ અલગ અલગ છે. અને ગ્રહો અને તેની અસરો પર કેટલાક લોકો જરા પણ માનતા નથી પણ તે એક વિશાળ વિજ્ઞાન જ છે અને દરેક ગ્રહની માત્ર સજીવો જ નહીં પણ નિર્જીવો પર પણ અસર થાય છે જ.

 

DTN દ્વારા વીડીઓ શુટીંગ October 22, 2011

Filed under: જાગરૂકતા અભિયાન — abhigamweblog @ 5:39 pm

 

તારીખ ૧૬ મી ઓક્ટોબરે બધી બહેનો એક બહેનના હોલમાં ભેગી થઇ અને ત્યાં દાહોદના સ્થાનિક સમાચર પ્રસારિત કરતા DTN  દ્વારા વીડીઓ શુટીંગનું આયોજન થયું. દાહોદ નગરમાં પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ બંધ કરીને તેની વૈકલ્પિક વ્યવસ્થા માટે અભિગમ ગ્રુપની બધી જ બહેનો કાર્યરત હતી. અને તે માટે અમને તમામ રીતે સહાયભૂત થઇને  હકારાત્મક પગલા દાહોદ નગરરપાલિકાએ સક્રિય પગલા લીધા. પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ કરે તે વેપારીઓને દંડ જાહેર કર્યો. જેથી હાલ દાહોદ નગરમાં તેનો ઉપયોગ મહદાંશે બંધ થયો છે.
આ માટે શુટીંગ થયું અને આ જ પ્રસાર માધ્યમનાં સભ્યોએ જુદી જુદી દુકાનોમાં જઇને વેપારીઓનાં પ્રતિભાવોનું પણ શુટીંગ કર્યું.
આ દિવસે જ અમારા આગામી કાર્યક્રમોની ચર્ચા થઇ. જેમાં ડીસેમ્બરમાં શેઠ શ્રી ગિરધરલાલ સંસ્કારકેન્દ્ર દ્વારા આયોજિત થતા ફનફેરમાં અભિગમ ગ્રુપનો એક સ્ટોલ રાખવાની અને વર્ષ ૨૦૧૦-૧૧ ની અભિગમ ગ્રુપનો બીજો જન્મદિવસ ઉજવવાના કાર્યક્રમની પણ ચર્ચા કરી.

 

કાચલ આશ્રમમાં October 22, 2011


તારીખ ૨૩ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ પાસે લીમખેડાની નજીક આવેલા કાચલા આશ્રમની મુલાકાતે જવા બધી બહેનો નીકળી. આ આશ્રમ શહેરની ધમાલથી સાવ જ અલગ હોઇ એક અદભૂત વાતાવરણ સર્જતો લાગ્યો.ખૂબ જ શાંતિ અને કુદરતને માણવાનો અનેરો લહાવો બધાને મળ્યો.

 

 

 

 

 

 

 

 

અમે બધા સાથે નાસ્તો લઇને ગયા હતા.ત્યાં જઇ સૌ પ્રથમ તો આશ્રમની અને આસપાસના પર્યાવરણની મુલાકાત લીધી. ત્યાં વસતા મહંતજીને મળ્યા.તેની સ્થાપના વિષે માહિતી મેળવી. આ આશ્રમમાં વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ છે. તેઓ ત્યાં રહે છે અને દાહોદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા જાય છે. અમે બધા આ આશ્રમના ખુલા હોલમાં ગોઠવાયા અને પછી તો જાતજાતની રમતો રમ્યા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

બધાને ભૂખ લાગી એટલે નાસ્તો કર્યો. આશ્રમમાં પણ આપ્યો.સાંજ દુધી ત્યાં રહ્યા અને પછી દાહોદ તરફ પ્રયાન કર્યું. બધાએ પર્યટનને ખૂબ આનંદથી માણ્યું.

 

અંધશાળામાં રક્ષાબંધન August 11, 2011

Filed under: ઉજવણી,સેવાકાર્યો — abhigamweblog @ 8:04 am

 

 

 

 

 

 

 

 

તારીખ ૯/૧૧/૨૦૧૧ નાં દિવસે ૧૨ બહેનો દાહોદમાં છાપરી મુકામે આવેલી અંધશાળામાં રક્ષાબંધન માટે ગઇ. પ્રાર્થના અને સ્વાગતગીત બાદ શાળાનાં આચર્ય શ્રી પટેલસાહેબે બધી બહેનોને આવકાર આપ્યો અને પ્રારંભિક પ્રવચન આપ્યું. બહેનોએ વિદ્યાર્થીઓને   કરી રાખડી બાંધી અને મીઠું મેં કરાવ્યું. સાથેસાથે રક્ષાબંધનાનાં ભાવભર્યા ગીતો પણ ગાયા. રક્ષાબંધનનું મહ્ત્વ બે ત્રણ બહેનોએ વર્ણવ્યું અને તમામ વિર્દ્યાર્થીઓ તંદુરસ્ત રહે, પ્રગતિ કરે, નવાં નવાં કૌશલ્યો  હાંસલ કરે અને આત્મનિર્ભર બની ખુમારીથી  જીવન જીવે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન બહેનો દ્વારા આપવામાં આવ્યું.

 

પર્યાવરણ બચાવો અભિયાન-૧ May 21, 2011

Filed under: જાગરૂકતા અભિયાન — abhigamweblog @ 10:34 am

બાળ તંદુરસ્તી સ્પર્ધાના સફળ આયોજન બાદ અભિગમ ગ્રુપની બહેનો પર્યાવરણની જાળવણી માટે એક નાનકડો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો..અમારું આ અભિયાન તારીખ ૨-૫-૨૦૧૧ થી ૧૭-૫-૨૦૧૧ સુધીનું હતું
આપણે સહુ જ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં પ્લાસ્ટીકની થેલીઓ(ઝભલાઓ) નો ઉપયોગ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.આપણે બધા જ કાપડીની કે કાગળની થેલી વાપરવાનું વીસરતા જઇએ છીએ.  કાગળ, કાપડ કે અન્ય જૈવિક વસ્તુ સહેલાઇથી જમીનમાં એકરૂપ થઇ શકે છે પણ પ્લાસ્ટીકની નકામી થેલીઓ જો જમીનમાં દાટવામાં આવે તો યુગો સુધી તેની પર કાંઇ જ અસર થતી નથી અને આપણે જાણીએ છીએ કે આપણે બધા જ દરરોજ ઢગલે ઢગલા પ્લાસ્ટીક કચરામાં પધરાવીએ છીએ. જો પ્લાસ્ટીકની થેલીઓ જાડી હોય તો તેને ઓગાળીને તેનું પુનઃચક્રીકરણ કરી નવી થેલીઓ બનાવી શકાય છે પણ જો તે 20-30 માઈક્રોનની કે તેનાથી પાતળી હોય તો તે ફરી ઉપયોગમાં લઇ શકાતું નથી અને જમીનમાં તે
ઓગળતું પણ નથી. તેથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. સારી જમીન પણ નકામી થતી જાય છે.જે આપણા માટે અતિ વિકટ સમસ્યા છે. વળી ગાય, ભેંસ જેવા પ્રાણીઓ તેને ખાઇ પણ જાય છે અને પરિણામે ઘણી વખત તે વિનાશક બને છે.શું આપણે આપણા પોતાના માટે અને આવનારી આપણી ભવિ પેઢી માટે થોડું ઉમદા કાર્ય ન કરી શકીએ????પ્લાસ્ટીકની થેલીઓ જ્યાં ત્યાં ફેંકાય છે તેનાથી ગટરો પુરાઇ જાય છે. તેની સફાઇ પણ ખૂબ જ મોટી સમ્સ્યા સર્જે છે.નગરપાલિકાનાં તમામ હોદ્દેદારો અને સભ્યોની પણ આ જ ફરિયાદ છે. થોડાક જ સમય પછી ચોમાસું શરૂ થશે અને બધી જ ગટરો આ પ્લાસ્ટીકની કોથળીઓથી ચોકઅપ થૈ જશે પરિણામે રસ્તાઓ પર પાણી ભરાશે. આપણા ઘરોમાં પણ ગટરના પાણીનો બેક ફ્લો થતાં સંડાસ, બાથરૂમો પાણીથી ભરાઇ જશે અને આપણે વાંક કાઢીશું નગરપાલિકાનો….
શું આપણે પણ આ માટે જવાબદાર નથી??????

અમે અભિગમ ગ્રુપની બહેનો દાહોદના તમામ નગરજનોને અપીલ કરીએ છીએ કે આપ ખરીદી કરવા જાઓ ત્યારે આપની સાથે કાપડની કે કાગળની થેલી અચૂક
રાખશો.પ્લસ્ટિકના ઝભલામાં સામન લઇ આવવાનું ટાળશો.આપણું આ નાનકડું કાર્ય આપણા પર્યાવરણને બચવાવામાં અમૂલ્ય ફાળૉ આપશે…
આ ઉપરાંત સૂકી વસ્તુઓ જેવી કે દાળ, ખાંડ, ચા, લોટ, ફળો વિગેરે કાગળની
કોથળીમાં ભરીને પણ વેચી શકાય છે. આ માટે પણ અમારા ગ્રુપની બહેનો સસ્તી
અને મજ્બૂત કાગળની થેલીઓ પ્રાપ્ત કરવા નગરજનોને મદદ કરવા તૈયાર છે. જો નગરના તમામ  નગરજનો જાગૃત થાય તો આપણા નગરના પર્યાવરણને બચાવવામાં મોટો સહયોગ સાંપડી શકે.
ગુજરાત રાજ્ય સરકારે પણ પ્લાસ્ટીકના ઝભલાઓનો ઉપયોગ બંધ કરવા અનુરોધ કર્યો જ છે. મોટા શહેરોમાં તો તે દંડને પાત્ર પણ ગણાયું છે.અમે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપ પ્લસ્ટીકના ઝભલાઓનો ઉપયોગ બંધ કરીને અમારા આ અભિયાનને સફળ બનાવવામાં ચોક્કસ મદદ કરશો.
અમારું આ અભિયાન તારીખ ૨-૫-૨૦૧૧ થી ૧૭-૫-૨૦૧૧ સુધીનું હતું અને તેમાં બધી બહેનો સ્ટેશન રોડ, બસસ્ટેન્ડ અને ઠક્કારફળિયા,એમ.જી. રોડ, પડાવ,
ગોધરારોડ, ગોદીરોડ વિગેરે સ્થળે નાની-મોટી દુકાનોનો સંપર્ક સાધી તેમને
કાપડના ઝભલા અને કાગળની થેલીઓ આપ્યા હતા. આ કાર્યમાં નગરપાલિકાના
સંતોષબહેન પટેલ, સલમાબહેન આંબાવાલા,નિર્મળાબહેન, લતાબહેન અને ગીતાબહેન કાચવાલાએ પણ અમારી સાથે આ અભિયાનમાં જોડાઇ સાથ અને સહકાર આપ્યો હતો.મોટા ભાગના દુકાનદારોનો એક જ સૂર હતો કે અમને પણ પ્લાસ્ટીકના ઝભલા ઘણા જ મોંઘા પડે છે  અને જો તેનો વૈકલ્પિક ઉકેલ મળતો હોય તો અમે આ ઝભલાઓને હટાવી શકીએ.તેમનું કહેવું હતુંકે નાના દુકાનદારોને દર મહિને રૂ.૨૦૦ થી ૫૦૦ અને મોટા દુકાનદારોને મહિને ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલો  ખર્ચ આ ઝભાલાઓ માટે થાય છે. જો નગરજનો જ કાપડની થેલીઓ લઇને આવે તો બંનેને અને પર્યવરણને ફાયદો જ થાય. તેમણે અમારા અભિયાનાને ખૂબ જ વખાણ્ણ્યું હતું.
હાલમાં અમે બધી બહેનો ભેગી થઇ જૂના કપડામાંથી ઝભલા બનાવી વ્યાજબી ભાવે તમામ દુકાનદારોને  આપવા માંગીએ છીએ.જેથીકાપડની થેલી લઇને ન આવેલા ગ્રાહકોને નજીવી કિંમતે આ કાપડના ઝભલામાં તેમનો સામન આપી શકે. આપ જો વેપારી હો તો અમારી પાસેથી અત્યંત અલ્પ મૂલ્યે આવા ઝભલા ખરીદી ગ્રાહકોને આપશો તો અમારા આ ઉમદા કાર્યમાં સહભાગી થવાનું ગૌરવ લઇ શકશો. જૂના અથવા નવા કાપડના ઝભલાઓ કે કાગળનૉ થેલીઓ મેળવવા આપ નીચેના સેન્ટરનો સંપર્ક કરી શકો છે.

ક્રીશ્ના હેન્ડલુમ
સ્ટેશનરોડ,
દાહોદ.
મોબાઇલ નંબર-૯૪૨૭૬૬૦૦૬૦ (94276 60060)

આ ઉપરાંત અમે દાહોદ નગરની ઘણી બધી દુકાનો પર નીચેનાં પોસ્ટર્સ લગાવવા આપ્યા…

પ્લાસ્ટિકના ઝભલા ભગાવો….
અને પર્યાવરણ બચાવો….

 

શ્રધ્ધા-અંધશ્રધ્ધા April 8, 2011

Filed under: ચર્ચા-વિચારણા — abhigamweblog @ 9:46 am

 

 

 

 

 

 

 

 

તારીખ ૬ એપ્રિલના દિવસે
અભિગમ ગ્રુપની બધી બહેનો મળી અને બે મુદ્દા પર ચર્ચા ચાલી.
સૌ પ્રથમ પર્યાવરણ સુરક્ષા માટે આદરેલ અભિયાન માટે તૈયાર કરાયેલ કાપડના ઝભલા અને તેના વેચાણ માટે ચર્ચા કરવામાં આવી અને
ત્યારબાદ અમારામાંની એક બહેને શ્રધ્ધા-અંધશ્રધ્ધા વિષે વ્યાખ્યાન આપ્યું અને બધાએ આપણા સમાજમાં વ્યાપક વિષે માન્યતા ચર્ચા કરી.
જે બહેને વ્યાખ્યાનમાં વિચારો દર્શાવ્યા તે નીચે મુજબ છે.
1- શ્રધ્ધાઅને અંધશ્રધ્ધા વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે.જ્યારે શ્રધ્ધા પૂરી થાય ત્યારે અંધશ્રધ્ધા શરૂ થાય છે.
2-અંધશ્રધ્ધા એ પાપ વગરનો ભગવાનનો ડર છે.
3-તે મનની શ્રધ્ધાએક સ્થિતિ છે.
4-તે પાયા વગરની માન્યતા છે.
5-શ્રધ્ધા એદરેકની અંગત માન્યતા છે.
6-જુદાજુદા દેશોમાં વસતા જાતજાતના લોકો વૈવિધ્યપૂર્ણ અંધશ્રધ્ધા ધરાવતા હોય છે. કેટલાક લોકો તેને અનુસરે છે જ્યારે કેટલાક તેને વાહિયાત વાત ગણે છે.જ્યારે કેટલાક તેનાથી ડરીને દૂર જ ભાગે છે.વ્યક્તિ ભણેલી હોય કે અભણ, તે જાતજાતની અંધશ્રધ્ધામાં માને છે અને સાથેસાથે ભારોભાર શ્રધ્ધા પણ ધરાવે છે.
કેટલાક ઉદાહરણો જોઇએ—
૧)અમાસના દિવસે સારું કામ ન કરાય.
૨)ત્રીજ અને તેરસ વણમાગ્યા સારા મુહુર્ત ગણાય છે.
૩-)છીંક આવે,બિલાડી આડી ઉતરે,દૂધ ઉભરાય,કાચ તૂટે તો અપશુકન/અશુભ થાય -કૂતરા રડે તો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય
૪)પુરુષની ડાબી આંખ ફરકે કે સ્ત્રીની જમણી આંખ ફરકે તો અશુભ થાય.
૫)-હથેળીમાં ખંજવાળ આવે તો ધનલાભ થાય અને પગના તળિયે ખંજવાળ આવે તો બહારગામ જવાનું (સ્થળાંતર)થાય.
૬)-વહેલી પરોઢનાં સપના સાચા પડે છે. વિગેરે વિગેરે…
અંધશ્રધ્ધા એ મનની નબળાઇ છે.
કોઇપણ બાબતમાં અંધશ્રધ્ધા એટલે ભગવાનમાં ઓછી શ્રધ્ધા.
વિખ્યાત ક્રીકેટરો, નેતાઓ, અભિનેતાઓ પણ તેમાંથી બાકાત નથી.
જાતજાતના માદળિયા,દોરાધાગા,નંગોની વીંટીઓ ધારણ કરતી વ્યક્તિઓ આ વાતનો પુરાવો આપે છે.
જે વ્યક્તિને માત્ર કામ જ તેમનો જીવનમંત્ર છે તે વ્યક્તિ હંમેશાં પોતાના ધ્યયને હાંસલ કરે જ છે.તેને કોઇ અંધશ્રધ્ધા ડગાવી શકતી નથી.
આપણા મુખ્યપ્રધાન શ્રી.મોદીએ પોતાના મંડળનું વિસ્તરણ અમાસના દિવસે જ કર્યું છે…..
યુરોપ, અમેરિકા અને અન્ય પાશ્ચાત્ય દેશો ૧૩ ના આંકડાને અપશુકનિયાળ ગણે છે જ્યારે એક સફળ ભારતીય વૈજ્ઞાનિકના જન્મથી માંડીને તના જીવનનાં તમામ મહત્વનાં કામો ૧૩મી તારીખે જ થયા છે.
અંધશ્રધ્ધા શું છે????તેનો જન્મ કેવી રીતે થાય છે???તેના નિવરણ માટે શું કરી શકાય???

આવા બધા પ્રશ્નો, અંધશ્રધ્ધાનો ભોગ બનેલા લોકો અને સમજદાર લોકો શોધે છે.
તેનો એક જ ઉપાય છે…..
સાચી જાણકારી મેળવવી અને જ્ઞાનનો વિસ્તાર વધારવો.અડગ મનોબળ ઉભું કરવું.
કહેવાયું છે કે
કદમ ડગમગતા હોય તેને મારગ નથી મળતો
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો
આમ સાવ નવરા માણસોનાં ભેજાની ઉપજ જેવા આ અંધશ્રધ્ધાનાં ક્ષેત્રને તમામ બળથી ભગાવવા જરૂરી છે.
હા, એક વાત ચોક્કસ છે કે કેટલીક માન્યતા પાછળ વિજ્ઞાન કામ કરતું હોય છે. જેમ કે જ્યારે ગ્રહણ થાય ત્યારબાદ ર્રંધેલો ખોરાક ફેંકી દેવો કે ભરેલું પીવાનું પાણી ઉપયોગમાં ન લેવું જેવી માન્યતાઓ પાછળ વૈજ્ઞાનિક અભિગમ છે જ….તે સમયે આપાત થતા કિરણો દૂષિત અસરો ઉભી કરે છે. આ હકીકત વૈજ્ઞાનિક રીતે પણ સિધ્ધ થઇ છે.
એટલે જ જ્ઞાનનો વિસ્તાર વધારીને અંધશ્રધ્ધાનું અર્થઘટન કરવું.
અલબત્ત આધુનિક વિજ્ઞાને આપણી ઘણી બધી અંધશ્રધ્ધાઓને નિર્મૂળ કરી દીધી જ છે. સત્યશોધક સભાઓ ઠેકાણે ઠેકાણે પોતાના પ્રાયોગિક પુરાવાઓ ઉપલ્ભ કરાવે છે. અંધશ્રધ્ધા દૂર કરવામાં તેમનો ફાળો અનન્ય છે જ…
આપણે પણ ક્યારેક આવી સત્યશોધક સભાનું આયોજન કરી આ વિષયને વધુ વિગતવાર સમજીએ

 

 
Follow

Get every new post delivered to your Inbox.